________________
પ્રવેશક ઓછું છે. બ્રાહ્મણગ્રંથોનો (ક્રિયાકાંડનો) સંબંધ પ્રથમ અંશ સાથે છે જ્યારે ઉપનિષદોનો (જ્ઞાનકાંડનો) સંબંધ દ્વિતીય અંશ સાથે છે. અહીં એ વાત ધ્યાનમાં રાખીએ કે ઉપનિષદો આગંતુક પરંપરાના નહિ પણ તળ ભારતીયોની પરંપરાના છે એવું કેટલાક વિદ્વાનોનું મંતવ્ય છે. સાંખ્ય ", યોગ, જૈન અને બૌદ્ધ તળ ભારતીયોની પરંપરાની શાખાઓ લાગે છે. વૈશેષિક અને ન્યાયનાં મૂળ પણ તળ ભારતીય પરંપરામાં હોય તો નવાઈ નહિ. કેટલાક યજ્ઞક્ષેત્રમાં વૈશેષિકદર્શનનો ઉદ્ભવ માને છે તે ઠીક લાગતું નથી. પૂર્વમીમાંસાનો સંબંધ બ્રાહ્મણગ્રંથો અને કર્મકાંડ સાથે છે. એટલે તેનો સંબંધ આગંતુક આર્યોની પરંપરા સાથે જણાય છે. પરંતુ પૂર્વમીમાંસા એ વેદમાં પ્રયોજાયેલું alSeLLA21L231 (Mimāṁsā is a science of sentential meaning applied to the Vedas), તળ ભારતીય પ્રજાની પરંપરામાં શુદ્ધ વાક્યર્થ શાસ્ત્ર ઉદ્ભવ્યું હતું, તે વેદાર્થ સમજવામાં પ્રયોજાયું, પરિણામે તેનો વિકાસ થયો, ઉદ્ભવ નહિ' : આવી કોઈ શંકા કરે તો તેનો પક્ષ વિચારણીય તો છે જ, ભલે સાચો ન હોય. વેદાન્તનો સંબંધ ઉપનિષદો સાથે છે. એટલે એનાં મૂળ તળ ભારતીય પરંપરામાં છે એ કહેવાની જરૂર નથી. ઉપર જે કંઈ કહેવામાં આવ્યું છે તે કેવળ એક દૃષ્ટિ છે. તે સંપૂર્ણ સત્ય છે એમ માનવા કે મનાવવાનો આગ્રહ નથી જ. પરંતુ મુક્તપણે એ બાબતો આપણે વિચારવી જોઈએ.
દર્શનોના ઉદ્ભવ વિશે એક વિશિષ્ટ મત કેટલાક વિદ્વાનો દર્શનોના ઉદ્ભવ માટે નીચેનો મત રજૂ કરે છે કામ-તૃષ્ણા એ જ બંધન છે, એ સિવાય બીજું કોઈ બંધન નથી; કામનું અનુસરણ અવળે માર્ગે ચઢાવી કલ્પનાતીત દુઃખો અને યાતનાઓમાં ફસાવે છે–આ વિચાર આ દેશનો ખૂબ જ પ્રાચીન અને પાયાનો વિચાર છે. શિવનું કામદહન અને બુદ્ધનો મારવિજય એ ઘણી જ સૂચક વસ્તુ છે. કામની વિચિત્રતા તો એ છે કે તે ઉપભોગથી કદી શકતો નથી. તો તેને દૂર કરવા શું કરવું જોઈએ તે પાયાની સમસ્યા છે. દર્શનકારોએ ભિન્ન ભિન્ન પ્રકૃતિના માણસો માટે ભિન્ન ભિન્ન ચિંતનમાર્ગો સૂચવ્યા છે. કેટલાક દર્શનકારોને લાગ્યું કે મનુષ્ય જો બધે એકતા જોતો થાય તો તેના શોક અને મોહ દૂર થઈ જાય એટલે તેમણે ઉપદેશ આપ્યો કે આત્મા જ એક અને અદ્વિતીય છે; અને એમ હોઈને નથી તો એવું કંઈ જેનાથી ભય પામવાનો રહે. આમ વેદાન્તની દાર્શનિક પરંપરા ઉદ્ભવી અને દૂઢ થઈ. કેટલાક દર્શનકારોને લાગ્યું કે ઈશ્વરભક્તિ એ જે કામમાંથી મુક્ત થવાનો સરળ ઉપાય છે. તેમણે ઉપદેશ આપ્યો કે પોતાને માટે કંઈ ન રાખો, બધું જ ઈશ્વરને અર્પણ કરી દો. આમ ભક્તિપ્રધાન દાર્શનિક પરંપરા અસ્તિત્વમાં આવી. ૮ ભગવાન બુદ્ધ કામના મૂળની શોધ ચલાવી. એમને તેનું મૂળ આત્મદૃષ્ટિમાં જણાયું. એ તો આપણા રોજિંદા અનુભવની વાત છે કે જેના પ્રત્યે આપણને રાગ હોય છે તેની આપણને ઇચ્છા, કામના થાય છે. અને જેમ રાગ વધારે તેમ કામ વધારે. હવે, જગતમાં સૌથી વધારે કઈ ચીજ તરફ આપણને રાગ થાય છે? આત્મા પ્રત્યે-પોતાની