________________
યોગદર્શન
૨૬૩
વિષયક ગણવામાં આવી છે.” આ સાતેયને ‘પ્રાન્તભૂમિ પ્રજ્ઞા' એવું સામાન્ય નામ અપાયું છે. આ સાત પ્રાન્તભૂમિ પ્રજ્ઞાવાળા વિવેકી પુરુષને કુશલ કહેવામાં આવે છે. પરંતુ વિવેકખ્યાતિનેય ત્યજી ચિત્ત જ્યારે અત્યંત લય પામી જાય છે ત્યારે યોગીને કુશલ ઉપરાંત મુક્ત પણ કહેવામાં આવે છે કારણ કે તે વખતે જ તે ગુણાતીત બને છે. આ સાત પ્રાન્તભૂમિવાળા વિવેકી પુરુષને જ જીવન્મુક્ત કહેવામાં આવે છે જ્યારે જેનું ચિત્ત અત્યંત લય પામી ગયું છે એવા પુરુષને જ વિદેહમુક્ત કહેવામાં આવે છે. આમ જ્યારે બંનેયને મુક્ત ગણવાની પ્રથા શરૂ થઈ હશે ત્યારે તે બંનેની મુક્તિની વિશિષ્ટતા દર્શાવતાં પદો જોડવા પડ્યાં હશે; બંનેય મુક્ત તો ખરા પણ એક જીવન્મુક્ત અને બીજો વિદેહમુક્ત. પરંતુ ભાષ્યકારે વિવેકી પુરુષને માટે એક સ્થળે માત્ર ‘કુશલ’ નામ જ રાખ્યું છે જ્યારે ગુણાતીત પુરુષને માટે જ ‘કુશલ’ ઉપરાંત ‘મુક્ત’ નામ પણ રાખ્યું છે.’” તેમ છતાં બીજે એક સ્થળે ધર્મમેઘસમાધિ સુધી પહોંચેલા વિવેકી પુરુષને માટે ‘જીવન્મુક્ત' પદનો ઉપયોગ પણ કર્યો છે જ.૪૫ જીવન્મુક્તિ સંપ્રજ્ઞાત યોગમાં છે જ્યારે વિદેહમુક્તિ અસંપ્રજ્ઞાત યોગનું ફળ છે. સંપ્રજ્ઞાત યોગની ચાર ભૂમિકાઓ છે. તેને આધારે સંપ્રજ્ઞાત યોગીના ચાર ભેદ કર્યા છે પ્રથમકલ્પિક, મધુભૂમિક, પ્રજ્ઞાજ્યોતિ અને અતિક્રાન્તભાવનીય. સંપ્રજ્ઞાત સમાધિનો યોગાભ્યાસ હજુ જેણે શરૂ કર્યો છે તે પ્રથમકલ્પિક યોગી. સવિચાર સમાપત્તિ સુધી તે પ્રથમકલ્પિક જ ગણાય છે. નિર્વિચાર સમાપ્તિને પામેલા યોગીને ઋતંભરા પ્રજ્ઞા ઉદ્ભવે છે. આ ઋતંભરા પ્રજ્ઞાવાળો યોગી મધુભૂમિક યોગી કહેવાય છે. આ ભૂમિકામાં દેવતાઓ યોગીને અનેક પ્રલોભનો આપે છે. પ્રલોભનથી ચલિત યોગી યોગભ્રષ્ટ થાય છે અને નિશ્ચલ રહી સાધના કરનાર આગળ વધે છે. ઋતંભરા પ્રજ્ઞા અને તેની આનુષંગિક સિદ્ધિઓને દૃઢ કરી રક્ષનાર અને આગળની ભૂમિકા માટે સાધનામાં લાગ્યો રહેનાર પ્રજ્ઞાજ્યોતિઃ યોગી કહેવાય છે. અસંપ્રજ્ઞાતયોગ દ્વારા ચિત્તનો લય કરવાનું જ હવે જેને બાકી છે તેવો સંપ્રજ્ઞાત યોગની સૌથી ઉપલી ભૂમિકામાં રહેલો અતિક્રાન્તભાવનીય યોગી કહેવાય છે. આ ભૂમિકાના યોગીને જ સાત પ્રકારની પ્રાન્તભૂમિ પ્રજ્ઞા હોય છે. ૭
Te
-
re
૫૦
વિવેકખ્યાતિવાળા યોગીને આત્મસાક્ષાત્કાર થાય છે. એટલે ‘હું કોણ છું ? કાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું ?' વગેરે ભાવના અટકી જાય છે. અર્થાત્ આત્મભાવભાવનાની નિવૃત્તિ થાય છે. તેનું ચિત્ત વિવેકજ્ઞાન યા આત્મસાક્ષાત્કારને પામી હવે કૈવલ્ય ભણી દોડે છે.” જ્યાં સુધી વિવેકખ્યાતિ દૃઢ થઈ હોતી નથી ત્યાં સુધી વ્યુત્થાનસંસ્કારો વચ્ચે વચ્ચે અન્ય જ્ઞાનોને ઉત્પન્ન કરે છે. પરંતુ જો યોગી સિદ્ધિ વગેરેની સ્પૃહા વિના વિવેકખ્યાતિનો અભ્યાસ કરતો જ રહે તો તેના વિવેકખ્યાતિના સંસ્કારો ६ढ થઈ વ્યુત્થાનસંસ્કારોને નિર્વીર્ય કરી નાખે છે. એટલે તે વ્યુત્થાનસંસ્કારો અન્ય જ્ઞાનો જન્માવી શકતાં નથી. પરિણામે વિવેકજ્ઞાનરૂપ ચિત્તવૃત્તિઓનો પ્રવાહ વચ્ચે વચ્ચે અન્ય જ્ઞાનોથી તૂટ્યા વિના હવે નિરંતર વહે છે. આમ અહીં અપર વૈરાગ્યની “ઉત્કટતા તેમજ વિવેકજ્ઞાનની નિરંતરતા હોય છે. આમ થતાં વિવેકી પુરુષને ધર્મમેઘસમાધિનો લાભ થાય છે.'' આ કારણે ધર્મમેવસમાધિને વિવેકજ્ઞાનની પરાકાષ્ઠા