________________
ષદર્શન
૫૫
પૂર્વોક્ત પરિણામો યથેચ્છભાવે થતા નથી. તેઓ નિયતક્રમ પ્રમાણે જ થાય છે. પ્રથમ ધર્મપરિણામ લઈએ. મૂર્તિકાચૂર્ણ, મૃત્કિંડ, મૃત્યુપાલ, ઘટ આ ધર્મો છે. પ્રથમ માટી ચૂર્ણરૂપે હોય છે, ત્યારપછી એ જ માટી પિંડરૂપ ધારણ કરે છે, ત્યાર પછી એ જ માટી કપાલરૂપ બને છે અને છેવટે તે જ માટી ઘટરૂપ ધારણ કરે છે. આમ અહીં ઘટાવિર્ભાવમાં એક સુશૃંખલક્રમ દેખાય છે. અહીં ચૂર્ણમૃત્ અને પિંડમૃત્નો જે ક્રમ છે તે જ ક્રમ ચૂર્ણમૃત્ અને કપાલભૃતનો નથી. ચૂર્ણમૃત્ની અવ્યવહિત ઉત્તરે પિંડમૃત્ છે જ્યારે ચૂર્ણમૃતની અવ્યવહિત ઉત્તરે કપાલમૃત નથી. આ ક્રમભેદ ઉપરથી ધર્મના ભેદો પડે છે.૫૬ આવિર્ભાવના ક્રમથી ઊલટો લયનો ક્રમ છે. ઘટમાંથી કપાલમૃત, કપાલભૃતમાંથી ચૂર્ણમૃત વગેરે. આ થયો ધર્મપરિણામક્રમ.
૪૮.
૫૭
હવે લક્ષણપરિણામ લઈએ. અહીં એક લક્ષણમાંથી બીજા લક્ષણમાં જવું ક્રમ છે. ધર્મમાં અનાગતલક્ષણ પછી વર્તમાનલક્ષણ અને વર્તમાનલક્ષણ પછી અતીતલક્ષણ વ્યક્ત થાય છે. પૂર્વવર્તી લક્ષણનો પરવર્તી લક્ષણ સાથે પૂર્વ-અપરભાવ ક્રમ છે. અતીતનો પરવર્તી ક્રમ નથી, કારણ કે અતીત ધર્મ બીજા કોઈ લક્ષણમાં પ્રવેશતો નથી. કેવળ અનાગત અને વર્તમાનને જ આવો ક્રમ છે. ધર્મમાં અતીતલક્ષણ આવિર્ભાવ પામે છે ત્યારે ધર્મ ધર્મીમાં વિલીન થઈ જાય છે. એટલે અતીતલક્ષણને ઉપર દર્શાવેલો ક્રમ નથી. અનાગતને અનુસરે છે વર્તમાન અને વર્તમાનને અનુસરે છે અતીત. અતીતને કોઈ અનુસરતું નથી. અતીતને વર્તમાન અનુસરતો નથી. વર્તમાનનો પૂર્વવર્તી સ્તર અતીત નથી. અનાગતલક્ષણનો ત્યાગ કરી વર્તમાનમાં પ્રવેશવું એ એક ક્રમ છે અને વર્તમાનલક્ષણનો ત્યાગ કરી અતીતમાં પ્રવેશવું એ બીજો ક્રમ છે. આ સિવાય ત્રીજો કોઈ ક્રમ નથી.૫૮ આ થયો લક્ષણપરિણામ.
હવે અવસ્થાપરિણામ લઈએ. નવાપણું, જૂનાપણું, વગેરે જે અવસ્થાપરિણામ છે તે પ્રતિક્ષણપરિણામ છે. અહીં કાલિક ક્ષણોમાં રહેલો પૂર્વોપરક્રમ અવસ્થાઓના પૂર્વાપર ક્રમને સિદ્ધ કરે છે. આ થયો અવસ્થાપરિણામક્રમ.
૧૯
સાંખ્ય પરિણામવાદ ઉપરથી એવું ફલિત થાય છે કે દ્રવ્ય અને તેની શક્તિના જથ્થામાં કોઈ ન્યૂનાધિકતા થતી નથી. બધાં જ કાર્યો પોતપોતાના કારણમાં અસ્તિત્વ ધરાવે જ છે. માત્ર તેમનો આવિર્ભાવ-તિરોભાવ થયા કરે છે. પરમાર્થ દૃષ્ટિએ ખરું કારણ તો ગુણો જ છે. સાંખ્ય-યોગ પરિભાષામાં જેમને ધર્મો કહ્યા છે તે વિકારો હકીકતમાં તો ગુણોનાં ભિન્ન ભિન્ન પરિણામો છે અને આ પરિણામોય ગુણોના સંસ્થાનવિશેષો કે રચનાવિશેષો માત્ર છે. કાલપ્રવાહમાં આ પરિણામોને તેમની શક્તિરૂપ અવસ્થા, વ્યક્તિરૂપ અવસ્થા અને લયરૂપ અવસ્થા પ્રમાણે અનાગત, વર્તમાન અને અતીત કહ્યા છે. આ ધર્મો યા પરિણામો જ આવિર્ભાવ અને તિરોભાવ પામે છે. નથી તો ગુણોના કુલ જથ્થામાં ન્યૂનાધિકતા થતી કે નથી તો તેમના ધર્મોના કુલ જથ્થામાં ન્યૂનાધિકતા થતી. વ્યક્ત ધર્મો અને અવ્યક્ત ધર્મોમાં ન્યૂનાયિકતા થાય છે પણ કુલ ધર્મોમાં ન્યૂનાધિતા થતી નથી. ધર્મો ધર્મીથી અભિન્ન હોવાથી ધર્મી ગુણો વિશે પણ આ જ વસ્તુ કહી શકાય. કુલ ગુણોમાં ન્યૂનાધિકતા થતી નથી. વ્યક્ત