________________
૭૪
પડ્રદર્શન સાંગાચાર્યો જણાવે છે કે પુરુષભેદે અને સર્ગભેદે મૂલ પ્રકૃતિમાં કોઈ ભેદ આવતો નથી એને જ સાંખ્યદર્શનમાં પ્રકૃતિનું એકત્વ ગયું છે. (૫) મહત્તત્ત્વ વગેરે વ્યક્ત કાર્યો કારણને આશ્રીને રહે છે, પરંતુ મૂલ પ્રકૃતિનું કોઈ કારણ ન હોઈ તે કારણરૂપ આશ્રયમાં રહેતી નથી. (૬) મહત્તત્ત્વ વગેરે વ્યક્ત તત્ત્વો મૂલ પ્રકૃતિના અનુમાપક છે, જ્યારે મૂલ પ્રકૃતિ સ્વયં મૂલ પ્રકૃતિની અનુમાપક નથી. (૭) વ્યક્ત તત્ત્વો સાવયવ છે જ્યારે અવ્યક્ત મૂલ પ્રકૃતિ નિરવયવ છે. ૯ ભિક્ષુને મતે આનો અર્થ એ છે કે સત્ત્વ વગેરે મૂળ દ્રવ્ય વ્યકત તત્ત્વોનાં આરંભક યા ઉત્પાદક છે જ્યારે તે મૂલ પ્રકૃતિનાં આરંભક નથી. વનનાં અંશભૂત વૃક્ષો વનનાં આરંભક નથી પણ તેમનો સમુદાય સ્વયં વન છે. તેવી જ રીતે, મૂલ પ્રકૃતિના અંશભૂત સત્ત્વ, રજસ અને તમસ્ તેના આરંભક નથી પરંતુ તેમનો સમુદાય સ્વયં મૂલ પ્રકૃતિ છે.” વાચસ્પતિ અને જુદી જ રીતે સમજાવે છે. તેમનું અર્થઘટન જોઈએ. સાવયવતા એટલે સંયોગનો સંભવ અને નિરવયવત્વ એટલે સંયોગનો અસંભવ. પરસ્પર વિચ્છિન્ન બે વસ્તુઓનો સંયોગ દેખાય છે. પૃથ્વીનો પાણી સાથે સંયોગ છે, બુદ્ધિનો ઇન્દ્રિય સાથે, ઇન્દ્રિયનો વિષય સાથે, વગેરે. બીજી બાજુ, મૂળ પ્રકૃતિની સાથે બુદ્ધિ વગેરેનો સંયોગ સંભવતો નથી કારણ કે મૂલ પ્રકૃતિ સાક્ષાત્ ભાવે યા પરંપરાથી મહતું વગેરે વ્યક્ત તત્ત્વોનું ઉપાદાનકારણ છે અને ઉપાદાનકારણ સાથે કાર્યનો કદી સંયોગ સંભવે નહિ. અપ્રાપ્તિપૂર્વકની પ્રાપ્તિને સંયોગ કહેવાય છે. સત્કાર્યવાદીને મતે કાર્ય જેમ કારણાત્મક છે તેમ કારણ પણ કર્યાત્મક છે. તેથી કાર્ય અને કરણ વચ્ચે અપ્રાપ્તિપૂર્વકની પ્રાપ્તિરૂપ સંયોગ સંભવતો નથી.” વધારામાં, વિચ્છિન્ન બે વસ્તુઓનું પરસ્પર મિલન યા અવિચ્છેદ તેને સંયોગ કહેવામાં આવે છે. જે પૂર્ણ છે તેનો કદી વિચ્છેદ થાય જ નહિ અને તેથી તેની બાબતમાં સંયોગ સંભવે નહિ. મહત્ત્વ વગેરે વ્યક્ત તત્ત્વોની બાબતમાં સંયોગ સંભવે છે કારણ કે તેઓ પૂર્ણ નથી તેમજ સમગ્ર જગતનું ઉપાદાનકારણ નથી. (૮) મહતું વગેરે બધાં જ વ્યક્તિ તત્ત્વો મૂળ પ્રકૃતિના બળે પુષ્ટ થઈને પોતાના કાર્યને ઉત્પન્ન કરે છે. અન્યથા તેઓ ક્ષીણ થઈ જાય અને કાર્યોત્પાદનમાં શક્તિહીન બની જાય. મહત્તત્વ મૂલ પ્રકૃતિની સહાયથી અહંકારને ઉત્પન્ન કરે છે, અહંકાર મૂલ પ્રકૃતિની સહાયથી ઇન્દ્રિયો અને તન્માત્રોને ઉત્પન્ન કરે છે, અન્ય તત્ત્વો પણ આ જ રીતે પોતપોતાના કાર્યને ઉત્પન્ન કરે છે. આથી ઊલટું, મૂલ પ્રકૃતિ સ્વશક્તિથી જ પોતાના કાર્યને ઉત્પન્ન કરે છે. આમ વ્યક્ત તત્ત્વો પરસન્ન છે,
જ્યારે મૂલ પ્રકૃતિ સ્વતંત્ર છે. માઠરાચાર્ય કહે છે કે બુદ્ધિ મૂલ પ્રકૃતિને અધીન છે, અહંકાર બુદ્ધિને અધીન છે, ઇન્દ્રિયો અને તન્માત્રો અહંકારને અધીન છે અને મહાભૂતો તન્માત્રોને અધીન છે. પરંતુ મૂલ પ્રકૃતિ તો સ્વાધીન છે.
અવ્યક્ત મૂલ પ્રકૃતિથી મહતું વગેરે વ્યક્ત તત્ત્વો વિભિન્ન ધર્મવાળા હોવા છતાં કેટલીક બાબતોમાં તેમની વચ્ચે સમાનતા છે : (૧) પાંચ મહાભૂતોથી માંડી મૂળ પ્રકૃતિ સુધી બધાં જ તત્ત્વો સુખદુઃખમોહાત્મક છે. મહત્ વગેરે વ્યક્ત તત્ત્વોને સુખ-દુઃખમોહાત્મક કહ્યાં છે કારણ કે તે બધાં સુખ, દુઃખ અને મોહના જનક છે. એકની એક વસ્તુ એક વ્યક્તિને સુખનું, બીજને દુઃખનું અને ત્રીજીને મોતનું કારણ બને છે એ તો
બીન છે ૩૩