________________
૬૪
પદર્શન કોઈ વિષય નથી જ્યાં તે ત્રણેય ન હોય (ર્વે સર્વત્ર મન:). તેમનો આ સહચાર કે સંયોગ અનાદિ છે. એવો કોઈ કાળ નથી કે જ્યારે તેમનો સંયોગ ન હોય. અને આ. સંયોગ અનન્ત પણ છે. તેમનો વિયોગ કદી થવાનો નથી. આ સંદર્ભમાં શરૂઆતમાં ઉલ્લિખિત હકીકતની નોંધ લઈએ. ત્યાં તો કહ્યું છે કે ગુણો પરસ્પર સંયોગવિભાગશીલ છે. આનો મેળ ઉપરની વાત સાથે કેવી રીતે ખાશે? અહીં એક વાત ધ્યાનમાં રાખીએ કે પ્રત્યેક ગુણ વ્યક્તિ અનન્ત સંખ્યામાં છે, એટલે સત્ત્વગુણની એક વ્યક્તિની સાથે રજોગુણની કોઈ ને કોઈ એક વ્યક્તિ અને તમોગુણની કોઈ ને કોઈ એક વ્યક્તિ હોવાની જ, ભલેને તેમનો સંયોગ-વિભાગ થયા કરે. જો ગુણોની સંખ્યા એક એક જ હોત તો તેમને પરસ્પર સંયોગવિભાગશીલ માનતાં તેમની અન્યોન્યમિથુનવૃત્તિ સંભવી શકત નહિ.
ગુણો પરસ્પર વિરોધી સ્વભાવવાળા હોવા છતાં કાર્યકાળ તેઓ એકબીજાનો વિરોધ કરતા નથી, પરંતુ જીવના ભોગ અને અપવર્ગરૂપ પ્રયોજનને સાધવા માટે તેના અદૃષ્ટને વશ થઈ સાથે મળી કાર્ય કરે છે. આના ઉદાહરણરૂપે વાત-પિત્ત-કફ અને વાટ-તેલઅગ્નિનો ઉલ્લેખ કરી શકાય. વાત, પિત્ત અને કફ પરસ્પર વિરોધી ધર્મવાળા હોવા છતાં સાથે મળી જીવના શરીરની રક્ષા કરે છે. કોડિયાની જ્યોત ઉપર જ તેલ નાખતાં જ્યોત હોલવાઈ જાય છે. વાટ તેલનું શોષણ કરે છે. અગ્નિ રૂની વાટને બાળીને ભસ્મ કરી નાખે છે. આમ વાટ, તેલ અને અગ્નિ પરસ્પર વિરોધી હોવા છતાં સાથે મળી પ્રકાશ આપે છે. યુક્તિદીપિકામાં આ બાબતે વિશેષ ચર્ચા છે. ત્યાં કહ્યું છે કે પરસ્પરવિરોધી સમબળવાળી બે વિરોધી વસ્તુઓ કાર્યકાળે એકબીજાની બાધા કરવા શક્તિમાન હોય છે; પરંતુ બેમાંથી એક પ્રબળ હોય અને બીજી દુર્બળ હોય તો બાધા ઉત્પન્ન થતી નથી; એટલું જ નહિ પણ જે દુર્બળ હોય છે તે પ્રબળની સાથે રહી કાર્યોત્પત્તિમાં તેને સહાય કરે છે. જળ અને અગ્નિ પરસ્પર વિરોધી છે. પરંતુ તે બંને સાથે મળી પાકકાર્ય નિષ્પન્ન કરે છે. અહીં અગ્નિનું પ્રાબલ્ય અને જળનું દૌર્બલ્ય છે. અગ્નિની સાથે ઘનિષ્ઠભાવે સંબંધમાં રહી જળ પાકકાર્યમાં સહાય કરે છે. જળની સહાય વિના કેવળ અગ્નિથી પાકકાર્ય સિદ્ધ થતું નથી. બીજી બાજુ, જો જળ અને અગ્નિ બંને પ્રબળ હોય તો તેઓ એકબીજાની બાધા કરે છે અને અભીષ્ટ કાર્ય સંપન્ન થતું નથી.
જો એકબીજાની સહાયથી ત્રણેય ગુણો બધાં જ કાર્યો કરતા હોય તો તો સત્ત્વ વગેરે પણ ક્રિયા વગેરેનાં કારણો બને અને પરિણામે સત્ત્વ વગેરેને સક્રિયત્ન વગેરે પ્રાપ્ત થતાં પ્રકાશ, સક્રિયતા અને ગુરુત્વ વગેરે ધર્મોનો સંકર આવી પડે. આનું સમાધાન નીચે પ્રમાણે છે. સત્ત્વ આદિ ગુણોમાંથી એક પ્રબળ થઈ બીજા બેને અભિભૂત કરે છે ત્યારે એકની શક્તિ બીજાની શક્તિ સાથે સંકીર્ણ થતી નથી, પરંતુ દરેકની શક્તિ પૃથક પૃથફ જ રહે છે. શ્વેત, રક્ત અને કૃષ્ણ તંતુઓના બનેલા એક દોરડામાં શ્વેત, રક્ત અને કૃષ્ણ વર્ણો જેમ પૃથક પૃથક્ રહે છે તેમ વિકારરૂપ કાર્યમાં ઉપાદાનભૂત ગુણોની શક્તિઓ પૃથક પૃથક જ રહે છે. કાર્યઅસાકર્ષ ઉપરથી શક્તિઅસાકર્ષનું