________________
દુઃ
ષદર્શન
આ અનન્ત વ્યક્તિઓ ધરાવતા ત્રણ ગુણો પરસ્પર સંયોગ-વિભાગ અને ડ્રાસ-વૃદ્ધિ દ્વારા કાર્યવૈચિત્ર્યનું સર્જન કરે છે. જો ત્રણ ગુણોમાંથી પ્રત્યેકની સંખ્યા એક એક જ હોત તો ‘ગુણવિમર્દને પરિણામે કાર્ય વૈચિત્ર્ય છે' એ સિદ્ધાંત બની શકત નહિ. સત્ત્વ આદિની એક એક વ્યક્તિ જ સ્વીકારીએ તો તેમની વૃદ્ધિ-હાનિ, ન્યૂનાધિકતા સંભવે જ નહિ. વળી, તેમની એક એક સંખ્યા માનતાં તેમની અન્યોન્યમિથુનવૃત્તિ પણ સંભવશે નહિ.
સત્ત્વ, રજસ્ અને તમન્ના અનેક પ્રકાર છે. કેટલાક અણુપરિમાણવાળા છે, અને કેટલાક વિભુપરિમાણવાળા છે. પરંતુ મધ્યમપરિમાણવાળો કોઈ ગુણ હોતો નથી કારણ કે તેનું મધ્યમપરિણામ માનતાં ઘટાદિની જેમ તે સાવયવ બની જાય અને પરિણામે તેનામાં અનિત્યતા આવી જાય.॰ સાંખ્યને ગુણની અનિત્યતા ઇષ્ટ નથી. મૂલ પ્રકૃતિથી ઉત્પન્ન જે વૈષમ્યાવસ્થાપન્ન સત્ત્વ આદિ છે તે તો મધ્યમ પરિમાણવાળા પણ મનાયા છે. આમ સત્ત્વ આદિ અનેક પ્રકારના સિદ્ધ થાય છે. અહીં એક શંકા થાય છે કે જો સત્ત્વ આદિ અનેક પ્રકારના હોય તો તેમને ત્રણ જ કેમ કહ્યા ? આ શંકાનું સમાધાન એ છે કે જેવી રીતે વૈશેષિકોના મતમાં પૃથ્વી, જલ, વગેરે દ્રવ્યોમાંથી પ્રત્યેક દ્રવ્ય નિત્ય, અનિત્ય, શરીર, ઇન્દ્રિય અને વિષયના ભેદથી અનેક પ્રકારનું હોવા છતાં પૃથ્વીત્વ વગેરે દ્રવ્યવિભાજક ઉપાધિ નવ જ હોવાને લીધે દ્રવ્યો નવ જ મનાયા છે તેવી રીતે ગુણત્વવિભાજક સત્ત્વત્વ, રજસ્વ અને તમહ્ત્વ આ ત્રણ જ ઉપાધિ હોવાથી ‘ગુણો ત્રણ જ છે’ એવો વ્યવહાર લોકમાં થાય છે.૩૧
લક્ષણભેદે વસ્તુભેદ છે. એટલે, લઘુતા અને પ્રકાશ એ બે લક્ષણોના ભેદને કારણે એક સત્ત્વગુણના સ્થાને બે ગુણો માનવા પડશે. અને આ તર્કથી છ ગુણો માનવાની આપત્તિ આવશે. આ આપત્તિ ટાળવા જો કહેવામાં આવે કે લઘુતા અને પ્રકાશ એ બેનો અભેદ છે તો પ્રશ્ન થાય છે કે તે બેને જુદા જુદા કેમ ગણાવ્યા છે ? આ દોષમાંથી બચવા જો એવો જવાબ આપવામાં આવે કે તે નામથી જ પૃથક્ છે પરંતુ તે પૃથક્ ગૃહીત થતા નથી તો લઘુત્વ, પ્રકાશ, ઉપષ્ટમ્ભક્તા, ચલતા, ગુરુતા અને વરણતા એ છના વિશે પણ એમ જ માનવું પડે અને પરિણામે ત્રણને બદલે એક જ ગુણ માનવો પડે.
યુક્તિદીપિકાકાર આના ઉત્તરમાં નીચે પ્રમાણે ખુલાસો કરે છે. ભિન્ન ભિન્ન વસ્તુઓ અર્થાત્ દ્રવ્યો વચ્ચે જ ગુણપ્રધાનભાવ હોય છે. અહીં લઘુતા અને પ્રકાશ વચ્ચે ગુણ-પ્રધાનભાવ સંભવતો નથી. એટલે, તે બે જુદા દ્રવ્યો નથી પણ એક દ્રવ્યના બે ધર્મો છે. વળી, એવો નિયમ નથી કે જેટલા ધર્મો હોય તેટલા જ ધર્મી અર્થાત્ દ્રવ્યો હોવા જોઈએ. ઉપરાંત, લક્ષણભેદે વસ્તુભેદ માનતાં સાંખ્યોએ, તેઓ બધી જ વસ્તુઓમાં સ્વલક્ષણ (વિશેષ) અને સામાન્યલક્ષણ (સામાન્ય) માનતા હોઈ, એક જ વસ્તુમાં સ્વ(વિશેષ)ને સામાન્યથી અત્યન્ન ભિન્ન માનવું પડે, જે એમને ઇષ્ટ નથી. આથી સિદ્ધ થાય છે કે ગુણો ત્રણ જ છે, વધુ કે ઓછા નથી.૩૨