________________
અધ્યયન ૬ પુરુષ
પ્રકૃતિથી અને તેના વિકારોથી અતિરિક્ત પુરુષ (આત્મા) નામનું એક સ્વતંત્ર તત્ત્વ છે. પુરુષનું અસ્તિત્વ નિર્વિવાદ છે. હું જાણું છુંઆવા અનુભવ ઉપરથી પુરુષનું અસ્તિત્વ સિદ્ધ થાય છે જ.' વળી, ‘હું - આવો અનુભવ પ્રત્યેક વ્યક્તિને થાય છે. આ અનુભવ સહજ અને સ્વાભાવિક છે. એને માટે કોઈ પ્રમાણ આપવાની જરૂર નથી: હું છું કે નહિ એવો પોતાના અસ્તિત્વ વિશે સંશય કોઈનેય થતો નથી. વળી, એવો સંશય પણ સંશય કરનાર વિના સંભવે જ નહિ એટલે, સાંખ્યનું કહેવું છે કે પુરુષનું અસ્તિત્વ સ્વયંસિદ્ધ છે અને એની સત્તાનો કોઈ પણ રીતે નિષેધ કરી શકાતો નથી. તેમ છતાં પુરુષના અસ્તિત્વ વિશે જેમને સંશય છે તેમના સંશયનું નિરાકરણ કરવા સાંગાચાર્યો કેટલીક દલીલો આપે છે. (૧) સંથાતીર્થત્વ –સંઘાતનો અર્થ છે સમુદાય. પ્રકૃતિ અને તેના વિકારો ત્રણ ગુણોના સમુદાયરૂપ છે. જે વસ્તુ સંઘાતરૂપ હોય છે તે કોઈ બીજાને માટે અસ્તિત્વ ધરાવે છે. રથ, પલંગ, ઘર વગેરે સંઘાતરૂપ છે. એટલે તેમનું અસ્તિત્વ બીજાને માટે છે. રથે આરૂઢ થનાર, પલંગમાં શયન કરનાર, ઘરમાં રહેનાર મનુષ્યનું પ્રયોજન સાધી આપવા જ રથ, પલંગ વગેરેનું અસ્તિત્વ છે. પ્રકૃતિ અને વિકારો સંઘાતરૂપ હોઈ તેમનું અસ્તિત્વ પણ તેમનાથી ભિન્ન કોઈ તત્ત્વ માટે હોવું જોઈએ. અને આ તત્ત્વ એ જ પુરુષ છે. (૨) ત્રિગુણાિિવપર્યય—શંકા કરવામાં આવે છે કે પ્રકૃતિ અને તેના વિકારો એકબીજા માટે છે એમ કેમ ન મનાય ? એક સંઘાતરૂપ વસ્તુ બીજી સંઘાતરૂપ વસ્તુ માટે અસ્તિત્વ ધરાવે છે એમ શા માટે નથી માનતા ? સંઘાત પરાર્થે છે એ વાત ખરી, પરંતુ તે “પર” સ્વયં સંઘાતરૂપ છે એમ માનીએ તો પુરુષને માનવાની જરૂર ક્યાં રહી? આનો ઉત્તર નીચે પ્રમાણે છે. એક સંઘાતરૂપ વસ્તુ બીજી સંઘાતરૂપ વસ્તુને માટે અસ્તિત્વ ધરાવે છે એવું માનતાં બીજી સંઘાતરૂપ વસ્તુનું અસ્તિત્વ ઘટાવવા ત્રીજી સંઘાતરૂપ વસ્તુ માનવી પડશે અને આ પ્રક્રિયા અટકશે નહિ; આમ અનવસ્થાદોષ આવશે. વ્યવસ્થા સંભવતી હોય તો. કલ્પનાગૌરવવાળી અને અનવસ્થાદોષયુક્ત આવી કલ્પના કરવી યોગ્ય નથી. એક સંઘાતરૂપ વસ્તુ બીજી તેવી વસ્તુનું પ્રયોજન સાધી આપવા અસ્તિત્વ ધરાવે છે એવું કલ્પવું તર્કગમ્ય નથી. સંઘાતરૂપ વસ્તુ અસંઘાતરૂપ વસ્તુને માટે અસ્તિત્વ ધરાવે છે એમ માનવું યુક્તિયુક્ત છે. અસંઘાતરૂપ યા અસંહત તત્ત્વ એ જ પુરુષ. પુરુષ સત્ત્વ, રજસ્ અને તમસૂના સંઘાતરૂપ નથી. પુરુષ સંઘાતરૂપ ન હોઈ તેનું અસ્તિત્વ પરાર્થે નથી. એટલે, અહીં અનવસ્થાદોષ આવતો નથી. પુરુષ ત્રિગુણાત્મક ન હોઈ ત્રિગુણાત્મકતાની