________________
२८२
યગ્દર્શન
બીજું અને ત્રીજું સૂત્ર એમ બે સૂત્રો લખ્યાં છે. તે છે—ખાત્યન્તરપરિણામ પ્રત્યાપૂરાત્ । निमित्तमप्रयोजनं प्रकृतिनां वरणभेदस्तु ततः क्षेत्रिकवत् ।
દૃષ્ટજન્મવેદનીય કર્મોને એકભવિક હોવાનો અર્થાત્ મૃત્યુથી અભિવ્યક્ત થઈ સાથે મળી એક ભવ (જન્મ)નો આરંભ કરનાર હોવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો, કારણ કે દૃષ્ટજન્મવેદનીય કર્મો હોવાથી વર્તમાન જન્મમાં જ પોતાનું ફળ આપી નિવૃત્ત થાય છે. પરંતુ અદૃષ્ટજન્મવેદનીય કર્મો બધાં જ એકભવિક હોય છે કે નહિ તે પ્રશ્ન ઊભો થાય છે. આ પ્રશ્નને જરા વિસ્તારથી સમજીએ. જે અદૃષ્ટજન્મવેદનીય કર્મો છે તેમાં ઘણાં જાતિવિપાકી, ઘણાં આયુવિપાકી અને ઘણાં ભોગવિપાકી હોવાનાં જ. આમાંથી કેટલાંક જાતિવિપાકી, કેટલાંક આ આયુવિપાકી અને કેટલાંક ભોગવિપાકીએ પૂર્વજન્મમાં મૃત્યુથી અભિવ્યક્ત થઈ ભેગા મળી, વર્તમાન જન્મનો આરંભ કર્યો છે. હવે વર્તમાન જન્મમાં મૃત્યુ વખતે અભિવ્યક્ત થઈ ભેગા મળી બીજાં કેટલાંક જાતિવિપાકી, આયુવિપાકી અને ભોગવિપાકી કર્મો પછીના જન્મને આરંભશે અને આમ જ આ જ ક્રમે શું બધા જ અદૃષ્ટજન્મવેદનીય કર્મો એકભવિક જ બનશે ? આ પ્રશ્નનો જવાબ નીચે પ્રમાણે છે : અદૃષ્ટજન્મવેદનીય કર્મો બે પ્રકારનાં હોય છે—નિયતવિપાકી અને અનિયતવિપાકી. આમાંથી જે નિયતવિપાકી છે તે જ એકભવિક છે જ્યારે જે અનિયતવિપાકી છે તે એકભવિક નથી જ. અદૃષ્ટજન્મવેદનીય અનિયતવિપાકી કર્મોની બાબતમાં ત્રણ વિકલ્પો સંભવે છે–(૧) અપક્વ દશામાં જ તેમનાં વિરોધીથી નાશ, (૨) પ્રધાન કર્મમાં આવાપગમન અને (૩) નિયતવિપાકવાળા પ્રધાન કર્મથી અભિભવ પામી ચિત્તમાં લાંબા સમય સુધી પડી રહેવું. હવે આ ત્રણ વિકલ્પોને જરા વિસ્તારથી સમજાવીએ. કેટલાંક અદૃષ્ટજન્મવેદનીય અનિયતવિપાકી કર્મોનો તેમનાં વિરોધીથી નાશ થાય છે. ઉદાહરણાર્થ, કૃષ્ણ કર્મોનો નાશ શુક્લ કર્મોથી થાય છે. કેટલાંક, અદૃષ્ટજન્મવેદનીય અનિયતવિપાકી કર્મોનું પ્રધાન કર્મોમાં આવાપગમન થાય છે. આનો અર્થ એ છે કે જ્યારે પ્રધાન કર્મ પોતાનું ફળ આપે છે ત્યારે જ તે પ્રધાન કર્મનાં અંગભૂત કર્મો ફળ આપે છે, તે પહેલાં કે તે પછી નહિ. દાખલા તરીકે, યજ્ઞ એ પ્રધાન પ્રવૃત્તિ છે અને પશુહિંસા વગેરે તેની અંગભૂત પ્રવૃત્તિઓ છે. પ્રધાન પ્રવૃત્તિજન્ય પ્રધાન કર્મ થાય છે અને તેની અંગભૂત પ્રવૃત્તિઓથી જન્ય કર્મો તે પ્રધાન કર્મનાં અંગભૂત કર્મો તરીકે જ બની રહે છે. યજ્ઞરૂપ પ્રધાન પ્રવૃત્તિથી જન્ય પ્રધાન કર્મ જ્યારે પોતાનું ફળ આપે છે ત્યારે જ યજ્ઞપ્રવૃત્તિની અંગભૂત પશુહિંસારૂપ પ્રવૃત્તિથી જન્ય અંગભૂત કર્મ પણ પોતાનું ફળ આપે છે, અને ત્યાં સુધી ચિત્તમાં એમને એમ પડી રહે છે. અંગરૂપ કર્મને અભિવ્યક્ત કરનાર મૃત્યુ નથી પણ તે જે પ્રધાન કર્મનું અંગ છે તે પ્રધાન કર્મ છે. તેથી એ અંગરૂપ કર્મ પ્રધાન કર્મમાં આવાપને પામ્યું કહેવાય છે. કેટલાંક અદૃષ્ટજન્મવેદનીય અનિયતવિપાકી કર્મો અસમાન યા વિરોધી કર્મો વડે અભિભૂત થઈને માત્ર બીજભાવે સ્વતંત્રપણે લાંબા વખત સુધી ચિત્તમાં પડી રહે છે અને જ્યારે તેમનાં સમાન યા અવિરોધી કર્મ બળવાન બને છે ત્યારે તેમનાથી તેઓ અભિવ્યક્ત થઈ પોતપોતાનું ફળ
૧૬
આપવા લાગે છે. આ અભિભવને પામેલાં કર્મોનો અભિવ્યક્ત કરી વિપાકોન્મુખ