________________
૨૬૪
ષદર્શન
ગણવામાં આવી છે.૫૨ ધર્મમેઘસમાધિ ક્લેશોનો તેમની વાસનાઓ સાથે નાશ કરે છે. તેવી જ રીતે તે સારા કે ખરાબ અર્થાત્ કુશળ અને અકુશળ કર્મોનો પણ તેમની વાસના સાથે નાશ કરે છે. ક્લેશ અને કર્મનો નાશ થતાં યોગી જીવન્મુક્ત બને છે, કારણ કે હવે તેને પુનર્જન્મ સંભવતો નથી. તેણે જન્મનાં કારણોનો તો નાશ કરી નાખ્યો છે.૧૩ ફ્લેશ અને કર્મોના આવરણથી મુક્ત બનેલું તેનું જ્ઞાન અનંત બને છે. એના જ્ઞાન આગળ જ્ઞેયો અલ્પ છે, કારણ કે જેટલા છે તેનાથી ગમે તેટલા વધારે શેય હોત તો તેમને પણ તેનું જ્ઞાન જાણી લેત.૫૪ આ દર્શાવે છે કે ધર્મમેઘસમાધિવાળા યોગીનું ચિત્ત સર્વજ્ઞ બને છે. આ અનંતજ્ઞાનથી વિવેકજ તારકજ્ઞાન ભિન્ન જણાતું નથી. ભાષ્યકાર કહે છે કે તારકજ્ઞાન બધા વિષયોને જાણે છે; એવો કોઈ વિષય નથી જે એનાથી અજ્ઞાત હોય; તે અતીત, અનાગત અને વર્તમાન બધા જ પર્યાયોને જાણે છે; તે એક જ ક્ષણમાં એક સાથે બધા વિષયોને તેમના બધા જ પર્યાયો સાથે જાણે છે; તે વિવેકજ પરિપૂર્ણ જ્ઞાન છે.૫૬ એક સ્થળે ભાષ્યકાર આ પૂર્ણજ્ઞાનને ‘વિશોકા સિદ્ધિ' કહે છે.૫૭
પાદટીપ
१ यस्त्वेकाग्रे चेतसि सद्भूतमर्थं प्रद्योतयति, क्षिणोति च क्लेशान्, कर्मबन्धनानि श्लथयति, निरोधमभिमुखं करोति स सम्प्रज्ञातो योग इत्याख्यायते । योगभाष्य १. १ । २ योगवार्तिक १. १ ।
3 विर्तकविचारानन्दास्मितारूपानुगमात् संप्रज्ञातः । योगसूत्र १.१७ ।
४ विर्तकः चित्तस्यालम्बने स्थूल आभोगः । योगभाष्य १. १७ ।
५ स्वरूपसाक्षात्करावती प्रज्ञा आभोगः । सं स्थूलविषयत्वात् स्थूलः । तत्त्ववै १. १७ । स्थूलयोर्भूतेन्द्रिययोरदृष्टाश्रुतामताशेषसाक्षात्कारः सवितर्क इत्यर्थः । योगवार्तिक १. १७। ७ सूक्ष्मो विचारः । योगभाष्य १. १७ ।
८ सूक्ष्म आभोगः स्थूलकारणभूतसूक्ष्मपञ्चतन्मात्रलिङ्गालिङ्गविषयो विचारः । योगवार्तिक १. १७ ।
८ ... यश्चित्तस्याभोगः सूक्ष्मगताशेषसाक्षात्कारः स विचारः । योगवार्तिक १. १७ । १० आनन्दः हलादः । योगभाष्य १. १७ ।
११ इन्द्रिये स्थूलालम्बने चित्तस्याभोग आहलाद, प्रकाशशीलतया खलु सत्त्वप्रधानाद् अहङ्कारादिन्द्रियाण्युत्पन्नानि, सत्त्वं सुखमिति तान्यपि सुखानीति तस्मिन्नाभोग आहलाद इति । तत्त्ववै० १. १७ ।
१२ तत्रैवालम्बने यश्चित्तस्य विचारानुगतभूम्यारोहात् सत्त्वप्रकर्षेण जायमाने हह्लादाख्यसुखविशेषे आभोगः साक्षात्कारो भवति स आनन्दविषयकत्वादानन्द इत्यर्थः तेनानुगतो युक्तो निरोध आनन्दानुगतनामा योग इति भावः । तदानीं चानन्दगोचरे एवाहं सुखीति चित्तवृत्तिर्भवति न सूक्ष्मवस्तुष्वपि इति विचारानुगताद् विशेषः । इन्द्रियस्यापि स्थूलतया तत्राभोगस्यापि वितर्कमध्ये एव प्रवेशात् । योगवार्तिक १. १७ ।