________________
સાંખ્યદર્શન
૪૩
અર્થક્રિયાની વ્યવસ્થા થઈ શકે છે. પ્રત્યેક વેઠિયો રસ્તાને જોઈ શકે છે પણ પાલખી ઊંચકી શકતો નથી. પરંતુ એ જ વેઠિયો બીજા વેઠિયાઓના સહકારથી પાલખી પણ ઊંચકી શકે છે. તે પ્રમાણે એક એક તનુ કપડું સીવવાની કે પડીકું બાંધવાની અર્થક્રિયા કરી શકે છે પણ પ્રાવરણરૂપ અથક્રિયા કરી શકતું નથી. પરંતુ બધા તતુઓ ભેગા મળી પટરૂપે જ્યારે આવિર્ભાવ પામે છે ત્યારે તો તેઓ પ્રાવરણરૂપ અથક્રિયા પણ કરી શકે છે.”
અહીં એક શંકા જાગે છે. સાંખ્યો જેને પટનો આવિર્ભાવ કહે છે તે કારણવ્યાપાર પૂર્વે હતો કે નહિ? જો ન હતો એમ કહો તો અસની ઉત્પત્તિ થાય છે એવો સ્વીકાર થયો ગણાય. જો હતો એમ કહો તો કારણવ્યાપાર નિરર્થક બની જશે કારણ કે સાંખ્યમતે કારણવ્યાપારનું પ્રયોજન કાર્યનો આવિર્ભાવ કરવાનું જ છે. જો આવિર્ભાવનો આવિર્ભાવ કરવા કારણવ્યાપાર જરૂરી છે એમ કહેશો તો અનવસ્થા થશે.”
સાંગાચાર્યો ઉપરની શંકાનું નિરાકરણ જેવાની સાથે તેવા'ના ન્યાયે કરે છે. અસત્ની ઉત્પત્તિ માનનારને તેઓ સામો પ્રશ્ન કરે છે કે ઉત્પત્તિ સ્વયં સત્ છે કે અસતું? જો સતું હોય તો કારણવ્યાપારની આવશ્યકતા જ ન રહે. જો અસતું હોય તો તેને ઉત્પન્ન કરવા બીજી ઉત્પત્તિ અને બીજીને ઉત્પન્ન કરવા ત્રીજી ઉત્પત્તિ માનવી પડશે અને આમ અનવસ્થાદોષ આવી પડશે. જો કહેવામાં આવે કે ઉત્પત્તિ કાર્યથી ભિન્ન કોઈ વસ્તુ નથી તો નીચે દર્શાવેલ દોષો આવશે : એક તો એ કે કાર્ય ઉત્પન્ન થાય છે એમ કહેવામાં પુનરુક્તિદોષ આવશે. બીજું એ કે “કૌર્ય નાશ પામે છે” એમ પણ બોલી નહિ શકાય, કારણ કે ઉત્પત્તિ (=કાર્ય) અને નાશ એક ઠેકાણે એક સાથે સંભવતાં નથી. વળી, કાર્યની ઉત્પત્તિ એ બીજું કંઈ નથી પણ કાર્યનો પોતાના કારણ સાથેનો સમવાય સંબંધ છે એમ જો નૈયાયિક જણાવશે તો આપત્તિ એ આવશે કે સમવાયસંબંધ નિત્ય હોઈ ઉત્પત્તિ પણ નિત્ય ઠરશે અને પરિણામે ઉત્પત્તિ માટે કારણવ્યાપાર નિરર્થક બની જશે–જ્યારે લોકમાં તો ઉત્પત્તિ માટે કારણવ્યાપાર આપણે જોઈએ છીએ. એટલે એ માનવું જ રહ્યું કે પોતાની ઉત્પત્તિ પહેલાં પોતાના કારણમાં જે કાર્ય અવ્યક્તરૂપે હતું તેને વ્યક્ત કરવા કારણવ્યાપાર જરૂરી છે. આ જ સત્કાર્યવાદ છે.
- હવે આપણે સાંખ્ય પરિણામવાદને સમજીએ. વ્યાસભાષ્ય એને વિશદ રીતે સમજાવે છે. એટલે અહીં તે અનુસાર તેનું નિરૂપણ કરીશું.
બધા વિકારોના મૂળમાં પ્રકૃતિ છે. પ્રકૃતિ ત્રિગુણાત્મક છે. ત્રણેય ગુણો સતત સક્રિય છે, ચલસ્વભાવ છે. એક ક્ષણ પણ પરિણામ પામ્યા વિના તેઓ સ્થિર રહેતા નથી. બધા જ વિકારો ગુણોના સન્નિવેશવિશેષો યા રચનાભેદો જ માત્ર છે." એટલે આમ વિકારોમાં તત્ત્વતઃ કોઈ ભેદ નથી. સન્નિવેશો – રચનાઓ – જ માત્ર એકબીજાથી ભિન્ન હોય છે. પરંતુ જે દ્રવ્યના તે સન્નિવેશો છે તે મૂળ દ્રવ્ય તો એક જ છે. યોગદર્શન આ મૂળ દ્રવ્યને ધર્મી કહે છે જ્યારે ધર્મો એ એના આકારો યા વિકારો છે. કાર્ય અને કારણ વચ્ચેનો સંબંધ એ ધર્મ અને ધર્મી વચ્ચેનો સંબંધ છે. ધર્મ અને ધર્મ