________________
૮૯
સાંખ્યદર્શન તમોગુણપ્રધાન ગણે છે. પરંતુ દેવતાનો આત્મા માનવના આત્માથી જો ભિન્ન ન હોય તો આ ભેદ સંભવે નહિ. સત્ત્વબહુલ દેહ, ઇન્દ્રિય વગેરે સહિત જે આત્માનો ઘનિષ્ઠ સંબંધ છે તેને દેવતા કહ્યો છે. ગુણોના તારતમ્ય પ્રમાણે મનુષ્ય, પશુ વગેરે સંજ્ઞાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એટલે, પુરુષબહુવનો સ્વીકાર કરવો જ જોઈએ. (૬) જો આત્માને એક માનવામાં આવે તો પુણ્યવાનું સ્વર્ગમાં જાય છે, પાપી નરકમાં આવા અર્થવાળી શ્રુતિ-સ્મૃતિઓ પણ સંભવે નહીં. આવી શ્રુતિ-સ્મૃતિઓ છે. તેથી સિદ્ધ થાય છે કે પુરુષો અનેક છે.
જો એમ માનવામાં આવે કે પુરુષ એક જ છે અને જન્મમરણની વ્યવસ્થા અનેક ઉપાધિઓના તેની સાથેના સંયોગવિયોગથી ઘટી શકે છે તો કહેવું જોઈએ કે ઉપાધિઓને આધારે આવી વ્યવસ્થા સંભવી શકે નહિઃ (૧) જેમ એક આકાશને અનેક ઉપાધિઓનો સંયોગ એક સાથે હોય છે તેમ એક પુરુષને પણ હોવાનો જ.૫૦ પરિણામે, એક જ પુરુષને વિવિધ જન્મો એક કાળે એક સાથે આવી પડવાના. વળી, એક આકાશને અનેક ઉપાધિઓનો વિયોગ પણ એક સાથે થાય છે તેમ પુરુષને પણ થવાનો જ. પરિણામે એક જ પુરુષને એક સાથે અનેક મરણો આવી પડવાનાં. એટલું જ નહિ પણ એક જ પુરુષને એક કાળે અનેક જન્મો અને અનેક મરણોની આપત્તિ આવશે. આવું જ કરણ વગેરેની બાબતમાં બનવાનું. આમાં વ્યવસ્થા ક્યાં રહી? જેમ એક જ વૃક્ષમાં જ્યારે એક કાળે એક વાનરનો સંયોગ અને બીજા વાનરનો વિયોગ થાય છે ત્યારે તે સંયોગવિયોગને આધારે તે વૃક્ષને વિશે આપણે એવી વ્યવસ્થા નથી કરતા કે એક વૃક્ષ કપિસંયોગી છે અને બીજું વૃક્ષ કપિવિયોગી છે.'' તેમ એક જ પુરુષમાં પણ એક કાળે એક ઉપાધિનો સંયોગ અને બીજી ઉપાધિનો વિયોગ થતાં તે સંયોગવિયોગને આધારે એવી વ્યવસ્થા ના જ થઈ શકે કે એક પુરુષ જન્મે છે અને બીજો મટે છે. (૨) જો અનેક ઉપાધિઓને કારણે જ ઉપાધિવિશિષ્ટ અર્થાત્ જીવ અનેક હોય તો તો ઉપાધિનો નાશ થતાં જીવનો નાશ થઈ જવો જોઈએ. પરંતુ શ્રુતિઓ તો કહે છે કે જીવનો નાશ થતો જ નથી. આમ જીવોનું બહુત ઉપાધિને કારણે નથી જ પરંતુ સ્વાભાવિક છે. ઉપાધિયુક્ત હોય ત્યારે જીવ જીવ કહેવાય છે અને ઉપાધિરહિત હોય ત્યારે તે પુરુષ કહેવાય છે એટલું જ. વળી, જેઓ 'પુરુષને એક માની ઉપાધિવિશિષ્ટને અર્થાત્ જીવને અનેક માને છે તેમને પૂછીએ કે જીવોનો પુરુષથી ભેદ છે કે અભેદ ? ભેદ માનતાં જીવો અચેતન બની જશે અને છેવટે એક પુરુષમાં જ જન્મ-મરણ, બંધ-મોક્ષ, વગેરેની વ્યવસ્થા કરવી જોઈશે પરંતુ તે તો અશક્ય છે. અભેદ માનતાં કાં તો પુરુષો અનેક માનવા પડશે કાં તો ઉપાધિવિશિષ્ટને એક માનવો પડશે. પુરુષને અનેક માનતાં પુરુષબહુત સિદ્ધ થઈ જશે. ઉપાધિવિશિષ્ટને એક માનતાં બંધ, મોક્ષ, વગેરેની વ્યવસ્થા નહિ થઈ શકે. આમ પુરુષને એક અને જીવને અનેક માનતાં અનેક આપત્તિ આવી પડે છે. પરંતુ પુરુષ અને જીવ બનેયને અનેક માનતાં એ આપત્તિઓ આવતી નથી. (૩) જો આત્મા એક જ હોય તો તેમાં બંધ-મોક્ષ વગેરે પરસ્પર વિરોધી ધર્મો એક સાથે સંભવી જ ન શકે. જો કહેવામાં આવે
પ-૭