________________
અધ્યયન ૩ તત્ત્વપરિચય
સાંધ્યદર્શન પચીસ તત્ત્વો સ્વીકારે છે. જડ જગતનાં મૂળ તત્ત્વો ચોવીસ છે. તેમનાથી ભિન્ન આત્મતત્ત્વ એક છે. બધાં મળી કુલ ૨૫ તત્ત્વો થાય. આ તત્ત્વો છે(૧) પ્રકૃતિ, (૨) મહત્, (૩) અહંકાર, (૪) - (૮) પાંચ જ્ઞાનેન્દ્રિયો - ચક્ષુ, શ્રોત્ર, પ્રાણ, રસના, સ્પર્શનેન્દ્રિય, (૯) - (૧૩) પાંચ કર્મેન્દ્રિયો-વા, હાથ, પગ, ગુદા, જનનેન્દ્રિય, (૧૪) મન, (૧૫) – (૧૯) પાંચ તન્માત્રો - શબ્દ, સ્પર્શ, રૂપ રસ, ગન્ધ, (૨૦) - (૨૪) પાંચ મહાભૂતો - પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશ અને (૨૫) પુરુષ. દિક્ અને કાળ સાંખ્યમતે પૃથક્ તત્ત્વો નથી. તે બન્ને આકાશાન્તગર્ત છે.'
પૂર્વોક્ત પચીસ તત્ત્વોને સાંખ્યો ચાર વિભાગમાં વહેંચે છે : (૧) કેવળ પ્રકૃતિ (કેવળ કારણ, કાર્ય નહિ), (૨) પ્રકૃતિ-વિકૃતિ (કારણ અને કાર્ય બંનેય), (૩) કેવળ વિકૃતિ (વળ કાર્ય), (૪) અનુભય (ન પ્રકૃતિ ન વિકૃતિ-કારણેય નહિ અને કાર્યેય નહિ).
કેવળ પ્રકૃતિને જ મૂળ પ્રકૃતિ યા પ્રધાન કહે છે, કારણ કે નિખિલ જડ જગતનું મૂળ ઉપાદાનકારણ તે છે. તેનું કોઈ કારણ નથી. તેનું કારણ માનતાં અનવસ્થાદોષ આવે. પ્રકૃતિશબ્દની વ્યુત્પત્તિ છે- ‘પ્રર્ભેળ રોત્તિ વાર્થમુત્પાયતિ રૂતિ પ્રકૃતિઃ' અર્થાત્ જે પોતાનાથી ભિન્ન તત્ત્વાન્તરને ઉત્પન્ન કરે તે જ પ્રકૃતિ. અહીં ‘પ્ર’ઉપસર્ગથી જે પ્રકર્ષ સૂચવાય છે તે છે તત્ત્વાન્તરારંભકત્વ. સ્થૂલ પૃથ્વી વગેરે પાંચ ભૂતોમાંથી ગાય, ઘટ, વૃક્ષ વગેરેની ઉત્પત્તિ થાય છે. વળી, ગાયમાંથી દૂધ, દૂધમાંથી દહીં, દહીંમાંથી ઘી વગેરે પેદા થાય છે. તેવી જ રીતે વૃક્ષમાંથી બીજ, બીજમાંથી અંકુર, વગેરે જન્મે છે, અને માટીમાંથી ઘડો ઉત્પન્ન થાય છે. તેમ છતાં ગાય, દૂધ, બીજ, ઘટ વગેરેને પૃથ્વી વગેરે પાંચ ભૂતોથી સ્વતન્ત્ર તત્ત્વો ગણ્યાં નથી. શા માટે ? કારણ કે પૃથ્વી વગેરેની અને તેમના વિકારોની સ્થૂલતાની માત્રા એકસરખી છે - ઓછીવધતી નથી. માટીની સ્થૂલતા અને ઘટની સ્થૂલતામાં કોઈ ભેદ નથી. એટલે જ, માટીથી ભિન્ન ઘટ નામનું કોઈ તત્ત્વ નથી. પાંચ ભૂતોમાંથી ઉત્પન્ન થતાં કાર્યો તત્ત્વાન્તર ન હોઈ પાંચ ભૂતો તત્ત્વાન્તરને ઉત્પન્ન કરનાર ગણી શકાય નહિ; પરિણામે પાંચ ભૂતોને અને તેમનાં કાર્યોને કોઈ રીતે તાત્ત્વિક યા મુખ્ય અર્થમાં પ્રકૃતિ કહી શકાય નહિ. આમ એ સિદ્ધ થયું કે પોતાનાથી ભિન્ન તત્ત્વાન્તરને ઉત્પન્ન કરે તે પ્રકૃતિ. એ પ્રકૃતિનું સામાન્ય લક્ષણ છે.’
ઉક્ત પ્રકૃતિનું લક્ષણ આઠપ તત્ત્વોમાં જ ઘટે છે. આ આઠ તત્ત્વો છે-પ્રધાન, મહત્, અહંકાર અને પાંચ તન્માત્રો. પ્રધાનમાંથી મહત્ ઉત્પન્ન થાય છે. મહત્ પ્રધાનથી ભિન્ન તત્ત્વ મનાય છે, એટલે તત્ત્વાન્તરનું ઉત્પાદક હોવાથી પ્રધાન મહત્ની પ્રકૃતિ છે
2-21