________________
પ્રવેશક
ભારતીય તત્ત્વચિંતન ધર્મદૃષ્ટિ સાથે પ્રગાઢ રીતે સંકળાયેલું છે. આનું કારણ, આપણે જોયું તેમ, એ છે કે ભારતમાં ફિલસૂફી એ દર્શનની એક પૂર્વભૂમિકા ગણાયેલી છે. પ્રકૃતિ-પુરુષનું ભેદજ્ઞાન કે ‘હું બ્રહ્મ છું’ એવું અભેદજ્ઞાન બૌદ્ધિક સ્તરથી ઉપર ઊઠી સાધકના જીવનમાં તે સમરસ ન બને ત્યાં સુધી એ જ્ઞાનનો ખાસ કોઈ અર્થ નથી. ભારતમાં મૂળથી જ ફિલસૂફી અને ધર્મ અવિભાજ્ય રહ્યાં છે. પરંતુ આ કારણે ભારતીય દર્શનોનું દાર્શનિક ઊંડાણ ઓછું નથી. બૌદ્ધદર્શનમાં ધર્મદૃષ્ટિનું પ્રાધાન્ય હોવા છતાં જગતના દાર્શનિક સાહિત્યમાં તેનું સ્થાન ગુણવત્તા અને ઇયત્તા બંને દૃષ્ટિએ મોખરાનું છે. કુમારિલનું શ્લોકવાર્તિક (મીમાંસા), જયંતની ન્યાયમંજરી (ન્યાય), વિદ્યાનંદની અષ્ટસહસ્રી (જૈન) આ ગ્રંથો વાંચ્યા પછી ભારતીય દર્શનોની તાર્કિકતા, ઊંડાણ, સૂક્ષ્મતા અને વિશ્લેષણથી આપણે અચંબામાં પડ્યા વિના નહિ રહીએ.
૨૫
બૌદ્ધિક પ્રતિભા અને શારીરિક વ્યક્તિત્વના અન્તસ્તલમાં રહેલા એક સ્વતંત્ર અવિનાશી આત્મતત્ત્વની શોધ એ ભારતીય દર્શનની સર્વોચ્ચ અને લાક્ષણિક સિદ્ધિ છે. સામાન્ય રીતે આપણા વિશે આપણે જે કંઈ જાણીએ છીએ કે અભિવ્યક્ત કરીએ છીએ તે પરિણામની ભૂમિકાનું છે, દેશ-કાળની ભૂમિકાનું છે. પરંતુ આ આત્મા સદાતન અપરિણામી છે, દેશકાલાતીત છે, કાર્યકારણની શૃંખલાથી પર છે, પરિણામાતીત છે, ચક્ષુની ત્યાં પહોંચ નથી. હજારો વર્ષોથી ભારતીય દર્શનનો પ્રયત્ન આ વજશા આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો અને તે જ્ઞાનને જીવનમાં એકરસ કરવાનો રહ્યો છે. ભૂતકાળની ગુહામાં અનંત સુધી વિસ્તરેલ ભારતીય ઇતિહાસ પર ઉષાની પરમ શાન્તિ વ્યાપી રહી છે તેનું કારણ છે આ પ્રયોજનનું સાતત્ય, ભૌતિક પરિવર્તનોની હારમાળામાં આવતાં ઉત્થાન-પતન, ભરતીઓટ વચ્ચે' શક્તિપ્રચુર આનંદમય આત્મારૂપ આધાર યા અધિષ્ઠાનમાં આધ્યાત્મિક સ્થિરતા જળવાઈ રહી છે. આ આત્મા શાશ્વત, કાલાતીત, અવિનાશી પરમ સત્ છે.
પાશ્ચાત્ય દર્શનની જેમ ભારતીય દર્શન પણ મનનાં પરિમાણ અને શક્તિઓ વિશે માહિતી પૂરી પાડે છે; મનુષ્યની બૌદ્ધિક શક્તિઓનું અને મનના વ્યાપારોનું પૃથક્કરણ કરે છે; માનવીય જ્ઞાન વિશેના વિવિધ સિદ્ધાંતોનું મૂલ્યાંકન કરે છે; તર્કશાસ્ત્રની રીતિઓ આપે છે અને તેના નિયમો સ્થાપે છે; ઇન્દ્રિયોનું વર્ગીકરણ કરે છે; અને જે પ્રક્રિયાઓથી અનુભવનું સામાન્ય જ્ઞાન થાય છે, જે પ્રક્રિયાઓથી તે આત્મસાત્ થાય છે, જે પ્રક્રિયાઓથી તેનું અર્ધઘટન થાય છે તેમ જ જે પ્રક્રિયાઓથી તે સમગ્રતયા જ્ઞાત થાય છે તે પ્રક્રિયાઓનો અભ્યાસ કરે છે. પાશ્ચાત્ય દાર્શનિકોની જેમ ભારતીય દાર્શનિકો નૈતિક મૂલ્યો અને આચારનાં ધોરણો વિશે પોતાના નિર્ણયો જાહેર કરે છે. બાહ્યાનુભવની સામગ્રીનું વિશ્લેષણ કરીને અને દૃશ્ય જગતના ધારક-નિયામક સિદ્ધાંતો વિશેનાં તારણો કાઢીને તેઓ વ્યાવહારિક જગતનાં દૃશ્ય પાસાંઓનું અધ્યયન પણ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો ભારતને માનસશાસ્ત્રની, આચારશાસ્ત્રની, ભૌતિકશાસ્ત્રની અને તત્ત્વદર્શનની પોતાની આગવી વિદ્યાશાખાઓ હતી અને હજુય છે. પરંતુ તેમનું મુખ્ય ધ્યેય હંમેશાં માહિતી નહિ કિન્તુ પરિવર્તન રહ્યું છે—ધરમૂળથી
W-3