________________
ષદર્શન
પુરુષબહુત્વ
સાંખ્યદર્શને પુરુષબહુત્વ સ્વીકાર્યું છે. તેના અનુસાર બધાં શરીરોમાં આત્મા એક જ નથી પરંતુ પ્રત્યેક શરીરમાં તે જુદો જુદો છે. સાંખ્યોની દલીલો નીચે પ્રમાણે છે : (૧) જન્મની વ્યવસ્થાને કારણે એ માનવું આવશ્યક છે કે આત્મા અનેક છે.૪૫ જગતમાં ભિન્ન કાળમાં અને ભિન્ન દેશમાં અનેક પુરુષોને જન્મ લેતા આપણે જોઈએ છીએ. જો કે જન્મ આત્માનો નથી થતો, કારણ કે તે અપરિણામી છે, જન્મ તો દેહ જ લે છે તેમ છતાં દેહની સાથે આત્માનો સંબંધ થયા વિના જન્મ થતો નથી, એટલે આત્મામાં જન્મનો વ્યવહાર કરવામાં આવે છે. જો આત્મા એક હોય તો એકના જન્મ સાથે બધાંનો જન્મ થઈ જવો જોઈએ, કારણ કે સંયોગ સંબંધ બંને સંબંધીઓમાં રહે છે. વળી, જો આત્મા એક હોય તો એક કાળે અસ્તિત્વ ધરાવતા બધા જ દેહોનો સંયોગ સંબંધ તેને છે તેમ માનવું પડે અને આમ એક કાળે એકના અનેક જન્મ માનવા પડે. ઉપરાંત, આત્માને એક માનતાં જન્મેલાનો જન્મ માનવાની આપત્તિ આવશે, કારણ કે પ્રથમ ક્ષણે પ્રથમ દેહ સાથેનો થયેલો સંબંધ બીજી ક્ષણે ચાલુ જ હોય છે ત્યારે બીજી ક્ષણે બીજા દેહ સાથે તેનો સંયોગ સંબંધ થાય છે. (૨) મરણની, વ્યવસ્થા પણ આત્મા અનેક માન્યા વિના ઘટતી નથી.૪૬ જો આત્મા એક હોય તો બધાનું મૃત્યુ એક સાથે થવું જોઈએ. વળી, આત્માને એક માનતાં એકના એક કાળે એક પુરુષનાં અનેક મૃત્યુની તેમ જ મરેલાના મૃત્યુની આપત્તિ આવે. (૩) કરણોની વ્યવસ્થા દ્વારા પણ આત્માનું બહુત્વ સિદ્ધ થાય છે.” ચક્ષુ વગેરે તેર કરણો છે. જો આત્મા એક હોય તો વિકલ ચક્ષુરિન્દ્રિયની સાથેનો તેનો સંયોગ બધાંને એક સાથે અંધ બનાવશે. પરંતુ તેવું તો છે નહિ. વળી આત્માને એક માનતાં વિકલ અને અવિકલ ચક્ષુરિન્દ્રિય સાથેનો સંયોગ એક આત્માને એકસાથે દેખતો અને અંધ બનાવી દેશે. પરંતુ જગતમાં તો કોઈ અંધ છે અને કોઈ દેખતો છે, બધાં અંધ નથી કે બધાં દેખતાં નથી, તેમ જ બધાં જ અંધ અને દેખતાં નથી. આવી વ્યવસ્થા આત્માનું બહુત્વ માન્યા સિવાય ઘટશે નિહ. (૪) અયુગપત્ પ્રવૃત્તિ પણ આત્માનું બહુત્વ સિદ્ધ કરે છે.૪૮ પ્રયત્નરૂપ પ્રવૃત્તિ અન્તઃકરણનો ધર્મ છે. પરંતુ અન્તઃકરણનો પુરુષ સાથે સંયોગ સંબંધ હોવાથી અન્તઃકરણગત પ્રવૃત્તિનો પુરુષમાં આરોપ થાય છે. જો આત્મા એક હોય તો ધર્મમાં પ્રવૃત્ત અન્તઃકરણ સાથે તેનો સંયોગ થતાં જગતની બધી વ્યક્તિઓ એક સાથે ધર્મમાં પ્રવૃત્ત થવી જોઈએ. પરંતુ આપણને એવું તો જણાતું નથી. વળી જો આત્મા એક હોય તો ધર્મમાં પ્રવૃત્ત અન્તઃકરણ અને અધર્મમાં પ્રવૃત્ત અન્તઃકરણ એવાં બે અન્તઃકરણો સાથેનો સંયોગ થતાં પ્રત્યેક વ્યક્તિમાં યુગપત્ ધર્મની અને અધર્મની પ્રવૃત્તિ થવી જોઈએ. પરંતુ પરિસ્થિતિ એવી નથી. આ સૂચવે છે કે પુરુષો અનેક છે. (૫) સુખ, દુઃખ અને મોહરૂપ ગુણત્રયનો વિપર્યય અર્થાત્ અન્યથાભાવ દેખાતો હોઈ પુરુષબહુત્વ પુરવાર થાય છે. પુરુષ એક જ હોય તો બધી જ વ્યક્તિઓને સુખ, દુઃખ વગેરે એક સાથે એકસરખાં થવાં જોઈએ. સાંખ્યદર્શન દેવોને સત્ત્વગુણપ્રધાન, મનુષ્યને રજોગુણપ્રધાન અને પશુપક્ષી વગેરેને
८८