________________
યોગદર્શન
૨૮૧
દૃષ્ટજન્મવેદનીય કહેવાય. આથી ઊલટું કેટલાંક કર્મો એવા હોય છે જે પોતપોતાનું ફળ ભાવિ જન્મોમાં આપે છે. આવા કર્મો અદૃષ્ટજન્મવેદનીય કહેવાય. તીવ્ર સંવેગપૂર્વક મન્ન, તપ અને સમાધિના અનુષ્ઠાન દ્વારા કે તીવ્ર સંવેગપૂર્વક ઈશ્વર, દેવતા, મહર્ષિ અને મહાનુભાવોની આરાધના દ્વારા ઉત્પન્ન થયેલાં પુણ્યરૂપ કર્મો એ જ જન્મમાં પોતાનું ફળ આપે છે. તીવ્ર ક્લેશપૂર્વક ભયભીત, વ્યાધિત, કૃપણ, વિશ્વાસ રાખનાર, મહાનુભાવ અને તપસ્વી ઉપર વારંવાર અપકાર કરવાથી ઊપજતાં પાપરૂપ કર્મો પણ પોતાનાં ફળ એ જ જન્મમાં આપે છે.' નારકોને દૃષ્ટજન્મવેદનીય કર્મો હોતાં નથી જ્યારે ક્ષીણક્લેશ અર્થાત્ દધબીજ ક્લેશવાળાને અષ્ટજન્મવેદનીય કર્મો હોતાં નથી કારણ કે તેને પુનર્ભવ સંભવતો નથી. આ ઉપરથી ફલિત થાય છે કે બાકીનાને દુષ્ટજન્મવેદનીય અને અદૃષ્ટજન્મવેદનીય એમ બંને પ્રકારનાં કર્મો હોય છે. અર્થાતું, તેમનાં કેટલાંક કર્મો દૃષ્ટજન્મવેદનીય હોય છે અને કેટલાંક કર્મો અદૃષ્ટજન્મવેદનીય હોય છે.
કર્મો ત્રણ જાતનાં ફળો આપે છે – જાતિ (જન્મ), આયુ અને ભોગ (સુખદુઃખ સંવેદન, સુખ-દુઃખ સાક્ષાત્કાર). આને બીજી રીતે કહેવું હોય તો એમ કહી શકાય કે કેટલાંક કર્મો જાતિરૂપે ફળ આપે છે, કેટલાંક કર્મો આયુરૂપ ફળ આપે છે અને કેટલાંક કર્મો ભોગરૂપ ફળ આપે છે. આમ કર્મના ત્રણ પ્રકાર થયા–જાતિવિપાકી કર્મ, આયુવિપાકી કર્મ અને ભોગવિપાકી કર્મ. આ ત્રણ પ્રકારમાંથી પ્રત્યેકનાં અનેક જન્મોનાં અસંખ્ય કર્મો ભેગાં થયેલાં ચિત્તમાં પડી રહેલા હોય છે. મૃત્યુ વખતે તે ત્રણ પ્રકારમાંથી પ્રત્યેકના જે પક્વ થયેલા હોય છે તે મૃત્યુથી અભિવ્યક્ત થાય છે અને પરિણામે નવો જન્મ (મનુષ્યરૂપ, તિર્યંચરૂપ, નારકરૂપ કે દેવરૂપ), તેને અનુરૂપ આયુ અને તેને અનુરૂપ ભોગ જીવ નવા જન્મમાં પામે છે. આમ નવો જન્મ, તેને અનુરૂપ આયુ અને તેને અનુરૂપ ભોગ આ ત્રણ વિપાકો આપનાર તે તે પક્વ કર્મો મૃત્યુથી જ અભિવ્યક્ત થાય છે. આ ઉપરથી એ સૂચવાય છે કે જે પ્રકારનું આયુ અને જે પ્રકારનો ભોગ અમુક જ જાતિમાં સંભવે, બીજીમાં નહીં તેવા આયુ અને તેવા ભોગને નિયત કરનાર કર્મો જ મૃત્યુથી અભિવ્યક્ત થાય છે, બીજા નહીં. એટલે જાતિવિપાકી કર્મ માત્ર અદૃષ્ટજન્મવેદનીય જ હોય જ્યારે આયુવિપાકી અને ભોગવિપાકી કર્મ દૃષ્ટજન્મવેદનીય અને અદૂષ્ટજન્મવેદનીય એમ બંને પ્રકારનાં સંભવે. બીજી રીતે કહીએ તો અદૃષ્ટજન્મવેદનીય કર્મો જાતિવિપાકી, આયુવિપાકી અને ભોગવિપાકી એમ ત્રણેય પ્રકારનાં હોય છે, અર્થાત્ ત્રિવિપાકી હોય છે જ્યારે દૃષ્ટજન્મવેદનીય કાં તો એકવિપાકી કાં તો બેવિપાકી હોય છે. એકવિપાકી હોય ત્યારે માત્ર ભોગરૂપ વિપાકને આપનાર હોય જ્યારે દ્વિવિપાકી હોય ત્યારે ભોગરૂપ અને આયુરૂપ બે જ વિપાકને આપનાર હોય છે. જાતિવિપાકી કર્મ કદીય દૃષ્ટજન્મવેદનીય સંભવતું નથી. - અહીં કોઈ પ્રશ્ન થાય કે આયુવિપાકી કર્મ દૃષ્ટજન્મવેદનીય કેવી રીતે સંભવે ? વર્તમાન જન્મમાં મનુષ્ય દેવાયુ બાંધે અને દેવજાતિમાં જન્મ્યા વિના જ તે દેવાયુ કેવી રીતે ભોગવી શકે? આના ઉકેલ માટે યોગદર્શને જન્મ વિના જ શરીર પરિણમનની પ્રક્રિયા સ્વીકારી છે.* આ શરીર પરિણમનની પ્રક્રિયા સમજાવવા સૂત્રકારે કૈવલ્યપાદનું
ષ-૧૯