________________
પદર્શન માનવસ્વભાવનું પરિવર્તન અને તેની સાથે આંતર અને બાહ્ય બંનેય વિશેની પોતાની સમજણનો પુનઃ સંસ્કાર, સંપૂર્ણ આધ્યાત્મિક પરિવર્તન, એક ભવમાં નવો અવતાર, આત્માનું નિકૃષ્ટ અશુદ્ધ સ્વભાવમાંથી શુદ્ધ સ્વભાવમાં પરિવર્તન—આ ભારતીય દર્શનનું તારક લક્ષ્ય છે.
કેટલાક એવું માને છે કે ભારતીય દર્શન નિરાશાવાદી છે. એમનું આ કથન પૂર્ણ સત્ય નથી. ભારતીય દર્શન નિરાશાવાદી એ અર્થમાં છે કે તે સંસારને દુઃખમય માને છે. પરંતુ એ સમજી લેવું જોઈએ કે બધાં જ ભારતીય દર્શનો સંસારની દુઃખમયતાનું કારણ રાગ-દ્વેષને ગણે છે. રાગદ્વેષ હોતાં જે સંસાર છે તે જ રાગદ્વેષ ન હોતાં નિર્વાણ છે. તત્ત્વજ્ઞાન રાગદ્વેષ દૂર કરવા માટેનો એક ઉપાય છે તત્ત્વજ્ઞાનની સાથે સાથે યોગનું અનુષ્ઠાન–યમ, નિયમ, વગેરેનો અભ્યાસ – આવશ્યક છે. ભારતીય દર્શનો રાગદ્વેષ દૂર કરી દુઃખમુક્ત થવાનું કહે છે. તેઓ ગૃહીને માટે પણ તે શક્યતા સ્વીકારે છે. જે દર્શનો દુઃખ દૂર કરવામાં પ્રવૃત્ત થવાનો ઉપદેશ આપે તેમને નિરાશાવાદી કઈ રીતે કહી શકાય? જે દર્શનો સ્વીકારે કે જીવ સંપૂર્ણપણે દુઃખથી મુક્ત થઈ શકે છે તેમને નિરાશાવાદી કેવી રીતે ગણાવી શકાય ? એટલું જ નહિ, જે દર્શનો સંપૂર્ણપણે દુઃખમુક્ત થવા માટેના ઉપાયો જણાવે છે તેમને નિરાશાવાદી કેવી રીતે બનાવી શકાય ? દુઃખ છે એમ સ્વીકારવા છતાં ભારતીય દર્શનો ભારપૂર્વક જણાવે છે કે આત્યંતિક અને એકાન્તિક દુઃખમુક્તિ શક્ય છે, તેના ઉપાયો પણ છે અને ઉપાયોનું અનુષ્ઠાન કરનારને યોગ્ય ફળ મળે જ છે. પરિસ્થિતિ આવી હોઈ ભારતીય દર્શનોને નિરાશાવાદી તરીકે ઓળખાવવામાં બ્રાજિ. છે.
વળી, ભારતીય ર્શનોમાં નિરાશાને બીજી રીતે સ્થાન નથી. પ્રયત્નનું ફળ દરેકને અવશ્ય મળે છે એવી બધાં દર્શનોની આસ્થા છે. એક જન્મમાં પ્રયત્ન કરવા છતાં પણ પરમપદ(વીતરાગતા)ની પ્રાપ્તિ ન થઈ અને અધવચ્ચે જ મરી ગયા તથા જે કંઈ પ્રાપ્ત કર્યું હતું એ પણ ચાલ્યું ગયું, આગલા જન્મમાં ફરી આ જન્મની જેમ દુઃખી થવું પડશે, વગેરે વિચારોને ભારતીય દર્શનોમાં સ્થાન નથી. પોતાના અધિકાર પ્રમાણે સાધના દ્વારા જે કંઈ જ્ઞાન જીવ એક જન્મમાં પ્રાપ્ત કરે છે, તે જ્ઞાનનો નાશ મરણથી થતો નથી. એ જ્ઞાન તો જીવાત્માની સાથે એક જર્જર શરીરને છોડી બીજા નવા શરીરમાં જાય છે અને બીજા જન્મમાં એ જીવ પૂર્વજન્મના સંચિત જ્ઞાનથી આગળ વધે છે. ભારતીય દર્શનો આમ નિરાશાવાદી તો નથી જ પણ વધારામાં નિર્ભય બનાવનાર છે.
બધાં ભારતીય દર્શનો કર્મસિદ્ધાંતમાં આસ્થા ધરાવે છે. દરેકને પોતાનાં કરેલાં કર્મનું ફળ મળે જ છે, આ જન્મમાં નહિ તો પછીના જન્મમાં. કેટલાક એવું માને છે કે આ કર્મસિદ્ધાંતને લઈ ભારતીય દર્શનોમાં પુરુષ સ્વાતંત્ર્ય (Free will) જેવું કંઈ નથી. પૂર્વ કર્મોને કારણે તે અત્યારે જે કંઈ છે કે કરે છે તે છે અને કરે છે, અત્યારનાં કર્મો તેના ભાવિ વ્યક્તિત્વને અને કર્મોને નિયત કરશે અને આમ ચાલ્યા કરશે. પુરુષ સંપૂર્ણપણે પૂર્વકર્મોથી બદ્ધ છે એટલું જ નહિ તેમનાથી તેનો ચેતસિક અને શારીરિક વ્યવહાર તેનું સંપૂર્ણ વ્યક્તિત્વ-નિયત છે. આમાં પુરુષસ્વાતંત્રને અવકાશ ક્યાં રહ્યો? વળી, આમાં