________________
૪૨
ષદર્શન
એવી વસ્તુનો પ્રતિઘાત કરે છે, જેમ ઘટનો પ્રતિઘાત પથ્થર કરે છે. નૈયાયિકોને મતે પટ તન્તુઓથી ભિન્ન છે અને તે પણ સ્પર્શ વગેરે ધરાવે છે, એટલે તેણે તન્તુઓનો પ્રતિઘાત કરવો જોઈએ. પરંતુ વસ્તુસ્થિતિ સાવ ઊલટી છે. તે તન્તુઓનો પ્રતિઘાત કરતો નથી પણ ઊલટું તત્તુઓ જે દેશમાં રહે છે તે જ દેશમાં પોતે પણ રહે છે, જે તે બંનેનો અભેદ જ સિદ્ધ કરે છે.૨૫ (૫) જો અવયવી અવયવોથી ભિન્ન હોય તો પ્રશ્ન ઉદ્ભવે કે તે પ્રત્યેક અવયવમાં એકદેશથી રહે છે કે સર્વદેશથી ? જો અવયવી પોતાના પ્રત્યેક અવયવમાં પૂરેપૂરા રૂપથી–સર્વદેશથી રહે છે એમ સ્વીકારીએ તો જેટલા અવયવ તેટલા જ સ્વતન્ત્ર અવયવી બની જશે કારણ કે પ્રત્યેક અવયવમાં અવયવી પોતાના પૂર્ણરૂપથી રહે છે. હવે જો એમ માનીએ કે તે એકદેશથી પોતાના પ્રત્યેક અવયવમાં રહે છે તો તે પણ ઉચિત નથી કારણ કે અવયવી સ્વયં નિરંશ છે. જો તેના અંશ દલીલ ખાતર માની લઈએ તો તે પ્રત્યેક અંશમાં તે એકદેશથી રહે છે કે સર્વદેશથી એ પ્રશ્ન પુનઃ ખડો થઈ જશે અને એ રીતે અનવસ્થાદોષ આવશે. આમ અવયવોથી ભિન્ન અવયવીનું અવયવોમાં રહેવું કઠિન છે. આ દર્શાવે છે કે અવયવી અવયવોથી ભિન્ન નથી.
k
કોઈ શંકા કરે કે આમ કાર્ય અને કારણ, પટ અને તન્તુઓ જો અભિન્ન હોય તો ઉત્પત્તિક્રિયા-નાશક્રિયા, ‘આ તન્તુઓ’ ‘આ પટ’એ જાતની બુદ્ધિ, ‘તન્તુઓમાં પટ’ એ જાતનો શબ્દપ્રયોગ, તન્તુની અર્થક્રિયા અને પટની અર્થક્રિયા વગેરે ભેદમૂલક બાબતો અશક્ય બની જશે. આ બાબતો જ દર્શાવે છે કે તત્ત્તઓ અને પટ એ બે ભિન્ન વસ્તુઓ છે. સાંખ્યાચાર્યો આનો ઉત્તર આપતાં કહે છે કે આ બધા ભેદો તાત્ત્વિક અભેદને મારી શકતા નથી. એક વસ્તુમાં પણ તે તે વિશેષનો આવિર્ભાવ-તિરોભાવ હોઈ શકે છે અને એ રીતે અહીં પણ અવિરોધ સાધી શકાય છે. ૭
કાચબાનાં અંગો તેના શરીરમાં સંકોચાઈ જાય છે એટલે તેમનો તિરોભાવ થાય છે અને એ અંગો જ્યારે બહાર વિસ્તરે છે ત્યારે તેમનો આવિર્ભાવ થાય છે. કાચબામાંથી તેમની નૂતન ઉત્પત્તિ કે કાચબામાં તેમનો અત્યન્ત નાશ થતો નથી. તેવી જ રીતે માટીમાંથી ઘટ અને સુવર્ણમાંથી અલંકાર જ્યારે બને છે ત્યારે તેમનો આવિર્ભાવ થાય છે. જ્યારે માટીમાં ઘટનો અને સુવર્ણમાં અલંકારનો વિલય થાય છે ત્યારે ખરેખર તો તેમનો તિરોભાવમાત્ર થાય છે. અસત્ વસ્તુની ઉત્પત્તિ અને સત્ વસ્તુનો નાશ કદી સંભવતો નથી. કાચબો જેમ સંકોચવિકાસશીલ તેના અવયવોથી ભિન્ન નથી તેમ ઘટ, વલય વગેરે માટી, સુવર્ણ વગેરેથી ભિન્ન નથી.
૨૮
વૃક્ષોથી અતિરિક્ત વન નામની કોઈ સ્વતન્ત્ર વસ્તુ નથી. તેમ છતાં આપણે ‘વનમાં વૃક્ષ’ એવો શબ્દપ્રયોગ કરીએ છીએ. તેવી જ રીતે પટ અને તન્તુઓ અભિન્ન હોવા છતાં ‘તન્તુમાં પટ' એવો પ્રયોગ થઈ શકે.૨૯
વળી, અર્થક્રિયાભેદ વસ્તુભેદ સિદ્ધ કરી શકતો નથી, કારણ કે એકની એક વસ્તુ ગ્ન જુદી જુદી અર્થક્રિયાઓ કરે છે એ આપણા અનુભવની વાત છે. અગ્નિ દહનક્રિયા પ કરે છે અને પ્રકાશ પણ આપે છે. ઉપરાંત, એકની એક વસ્તુમાંય વિવિધ