________________
સાંખ્યદર્શન
પ૯ વસ્તુ દેખાતી નથી; જેમ કે વરસાદનું પાણી સરોવરમાં પડતાં સરોવરના પાણીથી વરસાદના પાણીને અલગ દેખી શકતા નથી. (૪) અભિભવ. અભિભાવને કારણેય વસ્તુની ઉપલબ્ધિ થતી નથી; જેમ કે પ્રખર સૂર્યના પ્રકાશમાં ગ્રહ-નક્ષત્રસમૂહ દૃષ્ટિગોચર થતો નથી. (૫) અનુત્પત્તિ. અનુત્પત્તિને કારણે પણ વસ્તુ દેખાતી નથી; જેમ કે દૂધમાં દહીં હોવા છતાં દહીં પોતાની ઉત્પત્તિ પહેલાં દેખાતું નથી. વળી, (૬) ઇન્દ્રિયવિકલતા (અંધાપો, બહેરાપણું વગેરે), (૭) અન્યમનસ્કતા, (૮) વસ્તુની સૂક્ષ્મતા, અને (૯) અન્ય વસ્તુનું વ્યવધાન-આ બધાં પણ પદાર્થની પ્રત્યક્ષોપલબ્ધિ ન થવામાં કારણભૂત છે.
આ બધામાંથી સૂક્ષ્મતા એ પ્રધાન, પુરુષ વગેરેનું પ્રત્યક્ષ ન થવામાં કારણ છે; એમનો અભાવ એમનું પ્રત્યક્ષ ન થવામાં કારણ નથી. કાર્ય દ્વારા પ્રકૃતિનું અસ્તિત્વ અનુમિત થાય છે; કાર્ય દ્વારા મહત્તત્ત્વ વગેરેનું અસ્તિત્વ અનુમિત થાય છે. ભોગ્ય વસ્તુ ઉપરથી ભોક્તા પુરુષનું અસ્તિત્વ અનુમાનથી સિદ્ધ થાય છે. તેથી આ બધાં અસતુ યા મિથ્યા નથી. શબ્દપ્રમાણથી એટલે કે આગમ પ્રમાણથી પણ એમનું અસ્તિત્વ સિદ્ધ થાય છે.
પાદટીપ १ दिक्कालावाकाशदिभ्यः । सां० सू० २.१२ । ૨ તા. ૦ |
3 सर्वेषां गोघटादीनां स्थूलतेन्द्रियग्राहयता च समेति न तत्त्वान्तरम् । सां० त० को० ३ । .... ४ तत्त्वान्तरोपादानत्वं च प्रकृतित्वमिहाभिप्रेतमिति । सां० त० कौ० ३ । * ૫ ગણી પ્રકૃતી: I તત્ત્વ સમસૂત્ર ૨ | - स तु द्विविधः. - आ सर्गप्रलयात् तत्त्वानां, किञ्चित्कालान्तरावस्थानात् इतरेषाम् ।
युक्तिदी० १० । ___७ आप्रलयं तिष्ठति यत् सर्वेषां भोगदायि भूतानाम् ।
तत् तत्त्वमिति प्रोक्तं न शरीरघटादि तत्त्वमतः ॥ तत्त्वप्रकाश ६.३ । ८ प्रलये प्रवाहविच्छेद इति । अनिरुद्धवृत्ति ५.१५ । ૯ સાં 10 ૭-૮ |