________________
<s
ષદર્શન
પરમાણુઓમાંથી વણક, વગેરે ક્રમે કલશરીરની ઉત્પત્તિ થાય છે. આ કલલશ-- રીરમાં અંતઃકરણને પ્રવેશ થાય છે. શુક્ર-શણિતની અવસ્થામાં અંતઃકરણનો. પ્રવેશ થતો નથી. આનું કારણ એ છે કે મન શરીરને આશ્રીને રહે છે. કલલશરીરમાં માતાના આહારરસને થડે ભાગ દાખલ થાય છે. અદષ્ટને કારણે કલશરીરના આરંભક પરમાણુઓમાં ફરીથી જઠરાગ્નિના સંબંધથી ક્રિયા થાય છે, પછી તેમનો વિભાગ થાય છે. આ રીતે દ્રવ્યનાશની પ્રક્રિયાથી કલલશરીરનો નાશ થાય છે. પછી પાકથી કલારંભક પરમાણુઓ જેમની અંદર અદષ્ટને કારણે ક્રિયા જન્મી છે એવા આહારના પરમાણુઓ સાથે મળી બીજા શરીરને ઉત્પન્ન કરે છે. એક શરીરને નાશ અને બીજા શરીરની ઉત્પત્તિની આ પ્રક્રિયા પ્રતિદિન, ચાલ્યા કરે છે. ૨૪
હવે ઇન્દ્રિય વિશે વિચારીએ. ઇન્દ્રિય એટલે શું ? જ્ઞાતાને પ્રત્યક્ષજ્ઞાન. કરવા માટે જરૂરી શરીરમાં રહેલું દ્રવ્યરૂપ સાધન એ ઈન્દ્રિય કહેવાય છે. ૨૭ ઈન્દ્રિય સ્વયં અતીન્દ્રિય છે. વળી, તે શરીરમાં નિયત સ્થાને જ રહે છે.૨૮
ધ્રાણેન્દ્રિય જ પાર્થિવ છે. તેના આરંભક પરમાણુઓ પાર્થિવ છે. એના દ્વારા ગંધનું જ્ઞાન થાય છે. એ નાકના અગ્રભાગમાં છે અને પૃથ્વીના વિશિષ્ટ ગુણ ગંધનું ગ્રહણ કરે છે.
ઘાણેન્દ્રિય વિષયના ગંધગુણને જ અભિવ્યક્ત કરે છે. સમાન જ સમાનને અભિવ્યકત કરી શકે એ ન્યાયે ધ્રાણેન્દ્રિય પિતામાં સમવાયસંબંધથી રહેલા ગંધગુણ, દ્વારા વિષયગત ગંધગુણને અભિવ્યક્ત કરે છે. જે દ્રવ્ય કેવળ ગંધગુણનું જ અભિવ્યંજક હેાય તે પાર્થિવ જ હોય. ધ્રાણેન્દ્રિય કેવળ ગંધગુણની જ અભિવ્યજક છે. એટલે તે પાર્થિવ જ છે. જે ધ્રાણેન્દ્રિય પાર્થિવ હોય છે તેમાં ગંધગુણ ઉપરાંત રૂપ વગેરે ગુણો પણ સમવાય સંબંધથી રહે અને તે પછી તે શા માટે વિષયગત રૂ૫ વગેરે ગુણોને અભિવ્યક્ત કરતી નથી ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે એનામાં ગંધગુણને ઉકઈ છે એટલે તે વિષયગત ગંધગુણને અભિવ્યક્ત કરે છે, જ્યારે તેનામાં રૂપ વગેરે ગુણોનો ઉર્ષ નથી એટલે વિગત તે ગુણોને તે. અભિવ્યક્ત કરતી નથી. તેનામાં ગંધગુણનો ઉત્કર્ષ હોવાનું કારણ એ છે કે તેનું સમવાયિકારણે પૃથ્વી છે જ્યારે બીજાં ભૂતે તો માત્ર સંગી છે અને સ્વલ્પ છે. એમ તો શરીર પણ પાર્થિવ છે તો પછી તે કેમ વિષયગત ગંધનું અભિવ્યંજક નથી ? એનું કારણ એ છે કે તેના આરંભક પાર્થિવ અવયવો અન્ય ભૂતોથી અભિભૂત થયેલા છે અર્થાત આ અન્ય જળ વગેરે ભૂતોનું પ્રમાણ વધુ