________________
૧રર.
પદર્શને.
તેમ રહીં અનેક અવસ્થાએ રૂપે—ધર્મોપ—ઉત્પન્ન થાય છે એમ કહેવું યોગ્ય નથી. દૂધ, દહીં, માખણ, ઘી, વગેરે કાર્યોરૂપે તેમનું ઉપાદાનકારણભૂત દ્રવ્ય ઉત્પન્ન થવા છતાં તે તેનું તે જ રહે છે, તેમાં ફેરફાર થતું નથી એમ માનવું બરાબર નથી. જે સાંખ્ય કહે કે તેમાં પણ ફેરફાર થાય છે તો તેને પ્રતિક્ષણ પરિણામવાદ ક્ષણિકવાદ ( પ્રતીત્યસમુત્પાદવાદ) બની જાય. જો તે કહે કે તેમાં કંઈ ફેરફાર થતો નથી તે તેના વિકારો તેના વિકારો નહિ ગણાય, તેના વિકારને મિયા માનવા પડે અને પરિણામે શાંકર વેદાન્તને વિવર્તવાદ આવી પડે. પરંતુ આ સમસ્યાનો સાંખ્યદર્શનસમ્મત શક્ય ઉકેલ શો છે તેનો વિચાર કરીએ. બધા જ શક્ય આકારો યા વિકારે ત્રણેય કાળ ધમી દ્રવ્યમાં છે જ
–તેમાંથી કેઈ એક આકાર જ એક સમયે ઉપર ઊઠે છે, વ્યક્ત થાય છે અને બીજા બધા આકારો અવ્યક્ત રહે છે; એક પણ આકાર ધમીમાં ઓછો થત, નથી કે વધારે થતું નથી. તે પછી ધમાં બદલાવાની વાત જ ક્યાં રહી છે તે તે ત્રણેય કાળ તેટલા જ ધર્મો ધરાવતા વર્તમાન જ હોય છે—અતીત કે અનાગત થતો નથી.
આપણે ઉપર જોયું તેમ કેટલાકને સાંખ્ય પરિણામવાદમાં વિવર્તવાદની શક્યતા રહેલી જણાય છે. કેટલાકે સાંખ્ય પરિણામવાદને વિવર્તવાદની પૂર્વ ભૂમિકા તરીકે ગણાવેલ છે. સર્વજ્ઞાત્મમુનિ પિતાના સંક્ષેપશારીરક ભાષ્યમાં કહે छ : विवर्तवादस्य हि पूर्वभूमिवेदान्तवादे परिणामवादः । व्यवस्थितेऽमिन् परिणाम વાટે સ્વયં સમાવત વિવર્તવાઃ II ૨.૬૧ + ધ, આકાર, વિકારો બદલાવા છતાં ધમી દ્રવ્ય બદલાતું નથી એમ માનવામાં વિરોધ છે. એટલે શાંકર વેદાન્ત ધ, આકારો અને વિકારોને મિથ્યા માની સમસ્યાને ઉકેલ છે. આમ વિકારો વિકાર નથી પણ વિવર્તે છે. બધાં પરિવર્તને, બધી ઉત્પત્તિઓ અને બધા વિનાશે મિથ્યા છે. અર્થાત બધાં કાર્યો મિથ્યા છે અને કેવળ કારણ સત્ છે. પરિણામે કારણ કૂટસ્થનિત્ય કરે છે. આ ફૂટસ્થનિત્યકારણ બ્રહ્મ છે. કારણ વસ્તુતઃ પોતાના સ્વરૂપમાં જ રહે છે, કેવળ તેના બદલાઈ જવાનો ભ્રમ આપણને થાય છે. દેરડામાં સાપને ભ્રમ આપણને થાય છે ત્યારે દેરડું સાપમાં બદલાઈ જતું નથી પણ દોરડું દોરડું જ રહે છે, કેવળ દોરડામાં આપણને સાપની પ્રતીતિ થાય છે. એવી જ રીતે, બ્રહ્મ વસ્તુતઃ જગતના રૂપમાં બદલાઈ જતું નથી પરંતુ આપણને બ્રહ્મમાં જગતની પ્રતીતિ થાય છે. જ્યાં આપણને કાર્યની પ્રતીતિ થાય છે ત્યાં કારણ જ હોય છે. આ અર્થમાં કાર્ય કારણથી અભિન્ન ગણાયું છે. આ છે વિવર્તવાદ.