________________
પદર્શન
પરિણામીપણું આવી જશે એ ભયે પુરુષના ઉચિત સ્વભાવને પણ પુરુષમાં માનતાં કેટલાક સાંગાચાર્યો કેવા ખચકાતા હતા તેનું આ પણ એક ઉદાહરણ છે.
સુખ-દુઃખાકાર બુદ્ધિ છે. બુદ્ધિ પોતે પોતાને ભોગવી ન શકે. બીજી રીતે કહીએ તો સુખ, દુઃખ પોતે પોતાને ભોગવી ન શકે. એટલે, એમનો ભોગવનાર, એમને અનુભવનાર પુરુષ અવશ્ય છે. આ વાત આપણે કરી ગયા છીએ. પુરુષ ભોક્તા છે. અહીં પ્રશ્ન ઊઠે છે કે પુરુષ તો અપરિણામી છે અને તેથી સુખ, દુઃખરૂપે પરિણમ્યા વિના તે કેવી રીતે તેમનો ભોક્તા બની શકે? આના ઉત્તરમાં ભિક્ષુ જણાવે છે કે સુખદુઃખાકાર બુદ્ધિ પુરુષમાં પ્રતિબિંબિત થાય છે અને આમ બુદ્ધિગત સુખ-દુઃખાકારનો તેને અનુભવ થાય છે. તે ભારપૂર્વક કહે છે કે પુરુષમાં પરિણામરૂપ ભોગનો જ નિષેધ છે
જ્યારે પ્રતિબિંબરૂપ ભોગ તો તેનામાં છે જ.” તેને મતે ભોગ પુરુષનિષ્ઠ છે. મિશ્ર આનાથી ઊલટું કહે છે. તેને મતે સુખદુઃખાકાર બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે અને આમ તેને સુખદુઃખનો અનુભવ થાય છે. "મિશ્રસંમત પ્રક્રિયાથી ભોગ બુદ્ધિનિષ્ઠ બને છે; ભોગ બુદ્ધિ જ કરે છે; અલબત્ત, બુદ્ધિમાં તેમને ભોગવવાનું સામર્થ્ય પુરુષનું પ્રતિબિંબ તેનામાં પડવાથી આવે છે; આ કારણે ઉપચારથી પુરુષમાં ભોગ છે એમ કહેવાય છે. ભિક્ષુ મિશ્રના મતની સખત ટીકા કરે છે. તે જણાવે છે કે પુરુષમાં સુખદુઃખાકાર બુદ્ધિનું પ્રતિબિંબ માનતાં તેનામાં પરિણામીપણું આવી જશે એ ભયમાંથી મિશ્રનો મત ઉદ્ભવેલો છે. પરંતુ તુચ્છ અવસ્તુભૂત પ્રતિબિંબને કારણે પુરુષમાં પરિણામીપણું આવી જવાનો ભય અસ્થાને છે. ભોગને પુરુષનિષ્ઠ જ માનવો જોઈએ. સુખ, દુઃખ વગેરેનો અનુભવ પુરુષ જ પામે છે.” બુદ્ધિ વગેરે તો તેના ભોગને સાધી આપનાર સાધનો જ છે. માઠર અને યુક્તિદીપિકાકાર પણ આ જ મત ધરાવે છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે સાંસારિક અવસ્થામાં અર્થાત્ વિવેકોદય ન થાય ત્યાં સુધી પુરુષ સ્વયં સુખ, દુઃખનો અનુભવ કરે છે. એ જ એનો ભોગ છે. બુદ્ધિ વગેરે કારણો ભોગના સાધન માત્ર છે, આધાર નહિ. સુખ-દુઃખાનુભવરૂપ ભોગનો આધાર તો પુરુષને જ ગણવો જોઈએ, બુદ્ધિને નહિ. સુખ, દુઃખ બુદ્ધિના ધર્મો છે એ બરાબર, પરંતુ તેના તે સુખ, દુઃખ ધર્મોનો ભોગવનારો, અનુભવનારો તો પુરુષ જ છે. પુરુષના ભોકતૃત્વની બાબતમાં એક શંકા થવી સ્વાભાવિક છે. પુરુષ તો અકર્તા છે. એટલે તે ભોક્તા બની જ કેવી રીતે શકે? કર્તા એક અને ભોક્તા બીજો એ તો બને જ નહિ. સુખ-દુઃખાકારે પરિણમે બુદ્ધિ અને સુખ, દુઃખનો ભોગ કરે પુરુષ-આ તો વિચિત્ર કહેવાય. એમ માનતાં તો અકૃતાત્માગમ અને કૃતવિનાશરૂપ દોષો આવશે. આનું સમાધાન નીચે પ્રમાણે છે : જેમ રસોયાએ રાંધીને તૈયાર કરેલા ભોજનનો ઉપભોગ તેનો સ્વામી પુરુષ કરે છે. વળી, ઉચ્ચ કક્ષાના પુરુષો પોતાના રસોયાએ તૈયાર કરેલા ભોજનને જ જમે છે, બીજાના રસોયાએ તૈયાર કરેલા ભોજનને જમતા નથી. તેવી જ રીતે પુરુષ પોતાની બુદ્ધિની સુખદુઃખાકાર વૃત્તિને જ ભોગવે છે, અન્યની બુદ્ધિની સુખદુઃખાકાર વૃત્તિને ભોગવતો નથી. ઉપરાંત, પુરુષ બુદ્ધિનો અધિષ્ઠાતારૂપ કર્તા તો