________________
૧૩૨
પડદન
વ્યૂહમાંથી ઉત્પન્ન થયેલા કારદ્રવ્યના (અવયવીના) નાશ પછી જ તે જ અવયવાના પછીના વ્યૂહમાંથી કાર્ય દ્રવ્ય (નવા અવયવી) ઉત્પન્ન થાય છે. સાંખ્ય અને પ્રાચીન ન્યાયવૈશેષિક સિદ્ધાંતા વચ્ચે ફેર એટલા જ છે કે જેમને સાંખ્ય એક દ્રવ્યની બે અવસ્થાએ ગણે છે તેમને પ્રાચીન ન્યાયવૈશેષિકદર્શીન તેના તે જ અવયવાના એ અવયવીએ ગણે છે. પ્રાચીન ન્યાયવૈશેષિક દશનને એ ભાન થયેલું કે કારણ અને કાય એ ભિન્ન દ્રવ્યા. સમકાલ .એક જ જગાએ ન રહી શકે. પ્રાચીન ન્યાયવૈશેષિક સિદ્ધાંતને માન્ય કરતાં જયંત જણાવે છે કે જો કાની ઉત્પત્તિ પછી પણ કારણના વિનાશને ન સ્વીકારવામાં આવે તે અનેક મૃત દ્રવ્યો એક કાળે એક દેશમાં રહે છે એવું સ્વીકારવાની આપત્તિ આવે.૧૧ પ્રાચીન ન્યાયવૈશેષિકદન અનુસાર જો કે અવયવેામાંથી અવયવીરૂપ તદ્દન નવું જ દ્રવ્ય ઉત્પન્ન થાય છે, તેમ છતાં અવયવાને અવયવીથી જુદું દ્રવ્ય નથી માનવામાં આવ્યુ. તે બંને—અવયવ અને અવયવી—મળીને એક દ્રવ્ય બને છે એટલે એ દ્રવ્યા એક કાળે એક દેશમાં શ્તે છે એવું સ્વીકારવાની આપત્તિ આવતી નથી. પહેલાં અવયવામાં'(ત ંતુઓમાં) કારણુદ્રવ્ય અવયવી (તંતુસમુદાય) રહે છે. પછી જ્યારે તે જ અવયવેાના વ્યૂહ અદલાય ત્યારે પેલા જૂના કારણુદ્રવ્યરૂપ અવયવી (તંતુસમુદાય) નાશ પામે છે અને તે જ અવયવેામાં બીજે અવયવી—કાય દ્રવ્ય—ઉત્પન્ન થાય છે. બંને વખતે અવયવ અને અવયવી ભેગા મળીને એક દ્રવ્ય બને છે, તે બે જુદાં દ્રબ્યા નથી.
પ્રાચીન ન્યાયવૈશેષિક સિદ્ધાંત નીચેની બાબતમાં સાંખ્ય સિદ્ધાંતથી જુદો પડે છે. સાંખ્ય અનુસાર ધમી (દ્રવ્ય) કારણ અને કાયની શૃંખલામાં અનુસ્મૃત રહે છે. શૃંખલાગત કારણ અને કાય એ જુદા ધી (દ્રવ્ય) નથી પણ ધ્રુવ ધીના (દ્રવ્યના) એ ધર્માં (અવસ્થાએ) છે. આથી ઊલટું પ્રાચીન ન્યાયવૈશેષિક દર્શીન એવુ માને છે કે કારણ અને કાય એ જુદાં દ્રવ્યા છે. આ પ્રાચીન ન્યાયવૈશેષિક સિદ્ધાંતનું સાંખ્ય સિદ્ધાંત સાથે સામ્ય એ અમાં છે કે અવયવાના રૂપમાં તે એક શાશ્વત – ધ્રુવ – તત્ત્વ સ્વીકારે છે અને અવયવા મારફત કારણનું તત્ત્વ કાર્ય માં સંક્રાન્ત થાય છે એમ માને છે. તે એક શૃંખલાગત અવયવીઓના અવયવાને જુદા જુદા નહિ પણ એકના એક ગણે છે અને ક્રમેાત્પન્ન અવયવીએ ક્રમથી એક પછી એક તેના તે જ અવયવામાં (સમવાયસંબંધથી) રહે છે એમ માને છે. આ વિચાર ઉત્તરકાલીન ન્યાયવૈશેષિક દર્શન માટે પારકે છે. કારણના અભાવમાંથી કાય ઉત્પન્ન થાય છે એવા બૌદ્ધ સિદ્ધાંતનુ ખંડન કરવા પ્રાચીન ન્યાયવૈશેષિકાએ કારણનું તત્ત્વ (અથવા) કાય માં