________________
સાંખ્યદર્શન
૮૧
સાથે અવિનાભાવ સંબંધથી રહેનાર વિવેકીત્વ, વિષયત્વ, સામાન્યત્વ, પ્રસવધર્મિત્વ વગેરે ધર્મો પણ પુરુષમાં ન જ રહે એ આપોઆપ ફલિત થઈ જાય છે. (૩)ધષ્ઠાન'–બધી જડ વસ્તુઓનો ચાલક અને નિર્દેશક ચેતન જ હોય છે. રથનો ચલાવનાર ચેતન મનુષ્ય છે. યંત્રોની ક્રિયાઓનો નિયામક ચેતન મનુષ્ય છે. પ્રકૃતિ અને તેના વિકારો જડ છે. તેમની ક્રિયાઓનો નિયામક પણ ચેતન પુરુષ હોવો જ જોઈએ. પ્રયોજનપૂર્વકની બધી જ ક્રિયાઓ ચેતનથી દોરવાતી હોય છે. ષષ્ઠિતસ્ત્રમાં જણાવ્યું છે કે પુરુષથી અધિષ્ઠિત પ્રકૃતિ પ્રવૃત્તિ કરે છે. પ્રકૃતિ સ્વયં ક્રિયાશીલ છે પરંતુ તેને કેમ વાળવી, કઈ દિશામાં વાળવી એ નિયમન પુરુષ કરે છે. પુરુષને પ્રકૃતિની પ્રવૃત્તિના નિયામક તરીકે માનવો જ રહ્યો, કારણ કે પ્રકૃતિની પ્રવૃત્તિ પ્રયોજનપૂર્વકની છે. (૪) મોમવા–પ્રકૃતિ અને તેના વિકારો સુખદુઃખમોહાત્મક છે. આમ સમગ્ર જડા જગત ભોગ્ય છે એટલે એમને ભોગવનાર કોઈ હોવો જોઈએ. સુખ અને દુઃખનો અનુભવનાર સુખ અને દુઃખથી ભિન્ન સ્વીકારવો જોઈએ. સુખ પોતે પોતાને ભોગવતું નથી. દુઃખ પોતે પોતાને ભોગવતું નથી. ભોગ્ય પોતે જ પોતાને ભોગવનાર છે એમ સ્વીકારી શકાય નહિ. એટલે, સુખ અને દુઃખનો ભોગવનારો સુખદુઃખાત્મક નથી એમ માનવું જોઈએ. એવો ભોક્તા એ જ પુરુષ છે. (૫) zમાવત–પ્રકૃતિ અને તેના વિકારો દૃશ્ય છે. બુદ્ધિ પણ ત્રિગુણાત્મક હોવાથી દૃશ્ય છે. દ્રષ્ટા વિના એમને દશ્ય કહી શકાય નહિ. તેથી પ્રકૃતિ વગેરે દૃશ્યથી ભિન્ન દ્રષ્ટા હોવો જોઈએ એ સ્વીકારવું જ જોઈએ. તે દષ્ટા એ જ પુરુષ છે. (૬) કૈવત્યાર્થ પ્રવૃત્તેિ-- મનુષ્યમાં મુક્તિની ઝંખના છે. મુક્તિ એટલે દુઃખત્રયની ખાત્યન્તિક નિવૃત્તિ. જે દુઃખસ્વરૂપ હોય તે દુઃખથી છુટકારો કદી પામી શકે જ નહિ, પરિણામે તેની મુક્તિ સંભવે જ નહિ. જો મુક્તિયોગ્ય તત્ત્વ ના હોય તો મુક્તિ માટેની ચર્ચાઓ અને મુક્તિ માટેનો પ્રયત વ્યર્થ થઈ પડે. એટલે, જે દુઃખ સ્વરૂપ ન હોય એવું કોઈ તત્ત્વ હોવું જ જોઈએ એ સ્વીકાર્યા વિના ચાલે નહિ. તેનો જ દુઃખમાંથી છુટકારો સંભવે. તે છે દુઃખાત્મક પ્રકૃતિથી અને તેના વિકારોથી ભિન્ન પુરુષ.
ચિત્ત ચેતનારૂપ નથી. પુરુષ ચેતનારૂપ છે. આમ બંને એકબીજાથી તદ્દન ભિન્ન સ્વભાવવાળાં છે. પરંતુ ચિત્ત સદાય પુરુષનું પ્રતિબિંબ ધારણ કરીને રહે છે. બીજા શબ્દોમાં, ચિત્ત હંમેશાં પુરુષના ચેતનાપ્રકાશથી પ્રકાશમાન હોય છે. એટલે, એ ચેતના સ્વરૂપ ન હોવા છતાં ચેતનસ્વરૂપ લાગે છે. આથી કેટલાકને એવો ભ્રમ થાય છે કે ચિત્તથી અતિરિક્ત પુરુષ જેવું કોઈ તત્ત્વ નથી. પરંતુ હકીકતમાં ચિત્તથી પુરુષ સ્વતન્ન તત્ત્વ છે. ચિત્ત સંઘાતરૂપ છે. વળી તે દેહ, ઇન્દ્રિય વગેરેના સહકારથી કાર્ય કરે છે. એટલે તે પરાર્થ હોવું જોઈએ. આ “પર” તે અસંહત પુરુષ. અને તેના જે અર્થ યા પ્રયોજન ચિત્ત સાધી આપે છે તે છે ભોગ અને અપવર્ગ. સુખાકાર ચિત્ત ચિત્તના પોતાના ભોગ માટે નથી તેમ જ તત્ત્વજ્ઞાનાકાર ચિત્ત ચિત્તના પોતાના અપવર્ગ માટે નથી. જેના ભોગ અને અપવર્ગ માટે તે છે તે છે અસંહત પુરુષ.”