________________
૧૧૪
બૃહદર્શન
પાકજ નવા ગુણાની ઉપત્તિથી થાય છે એ સમસ્યાની ચર્ચાનું સમાપન કરતાં જણાવવું જોઈ એ કે વૈશેષિકાને પીલુપાકસિદ્ધાંત વૈશેષિક દૃષ્ટિનુ તાર્કિક પરિણામ હેાવા છતાં મોટા ભાગના ચિતાને ટેકેા મેળવી શક્યો નથી. તેમના સિદ્ધાંતની ધરી રૂપ દલીલ એ છે કે અગ્નિસ ંચાગના આઘાત યા દબાણથી ઘટ જેવા પાર્થિવ અવયવીનું પરમાણુમાં વિટન માનવું જ જોઈ એ. તેમની આ દલીલની સચ્ચાઈની સભવિતતાનેા ઈનકાર ન કરી શકાય. પર ંતુ આપણને લાગે છે કે વૈશેષિકે પાર્થિવ અવયવી ઉપર અગ્નિસ ંયાગના આઘાત યા દબાણુની જુદી જુદી માત્રાઓની જુદી જુદી અસરા થાય છે એ હકીકતના પૂરેપૂરા રહંસ્ય ઉપર ધ્યાન આપ્યું નથી. અગ્નિની તીવ્રતાની માત્રાને ભેદ તા વૈશેષિક પણ સ્વીકારે જ છે. પરંતુ આ સ્વીકારના પ્રસ્તુત સમસ્યાના સંદર્ભ'માં તેમણે વિચાર કર્યાં હાય એમ લાગતું નથી, કારણ કે તેમને મતે અગ્નિની તીવ્રતા ગમે તેટલી હોય પણ ઘટનું વિઘટન અને પુનઃ ધટન અવશ્ય થશે જ. આપણા અનુભવ આનાથી ઊલટા છે. જ્યાં સુધી અગ્નિની તીવ્રતાની માત્રા અમુક હદ સુધી હોય છે ત્યાં સુધી ઘટ પેાતાના વ્યૂહ (=પરમાણુઓને પરસ્પર સંચાગ) છેડતા નથી અર્થાત્ તેનું વિઘટન થતું નથી, પરંતુ આ માત્રાની હદ અગ્નિ જ્યારે વટાવે છે ત્યારે આપણને ઘટ જ–વૈશેષિક જણાવે છે તેવા નવા પણ–જણાતા નથી. આ દર્શાવે છે કે અગ્નિની તીવ્રતા જે પાક માટે જરૂરી છે તેનાથી ઘટનુ વિધટન થતું નથી પરંતુ તે તીવ્રતા વધી જાય તે જ તેનું પરમાણુએમાં વિટન થઈ જાય છે પણ ત્યાર પછી તેમાંથી બીજો કેાઈ ઘટ ઉત્પન્ન થતા જણાતા નથી. તના જે ખાણને વશ થઇ વૈશેષિકને આ પીલુપાકના જટિલ સિદ્ધાંતને આશરે લેવા પડ્યા છે તે દબાણને તૈયાયિક વશ થતા નથી. તૈયાયિક પ્રસ્તુત ઘટનાને ‘કારણગુણપૂવ ક કાય ગુણ’ના નિયમના ક્ષેત્ર બહાર રાખે છે. સામાન્યતઃ તે આ નિયમ સ્વીકારે છે; તેનું કહેવું છે કે પાકરૂપ બાધક ન હોય તે જ આ નિયમ કામ કરે છે. અર્થાત્ આ નિયમને કાય કરતા અટકાવનાર પાક છે એવુ તેનું
મંતવ્ય છે.
પાદટીપ
૧ોમવતી પૃ૦ ૪૪૬ | દહી પૃ ૨૧૭-૨૧૨ ।
२ अन्तर्बहिश्च सर्वेष्ववयवेषु वर्तमानस्य समवेतस्यावयविनो बाह्ये वर्तमानेन बहिना व्याप्तेर्व्यापकस्य संयोगत्याभावात् कार्यरूपादीनामुत्पत्तिविनाशयोरक्लृप्तेरन्तर्वर्त्तिनाમાયંસ વિત્તિ માવઃ । હ્રી પૃ॰ ર ।