________________
પદર્શન ઘટરૂપ કાર્યને ઉત્પન્ન કરવાની શક્તિ છે, પટને ઉત્પન્ન કરવાની શક્તિ નથી, એટલે તે ઘટને ઉત્પન્ન કરે છે અને પટને ઉત્પન્ન કરતું નથી. કારણગત ઉત્પાદકત્વશક્તિનું જ્ઞાન કાર્યને જોઈને થાય છે. માટીરૂપ કારણમાંથી પટરૂપ કાર્યની ઉત્પત્તિ ક્યાંય દેખાતી નથી. એટલે માટીમાં પટને ઉત્પન્ન કરવાની શક્તિ નથી એવું આપણે અનુમાન કરીએ છીએ.”
ઉપર જણાવેલી શંકાનું સમાધાન સાંગાચાર્યો નીચે પ્રમાણે કરે છે એ વાત સાચી કે તૈલોત્પત્તિના પહેલાં તલમાં વિદ્યમાન જે તૈલોત્પાદકત્વશક્તિ રહેલી હોય છે તેનું જ્ઞાન તેલની ઉત્પત્તિ જોયા પછી અનુમાનથી થાય છે. એમાં કોઈ વિવાદ નથી. પરંતુ ઉત્પત્તિ પહેલાં તલમાં રહેવાવાળી જે તૈલોત્પાદકત્વશક્તિ છે તે તૈલની ઉત્પત્તિ પહેલાં તૈલ સાથે સમ્બદ્ધ છે કે અસંબદ્ધ ? જો સમ્બદ્ધ માનશો તો ઉત્પત્તિ પૂર્વે કાર્યનું સત્વ સિદ્ધ થઈ જશે. જો અસંબદ્ધ કહેશો તો તલમાં તેલની ઉત્પત્તિ પૂર્વે તૈલોત્પાદકત્વશક્તિ હોય છે એમ નહિ કહી શકાય. વળી, તેલ જોઈ તલમાં તૈલોત્પાદકત્વશક્તિનું અનુમાન પણ નહિ થઈ શકે, કારણ કે અસંબદ્ધ હેતુ (તેલ) સાવ્ય (તૈલોત્પાદકત્વશક્તિ)નો અનુમાપક કેવી રીતે બની શકે?
આ મુદ્દાને બીજી રીતે સમજીએ. અશક્ત કારણમાંથી અશક્ય કાર્યની ઉત્પત્તિ સંભવતી ન હોઈ શક્ત કારણમાંથી જ શક્ય કાર્યની ઉત્પત્તિ માનવી રહી.' કુંભાર શક્ત ઉપાદાનકારણ માટીમાંથી જ શક્ય કાર્ય ઘટ ઉત્પન્ન કરે છે. શક્તિયુક્તને શક્ત કહેવામાં આવે છે. શક્તિ એ સંયોગની જેમ ઉભયાશ્રય સંબંધવિશેષ છે. તેથી તે શક્યના અભાવમાં ઘટી શકે નહિ. એટલે ઉત્પત્તિ પહેલાં કાર્યની કારણમાં વિદ્યમાનતા સ્વીકારવામાં આવી છે.
વળી, જો ઉત્પત્તિ પૂર્વે કાર્ય અસતું હોય તો તે કાળે તે શક્ય છે તેમ પણ ન વર્ણવી શકાય અને તો પછી કારણ શક્યને જ ઉત્પન્ન કરે છે બીજાને નહિ એમ પણ નહિ કહી શકાય. જે અસત્ છે તે નિઃસ્વભાવ છે. જે નિઃસ્વભાવ હોય તેમાં કંઈ પણ પરિવર્તન ન લાવી શકાય. અને જેનું પરિવર્તન ન થઈ શકે તે તો અવિકારી કહેવાય. અવિકારીને કોણ પેદા કરી શકે ?" તેથી જ જે અસત્ છે તે ખરેખર અશક્યક્રિય છે. તેવાને કારણ ઉત્પન્ન કરે છે એમ માનતાં તો કારણ અશક્યક્રિયને ઉત્પન્ન કરે છે એવું માનવાની આપત્તિ આવે. હકીકતમાં, અશક્યક્રિયને તો કોઈ પણ કદી ઉત્પન્ન ન કરી શકે. એટલે, ઉત્પત્તિ પહેલાં કાર્ય સત્ છે એમ માનવું જ જોઈએ.
(૫) રમાવીષ્ય ઈ–કારણ જે જાતિનું હોય છે તે જ જાતિનું કાર્ય હોય છે, અન્ય જાતિનું હોતું નથી. ડાંગરમાંથી ડાંગર જ અને જવમાંથી જવ જ ઉત્પન્ન થાય છે. એથી ઊલટું, ડાંગરમાંથી જવ કે જવમાંથી ડાંગર કદી ઉત્પન્ન થતાં નથી. આ દર્શાવે છે કે કાર્ય કારણાત્મક જ હોય છે. કાર્ય કારણથી ભિન્ન નથી. જ્યારે પરિસ્થિતિ આવી છે ત્યારે કારણ જો સતુ હોય તો કાર્ય અસતુ હોય એ કેમ કરીને સંભવે? કારણગત જે સત્તા છે તેનાથી અતિરિક્ત બીજી કોઈ સત્તા કાર્યની નથી. કાર્યની ઉત્પત્તિ પૂર્વે કારણની સત્તા હોઈને કાર્યથી અભિન્ન એવા કાર્યની સત્તા પણ તે વખતે માનવી જરૂરી બને છે.