________________
વૈશેષિકદશન
૧૨૩
શાંકર વેદાન્તી જણાવે છે કે જે દ્રવ્યમાં (ધર્મોમાં પરિવર્તન ન થતું હોય તો આકારમાં (ધર્મમાં) પણ પરિવર્તન ન સંભવી શકે. તેથી આકાર યા ધર્મમાં જણાતું પરિવર્તન સત્ય નહિ પણ બ્રાન્ત છે એમ સ્વીકારવું જ જોઈએ. આમ સાંખ્યના વિકારવાદ યા પરિણામવાદને દૂર કરી તેનું સ્થાન વિવર્તવાદ લે છે. વિકારવાદ અનુસાર સાચે જ ધર્મ પરિવર્તન થાય છે પરંતુ વિવર્તવાદ અનુસાર આ પરિવર્તન સાચું નથી પણ બ્રાન્ત છે. વિકારવાદ અનુસાર કારણ પોતે જેમનું તેમ રહી જુદાં જુદાં કાર્યો ધારણ કરે છે, દ્રવ્ય જેમનું તેમ રહી જુદી જુદી અવસ્થાઓ ધારણ કરે છે. વિવર્તવાદ અનુસાર કારણ જેમનું તેમ જ રહે છે અને તે પોતે જુદાં જુદાં કાર્યો (અવસ્થાઓ) ધારણ કરતું નથી. વિવર્તવાદ અનુસાર તેના ઉપર જુદાં જુદાં કાર્યોનો (અવસ્થાઓનો આરોપ કરવામાં આવે છે. નવા નામનો એને નવા આકારનો કારણ ઉપર આરોપ કરવામાં આવે છે. ધર્મ-ધમની પરિભાષામાં કહીએ તો વેદાન્ત માને છે કે કેવળ ધમી જ સત્ છે, ધર્મો મિથ્યા છે, મિથ્થા ધર્મોનો ધમી ઉપર આરોપ કરવામાં આવે છે.
જેમ પરિણામવાદ તરફથી વિવર્તવાદ ભણી જવાય તેમ ક્ષણિકવાદ (પ્રતીયસમુત્પાદવાદ) ભણું પણ જવાય. શાંકર વેદાન્તીઓએ ધર્મોને મિથ્થા ગણ્યા તો બૌદ્ધ ક્ષણિકવાદીઓએ ધર્મને મિયા ગણે. બૌદ્ધ અનુસાર ધ્રુવ ધમી (દ્રવ્ય) જ નથી. કેવળ ધર્મો જ છે. અવ્યવહિત પૂર્વ ક્ષણનો ધર્મ કારણ છે અને ઉત્તર ક્ષણને ધર્મ કાર્ય છે. કારણ અને કાર્ય એકબીજાથી ભિન્ન છે. તેમને જોડનાર કેઈ કડી નથી. કારણ પિતાનું સર્વ કાર્યમાં સંક્રાન્ત કરતું નથી. કારણે પછી કાર્ય આવે છે એટલું જ, કારણમાંથી કાર્ય ઉત્પન્ન થતું નથી. કારણના હતાં કાર્ય ઉત્પન્ન થાય છે. કાર્ય ઉત્પન્ન થતાં પહેલાં કારણનો નિરય વિનાશ થાય છે. કારણનો નિરન્વયે વિનાશ થતાં તદ્દન નવું કાર્ય ઉપન્ન. થાય છે. કારણનું કાર્ય સમકાલ અસ્તિત્વ શક્ય નથી. આ છે પ્રતીત્યસમુત્પાદવાદ. આમ બૌદ્ધો સાંઓના પ્રતિક્ષણ પરિણામવાદમાંથી ધુવ ધમ દ્રવ્યનો છેદ ઉડાડી તેને પ્રતીત્યસમુસ્પાદવાદ ભણું લઈ ગયા.
ન્યાયપિક અનુસાર અવયવો કારણ છે અને અવયવી કાર્ય છે. તંતુઓ કારણ છે અને પટ કાર્ય છે. અવયવી અવયવોથી તદ્દન ભિન્ન દ્રવ્ય છે. તંતુ, એક દ્રવ્ય છે અને પટ બીજું દ્રવ્ય છે. અર્થાત બંનેના સ્વભાવ એકબીજાથી તદ્દન ભિન્ન છે. એટલે ન્યાશેષિક કારણ અને કાર્યનો ભેદ સ્વીકારે છે. કાર્ય પિતાના કારણમાં સમવાય સંબંધથી રડે છે.૪ પટ તંતુઓમાં સમવાયસંબંધથી. રહે છે. વસ્તુતઃ તંતુઓમાંથી પટ ઉત્પન્ન થતો નથી પણ તંતુઓમાં પટ ઉત્પન્ન