________________
યોગદર્શન
૨૮૩
“નાવનાર નિમિત્તરૂપ અવિરોધી કર્મો કયાં છે એનો નિશ્ચય કરવો કઠિન છે. અર્થાત્ અભિભવને પામેલા કયા કર્મનું કયું કર્મ તેનું સમાન કર્મ હોઈ બળવાન બનતાં અભિવ્યંજક બને છે તે નિર્ણય કરવો સહેલો નથી. વળી, આ અભિભવને પામેલાં કર્મો કચાં, ચારે અને કયા નિમિત્તથી અભિવ્યક્ત થઈ વિપાકોન્મુખ બનશે તે કહેવું કઠણ છે. ખરેખર કર્મની ગતિ વિચિત્ર છે અને દુર્વિજ્ઞેય છે.
૧૮
સૂત્રકાર જણાવે છે કે કર્મો બે પ્રકારનાં છે—સોપક્રમ અને નિરુપક્રમ,° ભાષ્યકાર સ્પષ્ટતા કરે છે કે સૂત્રકાર અહીં માત્ર આયુકર્મની વાત કરે છે. એટલે આયુકર્મ બે પ્રકારનાં છે—સોપક્રમ અને નિરુપક્રમ, વળી ભાષ્યકાર વધુ સ્પષ્ટતા કરે છે કે બધાં આયુકર્મો નહિ પરંતુ અદૃષ્ટજન્મવેદનીય નિયતવિપાકી એકભવિક આયુકર્મો જ બે પ્રકારનાં હોય છે.૧૯ સોપક્રમ અને નિરુપક્રમનો અર્થ શો ? સોપક્રમ એટલે એક વાર ફળ આપવાનું શરૂ કર્યું એટલે ઝડપથી ફળ આપી નિવૃત્ત થનાર. નિરુપક્રમ એટલે ફળ આપવાનું શરૂ કર્યા પછી ધીમે ધીમે પોતાનું ફળ આપી નિવૃત્ત થનાર. ભીનું વસ્ત્ર તડકામાં ફેલાવીને સૂકવ્યું હોય તો સુકાવાની ક્રિયા ઝડપથી પૂરી થાય છે. અગ્નિ સૂકા ઘાસની ગંજીમાં પડ્યો હોય અને ચારે બાજુથી પવન ફૂંકાતો હોય તો બધાં ઘાસનાં તણખલાંને બાળીને ભસ્મ કરી નાખવાની ક્રિયા તે ઝડપથી પૂરી કરે છે. તેવી જ રીતે સોપક્રમ આયુકર્મ તેની ફલદાનક્રિયા ઝડપથી પૂરી કરે છે. એથી ઊલટું, ભીનું વસ્ત્ર સંકેલીને છાયામાં સૂકવ્યું હોય તો સુકાવાની ક્રિયા ધીમે ધીમે થાય છે. ઘાસનાં તણખલાં છૂટાં હોય, એક પછી બેંક એકએક તણખલા ઉપર અગ્નિ નાખવામાં આવે અને પવન પણ પડી ગયો હોય તો બધા ઘાસને બાળીને ભસ્મ કરી નાખવાની ક્રિયા ધીમે ધીમે થાય
૨૦
છે અને લાંબો વખત ચાલે છે. તેવી જ રીતે નિરુપક્રમ આયુકર્મની ફલદાનક્રિયા પણ ધીમે ધીમે થાય છે અને તેથી લાંબો વખત ચાલે છે. અહીં એ વાત નોંધવી રસપ્રદ થશે કે જૈનો પણ આયુકર્મના આ બે પ્રકારો સ્વીકારે છે; તેઓ પણ ‘સોપક્રમ' અને ‘નિરુપક્રમ’ એ જ પારિભાષિક પદો વાપરે છે અને દૃષ્ટાંતો પણ યોગભાષ્યમાં આપેલાં છે તે જ આપે છે.૨૧
''
૨૩
અનુભવજન્ય સંસ્કાર વાસના છે અને પ્રવૃત્તિજન્ય કર્મસંસ્કાર કર્મ છે. વાસના સ્મૃતિ જન્માવે છે. કર્મ (ક્લેશયુક્ત હોય તો) જાતિ, આયુ, અને ભોગરૂપ વિપાક જન્માવે છે. વાસના વિપાકને અનુરૂપ જ જાગે છે. આ વસ્તુને વિસ્તારથી સમજીએ. જીવ અમુક જાતિવિપાકી કર્મને પરિણામે અમુક જાતિમાં જન્મે છે. ઉદાહરણાર્થ, એક એવું જાતિવિપાકી કર્મ છે જેને પરિણામે જીવ વર્તમાન જન્મમાં કૂતરો બને છે. જ્યારે જીવ કૂતરો બને છે ત્યારે કૂતરાજાતિને અનુરૂપ ભોગવિપાકી કર્મો વિપાકોન્મુખ બન્યાં હોઈ તે કૂતરારૂપે જન્મેલો જીવ કૂતરાજાતિને અનુરૂપ ભોગ ભોગવે છે. તે હાડકાં ચાટે છે ને કરડે છે, તે વિષ્ટા ખાય છે, વગેરે. આ બધું તે કરવા માંડે છે કારણ કે તે જાતિમાં જન્મેલા જીવને તેમ કરવામાં સુખ થાય છે. પરંતુ તે કૂતરારૂપે જન્મેલો જીવ પ્રથમવાર હાડકું ચાટવા-કરડવા જાય ત્યારે તેને તે જ્ઞાન હોવું જોઈએ કે તેમ કરવાથી તેને સુખ થશે. આવું જ્ઞાન તેને તો જ સંભવે જો તેણે પહેલાં હાડકું ચાટ્યું-કરડ્યું હોય અને તેથી તેને