________________
સાંખ્યદર્શન
સાંખ્યાચાર્યો કારણ અને કાર્યનો અભેદ નીચે પ્રમાણે પુરવાર કરે છે :
(અ) ઉપાદાનકારણથી કાર્ય પૃથક્ નથી કારણ કે કાર્ય ઉપાદાનકારણનો ધર્મ છે અને જે ધર્મથી ભિન્ન હોય તે તેનો ધર્મ ન હોઈ શકે. પટ તેના ઉપાદાનકારણ તત્ત્તઓથી ભિન્ન નથી. જે જેનાથી ભિન્ન હોય તે તેનું ઉપાદાનકારણ ન હોઈ શકે. ઘટ કદી પટનું ઉપાદાનકારણ ન બની શકે કારણ કે ઘટ પટથી ભિન્ન છે, અર્થાન્તર છે.૧૮
૪૧
() કાર્ય અને કારણ વચ્ચે ઉપાદાન-ઉપાદેય સંબંધ હોવાથી કાર્ય અને કારણ અભિન્ન સિદ્ધ થાય છે.૧૯ જે બે વસ્તુઓ એકબીજાથી તદ્દન ભિન્ન હોય તેમની વચ્ચે આ સંબંધ ઘટી શકે નહિ, જેમ કે ઘટ અને પટ, પટ અને તન્તુઓ વચ્ચે ઉપાદાન-ઉપાદેય સંબંધ રહેલો છે. તેથી પટ અને તન્તુઓ ભિન્ન નથી પણ અભિન્ન છે.
(૬) કાર્ય અને કારણનો સંયોગ કે વિભાગ કરી શકાતો નથી. જે બે પદાર્થો ભિન્ન હોય તેમની વચ્ચે જ સંયોગ દેખાય છે, જેમ કે પુષ્પ અને તન્તુ. વળી, જે બે વસ્તુઓ ભિન્ન હોય તે જ બે જુદાં જુદાં સ્થાનો રોકે છે, જેમ કે હિમાલય અને વિંલ્થ. બીજી બાજુ, પટ અને તેના ઉપાદાનકારણ તત્ત્ત વચ્ચે આવો સંયોગ કે આવું વિભિન્ન સ્થાનમાં અવસ્થાન જણાતું નથી. એટલે, પટ કાર્ય અને તન્નુ કારણ અભિન્ન છે. આમ કાર્ય અને કારણનો અભેદ પ્રતીત થાય છે.૨૦
() ગુરુત્વ યા વજનને લઈ વિચાર કરીએ તો કારણના વજનની અપેક્ષાએ કાર્યનું વજન વધારે કે ઓછું હોતું નથી. જે બે વસ્તુ પરસ્પર ભિન્ન હોય છે તેમની બાબતમાં વજનને વિશે ન્યૂનાધિકતા જણાય છે. પરંતુ પટનું વજન અને તેના ઉપાદાનકારણભૂત તન્તુઓનું વજન એકસરખું જ હોય છે. આ પુરવાર કરે છે કે પટ તેના ઉપાદાનકારણ તત્તુઓથી અભિન્ન છે.
૨૧
અવયવી અવયવોથી ભિન્ન છે, અવયવી કાર્ય છે અને અવયવો કારણ છે આવો નૈયાયિકોનો મત છે. આના વિરુદ્ધ કાર્ય અને કારણને અભિન્ન માનનાર સાંખ્યકારોએ પુરવાર કરી આપવું જોઈએ કે અવયવોથી ભિન્ન એવું અવયવી નામનું જુદું દ્રવ્ય નથી. સાંખ્યો નીચે પ્રમાણે આ વસ્તુ પુરવાર કરે છે : (૧) જો તન્નુરૂપ અવયવોમાંથી દ્રવ્યાન્તરભૂત યા અર્થાન્તરભૂત પટરૂપ અવયવીની નિષ્પત્તિ થતી હોય તો તન્તુઓમાંથી બનેલો આ પટ બીજા પટની જેમ તન્તુઓથી અલગ ઉપલબ્ધ થવો જોઈએ. પરંતુ એવી ઉપલબ્ધિ થતી નથી.૨૨ (૨) આના બચાવમાં જો કહેવામાં આવે કે તત્તુઓમાંથી નિષ્પન્ન પટ તત્તુઓમાં સમવાય સંબંધથી રહેતો હોઈ તે તન્તુઓથી પૃથક્ ઉપલબ્ધ થતો નથી તો તે બરાબર નથી. બે સંયોગી દ્રવ્યોની વચ્ચે આધારાધેયસંબંધ હોવા છતાં બન્નેય અલગ અલગ ઉપલબ્ધ થાય છે. તેવી જ રીતે તન્તુઓ અને પટ પણ અલગ અલગ ઉપલબ્ધ થવા જોઇએ.૨૩ (૩) જેમ વેમ (કાંઠલો) વગેરે પટથી ભિન્ન છે, અર્થાન્તર છે તેમ તન્તુઓ પણ પટથી ભિન્ન છે એમ કહેવું પણ યોગ્ય નથી કારણ કે વેમ વગેરે કરણ છે, ઉપાદાનકારણ નથી જ્યારે તત્ત્તઓ ઉપાદાનકારણ છે, કરણ નથી.૪ (૪) સ્પર્શ, ક્રિયા, મૂર્તિ, ગુરુત્વ વગેરે ધરાવતી એક વસ્તુ તેનાથી ભિન્ન બીજી