________________
વૈશેષિક દર્શન
તેની ઉત્પત્તિ કેવળ આવિર્ભાવ છે અને નાશ એ કેવળ તિરભાવ છે. તેને આવિર્ભાવ અને તિરભાવ તેના ઉપાદાનકારણમાં થાય છે. તેની ઉત્પત્તિ તદ્દન નવીન વસ્તુની ઉત્પત્તિ નથી તેમ જ તેને નાશ નિરન્વય નથી. તે ઉત્પત્તિ પહેલાં પોતાના ઉપાદાનકારણમાં અવ્યક્તરૂપે (અનાગતાવસ્થામાં હોય છે, ઉત્પત્તિ પછી વ્યક્તરૂપે (વર્તમાનાવસ્થામાં હોય છે અને નાશ પછી વળી અવ્યક્તરૂપે (અતીતાવસ્થામાં) હોય છે. આમ સાંખ્ય મતે કાર્ય ઉત્પત્તિ પહેલાં અને નાશ પછી પણ પિતાના કારણમાં અવ્યકતરૂપે હોય છે જ.
સામાન્ય રીતે આપણે તંતુઓને પટના કારણ તરીકે માનીએ છીએ. એટલે આપણે જેને કારણ અને કાર્ય ગણુએ છીએ તેને વિશે સાંખે કહેશે કે તમે જેને કારણ અને કાર્ય ગણે છે તેમનું સન્ત તે એક જ છે કારણ કે બંનેમાં એક ધ્રુવ દ્રવ્ય અનુસ્મૃત છે અને તે બંને તો એક દ્રવ્યની બે અવસ્થાઓ છે, બે સ્વતંત્ર દ્રવ્યો નથી. એટલે તમે જેને કારણ ગણો છો તે પોતાના કાર્યમાં પિતાનું સર્વ ધ્રુવ દ્રવ્ય દ્વારા સંક્રાન્ત કરે છે. તમે જેને કારણ ગણો છો તે નિવૃત્ત થતાં કાર્ય ઉત્પન્ન થાય છે. કારણુનિવૃત્તિ અને કાર્યોત્પત્તિ એ તે ધ્રુવ ધમી દ્રવ્યમાં કારણનું તિરોધાન અને કાર્યનો આવિર્ભાવ જ છે. આમ તમે જેને કારણુ ગણો છો તેનો નિરન્વય નાશ નથી તેમ જ તમે જેને તેનું કાર્ય ગણે છો તેની તદ્દન નવીન ઉત્પત્તિ નથી.
આપણે જોયું તેમ સાંખ્ય અનુસાર ઉપાદાનકારણમાં અનેક કાર્યો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે તેમ છતાં ઉપાદાનકારણ બદલાતું નથી, અવસ્થાએ (કાર્યો બદલાય છે પણ અવસ્થાવાન બદલાતું નથી, ધર્મો બદલાય છે પણ ધર્મી બદલાતો નથી. આ તે કેવું? સાંખ્ય પાતે જ ધર્મોને ધમી થી અભિન્ન માને છે. તે પછી તેમણે ધર્મોના બદલાવા સાથે ધમાં પણ બદલાય છે એમ સ્વીકારવું જ જોઈએ. સાંખ્યના પરિણામવાદનું ખંડન કરતાં કમલશીલ નીચે પ્રમાણે જણાવે છે : વસ્તુ (= દ્રવ્ય = ઉપાદાનકારણ) અન્યથા બનવા છતાં તેની તે જ રહે છે એમ માનવું ન જોઈએ કારણ કે “અન્યથા બનવું” એટલે “અન્ય સ્વભાવ ઉત્પન્ન થવો”. એ જ અર્થ થાય. “અન્યથા થવું એટલે શું ? શું મૂળ વસ્તુનું જ થવું કે એનાથી અન્ય વસ્તુનું થયું ? જે મૂળ વસ્તુનું જ થવું હોય તો તે તે પિતાનાં કારણોથી પહેલેથી ઉત્પન્ન થયેલી જ છે એટલે એના ફરી ઉત્પન્ન થવાની વાત કરવી વાહિયાત છે. જે મૂળ વસ્તુથી અન્ય વસ્તુનું થવું એવો એનો અર્થ હોય તે મૂળ વસ્તુ તેની તે જ રહે છે, એટલે તે અન્યથા બને છે એમ ન કહી શકાય. કમલશીલનું તાત્પર્ય એ છે કે એક ધ્રુવ ઉપાદાનકારણ જેમનું