________________
૧૨૬
|
દર્શન
:
રૂપ છે. પરંતુ જ્યારે અનેક તંતુઓને સંગ થાય છે ત્યારે તેમનો સંગ પટ નામના નવા જ અવયવીને (કાર્યને) ઉત્પન્ન કરે છે. તંતુઓની બાબતમાંય
જ્યારે તેમને નજીક નજીક મૂકી આંટી બનાવવામાં આવે છે ત્યારે તેમને સંગ કેઈ નવા અવયવીને (કાર્યને) ઉત્પન્ન નથી કરતો; આંટી નવો અવયવી નથી પણ કેવળ આવયે (તંતુઓનો) સમુદાય છે. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ક્યારે અવયવોને સંયોગ અવયવી બનાવે અને ક્યારે કેવળ સમુદાય ? આને જવાબ આપવા ન્યાયશેષિકને અનુભવનો આશરો શોધવો પડે છે. ન્યાયવૈશેષિક કહે છે કે તંતુઓના સંયોગથી બનેલો પટ તંતુઓથી ભિન્ન નવી જ વસ્તુ (અવયવી) તરીકે અનુભવાય છે જ્યારે તંતુઓના સંગથી બનેલી આંટી તંતુઓથી ભિન્ન નવી જ વસ્તુ તરીકે અનુભવાતી નથી. આ સિવાય તેમની પાસે બીજે કઈ ઉત્તર નથી. (૬) ન્યાયપિક અનુસાર કેટલાક અવયવીઓ (કાયદ્રવ્યો) અંત્યાયવીઓ છે. આનો અર્થ એ કે તેઓ કઈ પણ અવયવીના અવયવો કદી બનતા નથી; અર્થાત તેઓ કઈ પણ અવયવીને કદી ઉત્પન્ન કરતા નથી; ન્યાયશેષિક પરિભાષામાં સ્પષ્ટપણે કહીએ તો તેમનામાં સમવાય સંબંધથી કેઈપણ અવયવી કદી રહેતો નથી. ઉદાહરણાર્થ, ઘટઅવયવી તેના અવયવોમાં (કપાલમાં) ઉત્પન્ન થાય છે અર્થાત સમવાયસંબંધથી રહે છે પરંતુ ઘટ અંત્યાવયવી હોવાથી અનેક ઘડાઓ કેઈ અવયવીના અવયવો ક્યારેય બની શકતા નથી. સૈન્ય એ કંઈ અવયવી નથી કારણ કે તેના ઘટકે મનુષ્યો સ્વયં અત્યાવયવીઓ છે. એવી જ રીતે, વન પણ અવયવી નથી કારણ કે તેના ઘટક વૃક્ષો પોતે જ અંત્યાવયવીઓ છે. આંટીના ઉદાહરણમાં તંતુઓ અંત્યાવયવી ન હોવા છતાં તેઓ નવા અવયવીને ઉત્પન્ન કરતા નથી. પરંતુ તે જ તંતુઓ પટરૂ૫ નવો અવયવી ઉત્પન્ન કરી શકે છે. અહીં પ્રશ્ન ઊઠે છે કે શા માટે અમુક વસ્તુને અંત્યાવયવી ગણવી અને અમુકને નહિ ? ઊંધા બાંધેલા અનેક ઘડાઓ ઘડાથી ભિન્ન પ્રકારનું કાર્ય કરતી નાની બોટરૂપ નવો અવયવી ઉત્પન્ન કરે છે એમ કેમ ન માનવું ? તંતુઓ જે કાર્ય નથી કરતા તે કાર્યને કરતી આંટીને શા માટે નવો અવયવી ન ગણવો ? (૧) અવયવોને સંગ ક્યારે નવા અવયવીને ઉત્પન્ન કરે છે અને ક્યારે નથી કરતો તે વિશે તેમ જ (૨) કઈ વસ્તુઓને અંત્યાવયવી ગણવી જોઈએ અને કઈને નહિ તે વિશે કેઈ નિશ્ચિત ધોરણ નથી. બધાનો આધાર વૈયક્તિક અનુભવ ઉપર જ છે. જ્યારે તંતુઓને સાથે એકઠા કરવામાં આવે છે ત્યારે તે સમુદાયનું રૂપ પામે છે. પરંતુ જ્યારે તેમને ગોઠવીને વણવામાં આવે છે ત્યારે તેઓ દોરડું નામને નવો અવયવી ઉત્પન્ન કરે છે. હવે, ધારો કે તંતુએને એવી રીતે ગોઠવવામાં આવે કે જેથી તેઓ સુંદર કહારને દેખાવ ધારણ