________________
સાંખ્યદર્શન
૩૯ કારકવ્યાપાર દ્વારા અભિવ્યક્ત થાય છે. તલમાં જે તેલ અનભિવ્યક્ત હોય છે તે જ પીલવારૂપ વ્યાપારથી અભિવ્યક્ત થાય છે. અને ગાયના આંચળમાં અસ્તિત્વ ધરાવતું દૂધ જ દોહનવ્યાપારથી અભિવ્યક્ત થાય છે. આમ પીડન અને દોહન કારકવ્યાપારો કેવળ અભિવ્યંજક છે, અને એટલે જ તેમને તેલ અને દૂધનાં કારણ કહેવામાં આવે છે. એ જ રીતે દંડ, ચાકડો વગેરે ઘટરૂપી કાર્યનાં અભિવ્યંજક હોઈને જ તેમને ઘટનાં કારણ કહેવામાં આવે છે. વળી, અસત્ની ઉત્પત્તિનું કોઈ દૃષ્ટાંત આપણને મળતું નથી." એટલે કાર્ય તેની ઉત્પત્તિ પૂર્વે શક્તિરૂપે તો અવિદ્યમાન હોઈ શકે જ નહિ.
(૨) ૩પવાનપ્રહ –જો ઉત્પત્તિ પૂર્વે કાર્ય તેના કારણમાં વિદ્યમાન ન હોય તો આપણે અમુક કાર્યને પેદા કરવા અમુક જ ઉપાદાનકારણનું ગ્રહણ કરીએ છીએ એ હકીકતનો કોઈ ખુલાસો થઈ શકશે નહિ. આપણે તો કેરી ઉત્પન્ન કરવા માટે ગોટલો જ વાવીએ છીએ, ધતૂરાનું બી વાવતા નથી. જો ઉત્પત્તિ પૂર્વે કેરી ગોટલામાં અસતુ છે એમ માનીએ તો તો તેનું તેવું અસત્ત્વ ધતૂરાના બીમાં પણ છે અને તો પછી ધતૂરાના બીમાંથી પણ કેરી ઉત્પન્ન થવી જોઈએ, પરિણામે અમુક કાર્યનું અમુક જ ઉપાદાનકારણ છે એવો નિયમ કે વ્યવસ્થા જે જગતમાં વાસ્તવમાં પ્રવર્તે છે તેનો ખુલાસો નહિ થઈ શકે. આ બધું દર્શાવે છે કે ગોટલામાં કેરી શક્તિરૂપે તો વિદ્યમાન હોય છે જ્યારે ધતૂરાના બીમાં હોતી નથી અને એટલે જ કેરી ઇચ્છનાર ગોટલો જ વાવે છે, ધતૂરાનું બી વાવતો નથી. આમ ગોટલા અને કેરી વચ્ચે નિયત સંબંધ છે. તે સંબંધ તાદાભ્યનો છે, કારણ કે કાર્ય પોતે કારણની જ એક અવસ્થા છે.
(૩) સર્વસંમવાવાજો ઉત્પત્તિ પૂર્વે કાર્યને અસત્ માનવામાં આવે તો તે કાળે સતું કારણ અને અસત્ કાર્ય વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ બની ન શકે, કારણ કે સંબંધ તો બે સત્ વસ્તુઓ વચ્ચે જ સંભવી શકે, બે સંબંધીમાંનો એક પણ અસતું હોય તો તેમની વચ્ચે સંબંધ ન ઘટે. હવે જો કાર્યથી અસંબદ્ધ રહીને જ કાર્યને ઉત્પન્ન કરતું કારણ કલ્પવામાં આવે તો આવું અસંબંધપણું તો બધાં જ કારણોમાં સમાનપણે રહેલું હોઈ ગમે તે કારણ ગમે તે કાર્યને પેદા કરે, બીજી રીતે કહીએ તો પ્રત્યેક કારણ બધાં જ કાર્યોને પેદા કરી શકે. આનો અર્થ તો એ થયો કે ગોટલામાંથી આંબો જ નહિ પણ લીમડો, પીપળો, વડ વગેરે બધું જ ઉત્પન્ન થઈ શકે. પરંતુ જગતમાં આવી અવ્યવસ્થા નથી. જગતમાં તો એવી વ્યવસ્થા છે કે અમુક કારણમાંથી જ અમુક કાર્ય પેદા થાય છે. આનો અર્થ એ થાય કે કારણ કાર્ય સાથે તાદાત્મ સંબંધમાં રહીને જ તેને ઉત્પન્ન કરે છે.' આમ ઉત્પત્તિ પૂર્વે પણ કાર્ય સત્ છે એમ સિદ્ધ થાય છે.
(૪) શરૂચ શક્યારા'—કોઈ શંકા ઉઠાવે કે ઉપર જે દોષો બતાવ્યા તે કાર્યને ઉત્પત્તિ પહેલાં અસહુ માનનારના મતમાં આવતા જ નથી કારણ કે કારણ પોતાના કાર્ય સાથે અસંબદ્ધ રહીને પણ તે જ કાર્યને ઉત્પન્ન કરે છે જેને ઉત્પન્ન કરવા તે સમર્થ હોય. બીજા શબ્દોમાં કહીએ તો જે કારણમાં જે કાર્યને ઉત્પન્ન કરવાની શક્તિ હોય છે તે કારણ તે જ કાર્યને ઉત્પન્ન કરે છે, બીજાને નહિ. ઉદાહરણાર્થ, માટીરૂપ કારણમાં