________________
ષદર્શન - પાણિનિના વ્યાકરણ અનુસાર “આસ્તિક' શબ્દનો અર્થ છે પરલોકમાં માનનાર અને “નાસ્તિક' શબ્દનો અર્થ છે પરલોકમાં ન માનનાર. આ દ્રષ્ટિએ ચાર્વાક સિવાય બધાં જ દર્શનો આસ્તિક ઠરે છે. જૈન અને બૌદ્ધો પણ પોતાને “આસ્તિક તરીકે જ ઓળખાવે છે. અહીં એક વાત નોંધીએ કે ચાર્વાકનું ખરેખર શું મંતવ્ય હતું તે આપણે સ્પષ્ટપણે જાણતા નથી. વળી, બધા જ ચાર્વાકો આત્માને સ્વતંત્ર તત્ત્વ માનતા ન હતા એમ માનવું પણ ઠીક નથી. આઠમી શતાબ્દીમાં થઈ ગયેલા પરમલોકાયત ઉલ્કટ સ્વતંત્ર આત્મતત્ત્વમાં માનતા હતા એવું જયંતની ન્યાયમંજરીની ઉપર ન્યાયમંજરી ગ્રંથિભંગ નામની ટીકા લખનાર આશરે ૧૨મી શતાબ્દીના ચક્રધરે તેમની તે ટીકામાં કહ્યું છે. આમ કોઈ દર્શનને આસ્તિક, નાસ્તિક, વૈદિક કે અવૈદિક એવું લેબલ લગાડવું ઇષ્ટ લાગતું નથી. અલબત્ત, સ્વતંત્ર રીતે વિચાર્યા પછી કોઈ દર્શન વૈદિક કે અવૈદિક લાગે તો તેનું એ રીતે વર્ણન કરવામાં કોઈ દોષ નથી. આપણો વાંધો જડ અને ચુસ્ત વિભાગીકરણ સામે છે.
ભારતીય દર્શનોનો મૂળ સ્રોત - સર્વેદ? પહલાં વિદ્વાનોનું વલણ બધીય ભારતીય વિદ્યાઓનું અને સમગ્ર ભારતીય સંસ્કૃતિનું મૂળ વેદમાં જ – આર્ય પરંપરામાં જ જોવાનું રહેતું. પરંતુ મોહેંજો-દડો અને હડપ્પાની નગરસંસ્કૃતિની શોધ પછી એ વલણ બદલાયું છે. પરિણામે હવે વિદ્વાનો વિચારતા થયા છે કે ભારતમાં બહારથી આવનાર આર્યોએ અહીં આવ્યા પછી વેદરચના કરી છે એટલે તેમાં તળ ભારતીય (આર્યતર) પ્રજાની સંસ્કૃતિના અંશો દાખલ થયા હોવા જોઈએ. વેદો શુદ્ધ આર્ય નથી પરંતુ આર્ય અને આર્યેતર બંને પરંપરાનું વસ્તુઓછું સંમિશ્રણ છે.* | ઋગ્વદમાં દાર્શનિક વિચારબીજો છે. ઋગ્વદના નાસદીયસૂક્તમાં દાર્શનિક પ્રતિભા દૃષ્ટિગોચર થાય છે. અનેક દેવો એક જ શક્તિનાં સ્વરૂપો છે એવો વિચાર પણ ઋગ્વદમાં છે. એ એક પ્રકારનો એકેશ્વરવાદ છે. પુરુષસૂક્તમાં “આ બધું પુરુષ જ છે'' એમ કહ્યું છે. આનાથી બ્રહ્મવાદને બહુ છેટું નથી. બે પંખીના રૂપકથી જીવાત્માપરમાત્માનો નિર્દેશ પણ ઋગ્વદમાં મળે છે. પરંતુ આ દાર્શનિક વિચારબીજો ભારતની બહારથી આવેલા આર્યોની પરંપરાનાં છે કે ભારતની તળ પ્રજાની પરંપરાનાં છે એ એક વિચારણીય પ્રશ્ન છે. વધારે સંભવ એવો છે કે તે તળ પ્રજાની પરંપરાનાં હોય. દાર્શનિક પ્રતિભાવાળા મૂળ ભારતીયોએ કે એવા ભારતીયોથી પ્રભાવિત થયેલા આગંતુક આર્યોએ આ સૂક્તો રચેલાં હોવાનો સંભવ છે. વળી જેને દાર્શનિક સૂક્તો તરીકે ઓળખવામાં આવે છે તે સૂક્તો પછીના સમયની રચનાઓ છે.
આમ, વેદમાં બે અંશો છે. એક અંશ એવો છે જેમાં આપણને આગંતુક આર્યોના ઐહિક, પ્રકૃતિપૂજક, બહિર્મુખ, ભોગપરાયણ વલણનું પ્રતિબિંબ મળે છે. આ અંશનું પ્રમાણ ઘણું વધારે છે. બીજો અંશ એવો છે જેમાં આપણને તળ ભારતીયોના આત્મપૂજક, આધ્યાત્મિક, અંતર્મુખ વલણનું પ્રતિબિંબ મળે છે. આ અંશનું પ્રમાણ ઘણું