________________
૨૮૪
પદર્શન
સુખાનુભવ થયો હોય. હકીકતમાં, આ પહેલાં તે અનંત વાર કૂતરારૂપે જન્મી ચૂકેલો છે અને તેને એવો અનુભવ થઈ ચૂકેલો છે. એ અનુભવના સંસ્કારો તેના ચિત્તમાં પડેલા હતા. એ સંસ્કારો કૂતરાજાતિમાં જન્મ કરાવનાર આયુવિપાકી કર્મોએ જેવું પોતાનું ફળ આપવા માંડ્યું તેવા જ જાગ્રત થઈ ગયા. તે સંસ્કારો જાગ્રત થવાથી તેને સ્મૃતિ થઈ કે હાડકું ચાટવા-કરડવાથી સુખ થાય છે અને તે હાડકું ચાટવા-કરડવા લાગી સુખ ભોગવવા લાગ્યો. અહીં કોઈ શંકા ઉઠાવી શકે કે જીવે જ્યારે સૌપ્રથમ વાર કૂતરાનો જન્મ લીધો હશે ત્યારે તો તે જાતિને અનુરૂપ અનુભવના સંસ્કારો તેના ચિત્તમાં હશે નહિ તો સૌપ્રથમ વારના તેના કૂતરાના જન્મમાં ભોગવિપાકને અનુરૂપ વાસનાની જાગૃતિ બનશે નહિ. આનો જવાબ એ છે કે સંસાર અનાદિ છે, એટલે જીવનો સૌપ્રથમ વાર કૂતરાનો જન્મ હોવાની વાત કરવી નિરર્થક છે. આમ યોગદર્શન જણાવે છે કે જે જાતિમાં જીવ જન્મે છે તે જાતિને અનુરૂપ ભોગ માટે તે ભોગને અનુરૂપ એવા જ સંસ્કારો (વાસનાઓ) જાગે છે. પહેલાંના અનેક ઊંટજન્મોમાં આકડાને ખાવાના અનુભવથી જે સંસ્કારો પડેલા તે સંસ્કારો વર્તમાન જન્મમાં કૂતરારૂપે જન્મેલા જીવને જાગતા નથી, તેથી આકડો ખાવાથી સુખ થાય છે એવી સ્મૃતિ તેને થતી નથી અને પરિણામે તે આકડો ખાવાની પ્રવૃત્તિ કરતો નથી. જ્યારે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ ત્યારે કર્મસંસ્કારો ચિત્તમાં પડે છે અને પ્રવૃત્તિકાળે થયેલ અનુભવના સંસ્કારો પણ તે જ વખતે પડે છે. આમ ગ-પ્રવૃત્તિ મ-કર્મસંસ્કારોને અને -અનુભવસંસ્કારોને એક સાથે ચિત્તમાં પાડે છે. એટલે અ-કર્મસંસ્કારો જ્યારે વિપાકોનુખ બને છે (જાગે છે, ત્યારે પોતાની સાથે - અનુભવના સંસ્કારોને પણ જગાડે છે – બીજા અનુભવસંસ્કારોને જગાડતા નથી. અહીં અવિનાભાવી સાહચર્યનો અને એક-કારણજન્યત્વનો નિયમ કામ કરતો જણાય છે. કર્મસંસ્કારો અને અનુભવસંસ્કારો એક કારણજન્ય અને સહોત્પન્ન હોવાથી તેમને એકરૂપ પણ ગણવામાં આવ્યા છે. એટલે કર્મસંસ્કારો વિપાકોનુખ બનતાં તેમની સાથે એક જ કારણમાંથી જન્મેલા અનુભવસંસ્કારો પણ જાગ્રત થાય છે. આ બધાને પરિણામે સામાન્ય રીતે કર્મસંસ્કાર (કર્મ) અને અનુભવસંસ્કાર (વાસના) વચ્ચે ભેદ કરવામાં આવતો નથી. - વાસના અને કર્મ અનાદિ છે. ૨૫ જે અનાદિ હોય તે નિત્ય પણ હોય. જે નિત્ય હોય તેનો ઉચ્છેદ થાય નહિ. એટલે વાસના અને કર્મનો પણ ઉચ્છેદ નહિ થાય. તો પછી તેમના કારણે ચાલતો જન્મમરણરૂપ સંસાર પણ નહિ અટકે અને મોક્ષ અસંભવિત બની જાય. આ શંકાનો ઉત્તર આપતાં સૂત્રકાર જણાવે છે કે વાસના યા કર્મ હેતુ, ફલ, આશ્રય અને આલંબનને અધીન હોવાથી તેમનો અભાવ થતાં વાસનાનો પણ અભાવ થાય છે. (૧) હેતુ-ધર્મથી સુખ અને અધર્મથી દુઃખ થાય છે. સુખમાં રાગ અને દુઃખમાં દ્વેષ થાય છે. રાગ અને દ્વેષને કારણે પ્રયત્ન થાય છે. પ્રયત્નથી મન, વચન અને કાયાની ચેષ્ટાઓ થાય છે. ચેષ્ટાઓથી જીવ કોઈને અનુગ્રહ કરે છે અને કોઈને પીડા કરે છે. આ અનુગ્રહપીડાને કારણે ફરીથી ધર્મ-અધર્મ, સુખ-દુઃખ અને રાગ-દ્વેષ થાય છે. આમ આ છ આરાઓવાળું સંસારચક્ર ચાલે છે. આ સંસારચક્રને ચલાવનારી અવિદ્યા છે. આ