________________
વૈશેષિકદન
૧૨૫
પહેલાં અસ્તિત્વ ધરાવતુ ન હતું તેમ જ તેનું સત્ત્વ(=દ્રવ્યતત્ત્વ) પણ તેની ઉત્પત્તિ પહેલાં અસ્તિત્વ ધરાવતું નથી હાતું. (૨) નવા અસ્તિત્વમાં આવેલા અવયવી એ કેવળ અવયવેાના સમુદાય નથી પરંતુ તે તે અવયવાના સયાગાથી ઉત્પન્ન થયેલી તદ્દન નવી વસ્તુ છે. કાય (અવયવી) કારણથી (અવયવેાથી) તદ્દન ભિન્ન વસ્તુ છે એને અથ એ કે બન્નેનાં સત્ત્વ (=દ્રવ્યતત્ત્વ) તદ્દન જુદાં છે, તેમ છતાં બંને સાથે સાથે અસ્તિત્વ ધરાવે છે. કાય ઉત્પન્ન થયા પછી તેનું કારણ તેની સાથે અસ્તિત્વ ધરાવવાનુ ચાલુ રાખે છે. (૩) જ્યારે પટને–કપડાને– રજુ કરવામાં આવે છે ત્યારે સામાન્ય યુદ્ધિને તંતુ અને પટ બે જુદી જુદી વસ્તુએ ત્યાં હાય એવું લાગતુ નથી. તેને તે ત્યાં એક જ વસ્તુ જણાય છે જે પહેલાં તંતુરૂપ હતી અને હવે પટપ છે; અથવા તે તે તે પટને ત ંતુરૂપ ગણે છે અને એમ પણ તે એક જ વસ્તુને માને છે. ત્યાં એ જુદી જુદી વસ્તુએ છે એમ સ્વીકારવું સામાન્યષુદ્ધિને કડે છે. જ્યાં સામાન્ય સુદ્ધિને એક વસ્તુ જ જણાય છે ત્યાં ન્યાયવૈશેષિકને અવયલેા અને અવયવી એમ બે ભિન્ન સ્વભાવવાળી જુદી વસ્તુ જણાય છે. ન્યાયવૈશેષિક સામાન્ય બુદ્ધિએ ઊઠાવેલા વાંધાને સામને તે એ વચ્ચે સમવાયસંબંધ માનીને કરે છે. ન્યાયશેષિક કાયને (અવયવીને) તેના કારણમાં (અવયવેામાં) સમવાયસંબંધથી રહેતું માને છે (૪) કાય જે અવયવેામાં વિભક્ત થાય તે બધી જ જાતના અવયવાને તે કાયના આરંભક (કારણભૂત) અવયા નથી ગણવામાં આવતા. દાખલા તરીકે, જો પટને ફાડી તેના નાના નાના ટુકડા કરવામાં આવે તે તે ટુકડા પટના અવયવેા તેા ગણાય પણ તેમને તેના આરંભક અવયવ! ન ગણાય. કેવળ તુ ંતુઓને જ પટના આરંભક અવયવા ગણાય. (૫) જ્યારે અનેક દ્રવ્યાનેા સંયાગ થાય છે ત્યારે તેમના સયેાગના પરિણામે કેટલીક વાર તદ્દન નવી જ વસ્તુ ઉત્પન્ન થાય છે. અહીં ‘કેટલીક વાર’ એ શબ્દો મહત્ત્વના છે. જ્યારે અનેક દ્રવ્યેાના સંચાગ થાય છે ત્યારે તેમને સચેાગ હમેશા અનિવાય રીતે અવયવીને (કાÖને) ઉત્પન્ન કરતા નથી. કેટલીક . વાર, આવે! સંચાગ તે દ્રવ્યાને (અવયવાના) કેવળ સમુદાય જ બનાવે છે. અવયવેાના સમુદાય અવયવેાથી ભિન્ન દ્રવ્ય નથી. આમ કેટલીક વાર દ્રવ્યોના સ ંચાગ નૂતન કાર્યંને (અવયવીને) ઉત્પન્ન કરતા નથી. દાખલા તરીકે, દોરડાથી લાકડીએની ભારી બાંધવામાં આવે છે ત્યારે તે લાકડીઓને સંચાગ નવા અવયવીરૂપ દ્રવ્યને ઉત્પન્ન કરતા નથી. અર્થાત્, ભારી નવું અવયવીરૂપ દ્રવ્ય નથી પરંતુ કેવળ અવયવાના (લાકડીઓને) સમુદાય છે. તેવી જ રીતે, સૈન્ય એ સૈનિકેાથી બનેલા નવા અવયવી નથી તેમ જ વન એ વૃક્ષેાથી અનેલા નવા અવયવી નથી. સૈન્ય અને વન અનુક્રમે સૈનિકે અને વૃક્ષાના સમુદાય