________________
૧૩૦
પડદન
નાશ થાય છે.” આમ પ્રાચીન ન્યાયવૈશેષિકદન અનુસાર કાણના અથ છે કાર્યોત્પત્તિ પહેલાંને અવયવાન વ્યૂહ. ઉદાહરણા, તંતુઓને પટાત્પત્તિ પહેલાંના વ્યૂહ પટનું કારણ છે; તે તંતુને વ્યૂહ પટની ઉત્પત્તિ પહેલાં અવશ્ય નારા પામે છે. કારણુ નાશ પામતુ નથી પણ કાના રૂપમાં પેાતાનુ અસ્તિત્વ ટકાવી રાખે છે એવી સાંખ્ય માન્યતાના પ્રતિકાર કરતી વેળાએ ન્યાયસૂત્રમાં ઉપર ટાંકવામાં આવેલ વિધાન કરવામાં આવ્યું છે. ઉત્તરકાલીન ન્યાયવૈશેષિક સિદ્ધાંત અનુસાર તંતુએ—ત ંતુઓનેા વ્યૂહ નહિ—પટનું કારણ છે અને તે બંને ભિન્ન દ્રવ્યો છે તેમ છતાં તંતુએ પટની સાથે અસ્તિત્વ
ધરાવે છે.
સાંખ્ય અને બૌદ્ધ કારણવાદો વિરુદ્ધ પ્રાચીન અને ઉત્તરકાલીન ન્યાયવૈશેષિક દઈને સ્વીકારેલા કારણવાદોને સ્પષ્ટ ખ્યાલ મેળવી લેવા જરૂરી છે. બૌદ્ધો માને છે કે અવ્યવહિત પૂર્વની કારણક્ષણને નિરન્વય નાશ થાય છે, કારણક્ષણનું ક ંઈ જ બચતું નથી જે કાય ક્ષણમાં સંક્રાન્ત થતું હેય, કાર્ય ક્ષણ તદ્દન નવી જ વસ્તુ તરીકે અસ્તિત્વમાં આવે છે. કારણ તતુ સવથા નાશ પામે છે અને તેનું કાય પટ તદ્દન નવુ જ અસ્તિત્વમાં આવે છે, તન્તુ પેાતાના સત્ત્વનું લેશમાત્ર પણ પટને આપતું નથી. સાંખ્ય અનુસાર તંતુનું સત્ત્વ અને પટનું સત્ત્વ એક જ છે; એકનું એક દ્રવ્ય પહેલાં તંતુના રૂપમાં અને પછી પટના રૂપમાં જણાય છે. દ્રવ્ય એ ધ્રુવ ધમી છે. તે એક અવસ્થામાંથી ધર્મ - માંથી) બીજી અવસ્થામાં (ધર્મીમાં) બદલાય છે. ઉદાહરણા, એકના એક દ્રવ્યની તંતુ અને પટ એ અવસ્થાએ છે. સાંખ્યથી ઊલટું, પ્રાચીન ન્યાયવૈશેષિકદર્શીન માને છે કે કાર્યંત્પત્તિની અનિવાય શરત કારદ્રવ્યને નાશ છે. બે દ નાના આ પરસ્પર વિરાધી મતા તેમની સતની ભિન્ન ભિન્ન માન્યતાઓને લઈ તે છે. સાંખ્ય પ્રમાણે આપણે જેને કારણ અને કાય ગણીએ છીએ તે તા ખરેખર એક ધ્રુવ દ્રવ્યની અવસ્થાએ છે, તે એ અવસ્થાઓમાં ધ્રુવ દ્રવ્ય અનુસ્મૃત છે, તે ધ્રુવ દ્રવ્ય જ સત્ છે અને તે જ ખરેખર ઉપાદાનકારણ છે. પરિવર્તન પામતી અવસ્થાએ (ધર્મો) અલગ સત્ વસ્તુએ નથી પરંતુ તે ધ્રુવ ધી થી અભિન્ન ધ્રુવ ધીના કેવળ ધર્મ છે. ઉદાહરણા, કેયૂર, કુંડળ, વીંટી એ બધા સુવર્ણ નામના દ્રવ્યના કેવળ જુદા જુદા ધર્મો છે. જો કેયૂર ભાંગી કુંડળ બનાવવામાં આવે તે જે સુવણ દ્રવ્ય કેયૂરમાં હતું તે જ સુવ દ્રવ્ય કુંડળમાં પણ પેાતાનું અસ્તિત્વ ચાલુ રાખે છે. આમ ઉમાદાનકારણ પેાતાનાં કાર્યામાં અનુસ્મૃત હોય છે. પ્રાચીન ન્યાયવેરોષિક દન અનુસાર કેયૂર, કુંડળ,