SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશેષિકદન ૧e૭ પ્રલયની કાળમર્યાદા માપવાનું છે. અસર્જનાત્મક ગતિના અંતિમ ઘટકથી ક્ષણ મપાય છે અને ક્ષણની હારથી કાળને ગાળો મપાય છે. અસર્જનાત્મક ગતિ પણ જે પ્રલયકાળે પરમાણુઓમાં ન હોય તો પ્રલયની અવધિનું માપ નીકળે નહિ, પ્રલયની અવધિની ખબર પડે નહિ. આ ઉપરથી એ ફલિત થાય છે કે પરમાણુ સદેવ ગતિશીલ હોય છે, તેનામાં ગતિસામાન્ય (કર્મવ) તો સદેવ હોય છે જ, પરંતુ અમુક ગતિવિશેષ સદેવ હોતો નથી. અસર્જનાત્મક ગતિ અને સર્જનાત્મક ગતિને સાંખ્યોના સદશપરિણામ અને વિસદશપરિણામ સાથે સરખાવી જુઓ. | સર્જનાત્મક ગતિ અને સર્જનાત્મક ગતિ આ બે ગતિવિશેષ પરમાણુ એમાં સ્વયંભૂ, સ્વતઃ કે સ્વાભાવિક નથી. સર્જનાત્મક ગતિનું કારણ અદષ્ટને માનવામાં આવ્યું છે. આ અદષ્ટ એક આધ્યાત્મિક યા નૈતિક બળ છે; તે કર્માનુસાર જીવોનું ભવિષ્ય ઘડે છે અને તેમને સુખદુઃખના અનુભવ માટે યોગ્ય શરીર, ઇન્દ્રિય અને વિષયનું જગત નિર્માણ કરે છે. આ અદષ્ટ વિપાકે મુખ બનીને પરમાણુઓમાં સર્જનાત્મક ગતિ પેદા કરે છે. આને પરિણામે પરમાણુઓ સંયોગ પામી અવયવીરૂપ કાર્યો ઉત્પન્ન કરે છે. આથી ઊલટું, જ્યારે અદૃષ્ટ વિપાકપરાક્ષુખ બને છે ત્યારે શરીરે, ઈન્દ્રિો અને વિષયનું જગત વિઘટન પામે છે, નાશ પામે છે અને છેવટે કેવળ પરમાણુઓ જ રહે છે. આમ સૃષ્ટિને અંતે પ્રલયની શરૂઆત થવાની હોય ત્યારે વિઘટનના વિસ્ફોટાઘાતથી (મહાભૂતસંક્ષોભથી) અસર્જનાત્મક ગતિ પરમાણુઓમાં જન્મે છે અને સાથે સાથે તેમનામાં વેગ પણ પેદા થાય છે. વિસ્ફટાઘાતથી જન્મેલ વેગ વિસ્ફોટાઘાતથી જન્મેલી અસર્જનાત્મક ગતિને પ્રલયકાળ દરમિયાન ચાલુ રાખે છે. તેથી પ્રલયકાળેય પરમાણુઓ સ્પંદમાન હોય છે.૭ કણદે પરમાણુઓમાં સર્જનાત્મક ગતિનો પ્રારંભ (ગાય) અદબ્રકારિત માન્યો છે.૮ અસર્જનાત્મક ગતિની વાત કણંદનાં સૂત્રોમાં જણાતી નથી. પ્રશરૂપાદે અદષ્ટના નિયામક તરીકે ઈશ્વરને સ્વીકાર કર્યો છે. ઈશ્વરને સર્જનની ઈચ્છા થતાં અદષ્ટ વિપાકે—ખ બને છે અને તેને સંહારની ઈચ્છા થતાં અદષ્ટ વિપાકપશમુખ બને છે. ૮ પરમાણુઓમાંથી અંત્ય અવયવીની ઉત્પત્તિનો ક્રમ પરમાણુઓ જોડાઈને સીધે સીધે અંત્ય અવયવી બનાવી શક્તા નથી. જે પરમાણુઓ ભેગા મળીને અવાન્તર અવયવીઓની પરંપરા વિના સીધે .
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy