________________
૧૨૪
પદર્શન
થાય છે, અને ઉત્પન્ન થયા પછી તે તંતુઓમાં રહે છે. પટ ઉત્પત્તિ પહેલાં તંતુઓમાં હોતા નથી. આનો અર્થ એ કે પટ ઉત્પત્તિ પહેલાં સર્વથા અસત હોય છે. એટલે આ સિદ્ધાંતને અસત્કાર્યવાદ યા આરંભવાદ કહેવામાં આવે છે. ઉત્પત્તિ પછી કાર્ય કારણમાં સમવાયસંબંધથી રહે છે એટલે કારણને સમાયિકારણ કહેવામાં આવે છે. સમાયિકારણ કાર્યસમકાલ પિતાનું અલગ અસ્તિત્વ ધરાવે છે. તે પોતાનું સર્વ પોતાના કાર્યમાં સંક્રાન્ત કરતું નથી. સાંખ્ય તંતુને પટનું કારણ–ઉપાદાનકારણ–ગણતું નથી, પરંતુ તેને તે તે પટાવસ્થાની પહેલાં નિયતપણે વ્યક્ત થતી–ઉત્પન્ન થતી–ત—અવસ્થા જ ગણે છે; પટનું કારણ તે પટ અને તંતુ બે અવસ્થાઓ જેની છે તે ધ્રુવ દ્રવ્ય છે. સાંખ્ય અનુસાર પટોત્પત્તિ પહેલાં તંતુની નિવૃત્તિ થાય છે જ્યારે ન્યાયપિક અનુસાર પટોત્પત્તિ પછી પણ તંતુનું અસ્તિત્વ ચાલુ રહે છે. સાંખ્ય જેમને એક ધ્રુવ દ્રવ્યની અનેક નિયત ક્રમિક અવસ્થાઓ (કાર્યો) ગણે છે તેમને ન્યાયશેષિક એક ધ્રુવ દ્રવ્યમાંથી નિયત ક્રમે ઉત્પન્ન થતાં સ્વતંત્ર દિવ્ય ગણે છે જેમાં પૂર્વ પૂર્વનું દ્રવ્ય ઉત્તર ઉત્તરના દ્રવ્યનું સમવાધિકારણ છે. સાંખ્ય અનુસાર પેલું ધ્રુવ દ્રવ્ય નિયત ક્રમથી ઉત્પન્ન અનેક કાર્યોનું એક ઉપાદાન કારણ છે જ્યારે ન્યાયશેષિક અનુસાર ધ્રુવ દ્રવ્ય નિયત ક્રમથી ઉત્પન્ન અનેક સ્વતંત્ર દ્રવ્યનું એક સમાવાયકારણ નથી, ન્યાયશેષિક તેને તે એ બધાં સ્વતંત્ર ક્રમોત્પન્ન દ્રવ્યોના અંત્ય અવયવો તરીકે જ ગણશે. ન્યાયશેષિકે ધ્રુવ ધમની અનેક અવસ્થાઓને (ધર્મોને) ધમથી ભિન્ન માની છે, પરિણામે તે અવસ્થાઓ (ધર્મો સ્વતંત્ર ધમએનું
સ્થાન પામ્યા છે. આ ઉપરથી સમજાશે કે ન્યાયશેષિકના સમવાયિકારણને સાંખ્યના પારિભાષિક શબ્દ ‘ઉપાદાનકારણથી વણવવું ઉચિત નથી.
ન્યાયવૈશેષિક કારણવાદની મુખ્ય લાક્ષણિકતાઓ
જ્યારે અનેક દ્રવ્યોનો સંગ થાય છે ત્યારે તેમના સંગને પરિણામે કેટલીક વાર તદ્દન નવી જ વસ્તુ ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે, જ્યારે અનેક તંતુઓનો સંયોગ થાય છે ત્યારે પહેલાં જેનું અસ્તિત્વ નથી હોતું એવી પટ નામની તદ્દન નવી વસ્તુ ઉત્પન્ન થાય છે. આ કારણવાદના નીચેના મુદ્દાઓ નોંધપાત્ર છે. (૧) જે દ્રવ્યોનો સંગ થવાથી તદ્દન નવી વસ્તુ ઉત્પન્ન થાય છે તેમને અવયવો યા કારણ ગણવામાં આવે છે અને જે તદ્દન નવી વસ્તુ ઉત્પન્ન થાય છે તેને અવએવી યા કાર્ય ગણવામાં આવે છે. તંતુરપ અવયવોમાંથી તદ્દન નવો પટરૂપ અવયવી ઉત્પન્ન થાય છે. તંતુરૂપ અવયવ પટરૂપ અવયવીનું કારણ છે. ઉત્પન્ન થયેલું કાર્ય (અવયવી) તદ્દન નવી જ વસ્તુ છે એનો અર્થ એ કે તે ઉત્પત્તિ