SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશેષિકદર્શન થાય છે કે વાયુઓ સામસામે અથડાય છે. વાયુની સ્વાભાવિક ગતિ તિર્યફ છે. તે પછી તણખલાં વગેરે વાયુના વેગથી ઉપર કેવી રીતે જાય ? એમને ઉપર લઈ જનાર તો વાયુ છે. તેથી વાયુનું ઊર્ધ્વગમન માનવું પડશે. અને, આ. ઊર્ધ્વગમન ત્યારે જ શક્ય બને જ્યારે વાયુના બે ઝપટા સામસામી દિશાઓથી સમાન વેગથી એક બીજા સાથે અથડાય. આ ઉપરથી વાયુ એક નથી પણ અનેક છે એ પુરવાર થાય છે.' વાયુ પણ પરમાણુરૂપે નિત્ય અને કાર્યરૂપે અનિત્ય છે. કાર્યરૂપ વાયુના ચાર પ્રકાર છે–વાયવીય શરીર, વાયવીય ઇન્દ્રિય, વાયવીય વિષય અને પ્રાણ.૫ વાયવીય શરીર જલીય અને આગ્નેય શરીરની જેમ અનિજ હોય છે અને પાર્થિવ પરમાણુઓ તે શરીરમાં સગી દ્રવ્ય તરીકે હોવાથી તે વિષપભેગક્ષમ બને છે. વાયવીય આરંભક પરમાણુઓથી બનેલી ઇન્દ્રિય ત્વચા કહેવાય છે. આ ઈન્દ્રિય દ્વારા પ્રાણીઓને સ્પર્શનું જ્ઞાન થાય છે. હવા, આંધી, ઝંઝા વગેરે વાયવીય વિષય છે. એમને આપણે જોઈ શક્તા નથી, પરંતુ શરીરને લાગવાથી, પાંદડાં હાલવાથી અને સૂસવાટારૂપી શબ્દ થવાથી આપણને તે વિષયનું જ્ઞાન થાય છે. તિર્યફ વહેવું તેમનો સ્વભાવ છે. એમના વેગથી વાદળાં ચાલે છે. તેઓ હલકી વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઊડાવીને લઈ જાય છે..!! પ્રાણવાયુ શરીરની અંદર રહેલા રસ, ધાતુ અને મળ વગેરેનું સંચાલન કરે છે. તે છે તો એક પરંતુ ક્રિયાભેદે તેના પાંચ ભેદો થાય છે. ૬૭ (૧) અપાનવાયું–તે નીચે તરફ ગતિ કરે છે. એની સહાયથી મળમૂત્રનું વિસર્જન થાય છે. (૨) વ્યાનવાયુ–તે ચારે બાજુ વ્યાપ્ત હોય છે. એના દ્વારા ભજનરસ આંતરડામાં પ્રવાહિત થાય છે. (૩) ઉદાનવાયુ–તે ઉપર તરફ ગતિ કરે છે. એ ભજનરસને ઉપર લઈ જાય છે. (૪) પ્રાણવાયુ-આને લઈને નાક અને મેંમાં શ્વાસક્રિયા થાય છે. (૫) સમાનવાયુ-તે પાકિસ્થળે જઠરાગ્નિનું સમાનરૂપે વિતરણ કરે છે. પ્રાણ, અપાન, સમાન, ઉદાન, અને વ્યાનના સ્થાનો ક્રમશ: હૃદય, મળદ્વાર, નાભિ, કંઠ અને સર્વાવયવ છે. તેમનાં કાર્ય ક્રમશઃ નીચે પ્રમાણે પણ ગણાવવામાં આવે છે--અન્નપ્રવેશ, મૂત્રાઘુત્સર્ગ, અનાદિપાચન, ભાષણદિ અને નિમેષો. ૮ પાદટીપ १ ननु दशमं द्रव्यं तमः कुतो नोक्तम् ? तद्धि प्रत्यक्षेण गृह्यते तस्य च रूपवत्त्वात् कर्मवत्त्वाच्च द्रव्यत्वम् । तद्धि गन्धशून्यत्वान्न पृथिवी, नीलरूपवत्त्वाच्च न
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy