________________
૨૬૨
પદર્શન વિરોધી જ્ઞાનને જ અવિવેક, મિથ્યાજ્ઞાન યા અવિદ્યા કહેવામાં આવે છે. વિવેકખ્યાતિના ઉદય માત્રથી મિથ્યાજ્ઞાન નાશ પામતું નથી. પ્રકાશ અંધકારનો વિરોધી હોવા છતાં જ્યાં સુધી તે પ્રબળ ન બને ત્યાં સુધી અંધકારનો નાશ કરી શકતો નથી. તેવી જ રીતે, ઉદય પામેલી વિવેકખ્યાતિ જ્યાં સુધી નિરંતર અભ્યાસથી પ્રબળ ન બને ત્યાં સુધી તે મિથ્યાજ્ઞાનનો નાશ કરી શકતી નથી. જો સાધક તેને પ્રબળ યા દૃઢ કરવાની કાળજી ન લે તો તે મિથ્યાજ્ઞાન સાથેના દ્વન્દમાં હારી જાય છે અને તેને પોતાને મિથ્યાજ્ઞાનનો નાશ કર્યા વિના રણમેદાન છોડી ચાલ્યા જવું પડે છે. આમ જો વિવેકઞાતિનો ઉદય થયા પછી તેને પ્રબળ યા દૃઢ કરવાની કાળજી ન લેવામાં આવે તો સાધકને તે ગુમાવવી પડે છે. પરંતુ ઉદય પામેલી વિવેકાતિને નિરંતર અભ્યાસથી જો પ્રબળ બનાવવામાં આવે તો તે મિથ્યાજ્ઞાનનો નાશ કરે છે જ. મિથ્યાજ્ઞાનનો નાશ થવાથી સઘળા ક્લશો દૂર થઈ જાય છે. સઘળા ક્લેશો દૂર થતાં બુદ્ધિસત્વ વિશદ યા સ્વચ્છ બને છે અને પર વશીકાર વૈરાગ્યમાં ચિત્તની નિર્મળ વૃત્તિઓનો પ્રવાહ વહ્યા કરે છે. મિથ્યાજ્ઞાનનો નાશ થઈ ગયો હોવાથી હવે તેના પુન:પ્રસવની કોઈ સંભાવના જ નથી.'
વિવેકખ્યાતિનિષ્ઠ યોગીને નિરતિશય ઉત્કર્ષ વાળી સાત પ્રકારની પ્રજ્ઞા થાય છે.' ખરેખર પ્રજ્ઞા તો એક જ હોય છે. પરંતુ તેના વિષયભેદે સાત ભેદ થાય છે. તે સાત વિષયો છે–યવિમુક્તિ, હે હેતુવિમુક્તિ, દાનવિમુક્તિઃ હાનોપાયવિમુક્તિ, ચિત્તાધિકારવિમુક્તિ, ચિત્તગુણવિમુક્તિ, પ્રલીનચિત્તગુણપુનર્ભાવવિભુતિ. ૧. હેયવિમુક્તિવિષયક પ્રજ્ઞા – ‘જે કંઈ હેય (યા ત્યાજ્ય) છે તે બધું મેં તે રૂપે
જાણી લીધું છે. હવે મારા જાણવામાં ન હોય તેવું કોઈ હેય નથી.' આવી પ્રજ્ઞા. ૨. હે હેતુવિમુક્તિવિષયક – હેયના જેટલા હેતુઓ છે તે બધાનો મેં નાશ કર્યો
છે, હવે મારે ક્ષય કરવા જેવું કંઈ નથી” આવી પ્રજ્ઞા. ૩. હાનવિમુક્તિવિષયક પ્રજ્ઞા – “મોક્ષરૂપ હાનના સ્વરૂપનો મને નિશ્ચય થઈ
ગયો છે, તેનો નિશ્ચય કરવાનો.મારે બાકી નથી' આવી પ્રજ્ઞા ૪. હાનોપાયવિમુક્તિવિષયક પ્રજ્ઞા – “મોક્ષના ઉપાયરૂપ વિવેકઞાતિને મેં સિદ્ધ કરી છે,
પ્રપ્ત કરી છે, એને પામવા માટે મારે કંઈ કરવાનું રહેતું નથી' આવી જ્ઞા. ૫. ચિત્તાધિકારવિમુક્તિવિષયક પ્રજ્ઞા – “બુદ્ધિનાં પ્રયોજનો સિદ્ધ થઈ ગયાં છે, તે - કૃતાર્થ થઈ છે” આવી પ્રજ્ઞા. ૬. ચિત્તગુણવિમુક્તિવિષયક પ્રજ્ઞા – “બુદ્ધિસત્ત્વના ગુણો બુદ્ધિની સાથે પોતાના
મૂળ કારણમાં લય પામે છે જ' આવી પ્રજ્ઞા. ૭. પ્રલીનચિત્તગુણપુનર્ભાવવિમુક્તિવિષયક પ્રજ્ઞા - “અત્યંત લય પામેલા
ચિત્તગુણોની પુનઃ ઉત્પત્તિ થતી નથી, કારણ કે તે માટે કોઈ પ્રયોજન નથી. પરિસ્થિતિ આવી હોઈ ચિત્તગુણો અત્યંત લય પામતાં અનંતકાળમાં ગુણસંબંધાતીત થયેલો નિર્મળ કેવળ પુરુષ પોતાના સ્વરૂપમાં જ સ્થિતિ કરે
છે” આવી પ્રજ્ઞા.૨ આમાંની પ્રથમ ચારને કાર્યવિમુક્તિવિષયક અને છેલ્લી ત્રણને ચિત્તવિમુક્તિ