________________
વૈશેષિકદર્શન
૮૭
છે. ઘાણના આરંભક પાર્થિવ અવયવો અન્ય ભૂતોથી અભિભૂત થયા નથી દેતા કારણ કે આરંભક પાર્થિવ અવયવોનું પ્રમાણ વધુ હોય છે અને અન્ય સંગી ભૂતનું પ્રમાણ ઓછું હોય છે.૨૯
વિષયને અર્થ છે જીવના ઉપભોગનું સાધન.૩૦ વણકથી માંડી બ્રહ્માંડ સુધીનાં બધાં જ કાર્યક્રવ્ય વિષય છે. આ દષ્ટિએ શરીર અને ઇન્દ્રિય પણ વિષય જ ગણાય. પરંતુ શરીર અને ઇન્દ્રિયના ખાસ પ્રજનો ફુટ કરવા માટે તેમને વિષયથી અલગ અલગ વિભાગ ગણાવ્યો છે.૩૧
પાર્થિવ વિષયે પાર્થિવ ગણુક, ચણુક વગેરે ક્રમે જાણવા. પ્રશસ્તપાદ તેમને ત્રણ વિભાગમાં વહેંચે છે—માટી, પથ્થર અને સ્થાવર. પ્રથમ વિભાગમાં ભૂમિરૂપ પ્રદેશ, દીવાલ, ઈટ વગેરેનો સમાવેશ થાય છે. બીજા વિભાગમાં સામાન્ય પથ્થરથી માંડી મણિ, વજ વગેરેનો સમાવેશ થાય છે. ત્રીજા વિભાગમાં ઘાસ, લતા, વૃક્ષ, વગેરેનો સમાવેશ થાય છે.૩૨
જે પોતે સ્વેચ્છાએ ચેષ્ટા ન કરી શકતું હોય તેને સ્થાવર કહેવામાં આવે છે. આ દષ્ટિએ તે ત્રણેય વિભાગને સ્થાવર ગણાય. પરંતુ માટી અને પથ્થરને બીજા વિશિષ્ટ લક્ષણો હોવાથી તેમના બે વિભાગો સ્થાવર-વિભાગથી જુદા ગણાવ્યા છે.૩૩
હકીકતમાં તે ઘાસ, લતા, વૃક્ષ, વગેરેને સ્થાવર વિભાગમાં મૂકવા બરાબર નથી કારણ કે સજીવ શરીરની ચેષ્ટાઓ જેવી ચેષ્ટાઓ તેમનામાં છે જ––ભલે પછી માત્રાનો ભેદ હેય. આ કારણે જ કેટલાક વૈશેષિકે તેમને અયોનિજ ઉભિજજ શરીર તરીકે ગણે છે.
જળ જળમાં રૂપ, રસ, સ્પર્શ ગુણો છે. તેથી તેને જોઈ શકાય છે, ચાખી શકાય છે અને અડી શકાય છે. ઉપરાંત એનામાં દ્રવત્વ (પ્રવાહિતા) અને સ્નિગ્ધત્વ પણ છે.૩૪
(૧) રૂપ-જળનું સ્વાભાવિક રૂપ શુકલ છે. પરંતુ ઉપાધિના સાગથી તેનામાં બીજાં રૂપ પણ જણાય છે. સમુદ્રના પાણીનું નીલ રૂ૫ ઔપાધિક છે.૩૫ વિશુદ્ધ અર્થાત ઉપાધિરહિત જળનું રૂપ તે સદા શુકલ જ હોય છે. .