________________
૧૨૮
પદન
સ્વીકારતા ન હેાવા છતાં તેમનાં ઉપર આવી પડે છે કે કાનું સત્ત્વ એની મેળે ઊભું થાય છે અર્થાત્ તે શૂન્યમાંથી (અભાવમાંથી) ઊભું થાય છે. પરંતુ જેવું કાયં અસ્તિત્વમાં આવે છે કે તરત જ તે તેના કારણમાં સમવાયસંબંધથી રહેવા લાગે છે. હકીકતમાં સમવાયિકારણમાં કાયની ઉત્પત્તિ અને વૃત્તિ એકકાલિક છે. ન્યાયવૈશેષિક સમવાયિકાણ માટે કેટલીક વાર ઉપાદાનકારણ’ શબ્દના પ્રયોગ કરે છે. ‘સમવાયિકારણ’ને અં છે ‘જેમાં કાય` સમવાયસંબંધથી રહે છે તે કારણ’. અગાઉ જણાવી ગયા તે પ્રમાણે, ન્યાયવૈશેષિકની સમવાયિકારની માન્યતાને સુંસગત ‘ઉપાદાનકારણુ’ શબ્દનો પ્રયોગ નથી જ, તેમ છતાં કેટલીક વાર સમવાયિકારણના અ માં ઉપાદાનકારણના પ્રયાગ કરવામાં આવે છે. ‘ઉપાદાનકારણ’ શબ્દ સાંખ્યની કારણની માન્યતા સાથે જ સુસંગત છે, કારણ કે તે શબ્દના અર્થ થાય છે— જે પેાતાનું સત્ત્વ પેાતાના કાયને અપે છે તે કારણ’. ન્યાયવૈશેષિકનું સમવાયિકારણ નિમિત્તકારની જેમ જ કાબાહ્ય છે, કાયથી ભિન્ન છે, અર્થાન્તર છે કારણ કે તે નિમિત્તકારણની જેમ પેાતાનું સત્ત્વ કાયને આપી દેતું નથી. ન્યાયવૈશેષિક દાનિકે આ હકીકતથી પૂરેપૂરા સભાન હતા. ઉદ્યોતકર જણાવે છે કે જેમ કાંઠલા (નિમિત્તકાણ) પટથી (કાર્યથી) ભિન્ન વસ્તુ (અર્થાન્તર) છે તેમ તંતુ (સમવાયિકારણ) પણ પટથી ભિન્ન વસ્તુ છે.પ
ન્યાયવૈશેષિક કારણવાદનુ વિકસિત અંતિમ રૂપ એ તેમના ખીજા દના, ખાસ કરીને સાંખ્ય અને બૌદ્ધ, સાથે ચાલેલા લાંબા ધણુનું પરિણામ છે. ન્યાયવૈશેષિક કારણવાદનાં ફલિતાનુ પૂરેપૂરું મૂલ્યાંકન તેા તેમના પ્રમાણભૂત ગ્રંથામાં પણ થયું નથી. કણાદનાં સૂત્રોમાં સ્થૂળ પ્રાથમિકરૂપમાં કાણુવાદના ન્યાયવૈશેષિક સિદ્ધાંત મળે છે. પ્રશસ્તપાદે તેને સ્પષ્ટ આકાર આપ્યા છે. તેને વધુ વિકાસ ઉદ્યોતકર, વાચસ્પતિ, જયંત અને અન્યની કૃતિઓમાં થયા છે. શ્રીધરની કંદલીમાં તે સ્થિર થઈ તાર્કિક અંતિમ રૂપ પામ્યા છે. ભાષાપરિચ્છેદ, તક સ ંગ્રહ જેવા ગ્રંથા અને તેમની ટીકા પરથી લાગે છે કે તેની વિશેષ સ્પષ્ટતા કરવાનું કાય` તેા છેક બારમી શતાબ્દી સુધી ચાલ્યા કર્યુ છે. ખાશ્મી શતાબ્દીમાં ગગેશે ન્યાયવૈશેષિક દર્શનને પ્રમેયચર્ચા ઉપરથી પ્રમાણચર્ચા તરફ વાખ્યું અને ત્યારથી કારણવાદની વિશેષ ચર્ચા લગભગ અટકી ગઈ.
પ્રાચીન ન્યાયવૈશેષિક દર્શનના કારણવાદ
ન્યાયવૈશેષિક કારણવાદ સામે એક ગંભીર વાંધા છે. કારણ અને કાય અવયવ અને અવયવી એમ બે જુદાં દ્રવ્યો તરીકે ' સમકાલ એક જ દેશમાં