________________
યોગદર્શન
૨૪૫
પ્રાણાયામ વિના,ચિત્તનો સંસ્કાર નથી થતો અને ચિત્તનો સંસ્કાર ર્યા વિના ધારણાની યોગ્યતા ચિત્તમાં આવતી નથી.’
આસનની યથાર્થ સિદ્ધિ થયા પછી જ પ્રાણાયામનો આરંભ કરવો જોઈએ. યમનિયમ અન્યકાળે સિદ્ધ કર્યા હોય તો પણ તેમનું યોગાંગપણું સંભવે છે પરંતુ અન્યકાળ સિદ્ધ કરેલા આસનનું યોગાંગપણું સંભવતું નથી. આનો અર્થ એવો પણ ઘટાવવામાં આવે છે કે યમ અને નિયમની પૂર્વજન્મમાં સિદ્ધિ થઈ હોય તો તે ચાલે છે, પણ આસનની સિદ્ધિ પૂર્વજન્મમાં કરી હોય છતાં પણ આ જન્મમાં પુનઃ કરવી અનિવાર્ય છે. અર્થાતું, પૂર્વજન્મમાં કરેલી આસનની સિદ્ધિ આ જન્મમાં કામિયાબ નથી નીવડતી. આમ હોવાથી આસનનું અન્ય પાંચ અંગો સાથે જ અનુષ્ઠાન કરવાનું છે.
પ્રત્યાહાર પ્રત્યાહારનો અર્થ છે પાછું વાળવું તે. ઇન્દ્રિયોને પોતાના બહિર્મુખ વિષયોથી પાછી વાળી અંતર્મુખ કરવી તેને યોગદર્શનમાં પ્રત્યાહાર કહેવામાં આવે છે. જ્યારે ચિત્ત બાહ્ય વિષયોમાં અનુરક્ત હોય છે ત્યારે ઇન્દ્રિયો બાહ્ય વિષયો ભણી જાય છે. પરંતુ જ્યારે ચિત્ત બહારના વિષયોથી વિરક્ત થઈ આત્મતત્ત્વ ઉપર એકાગ્ર બને છે ત્યારે ઇન્દ્રિયો પોતાના વિષયો તરફથી પાછી વળી જાય છે અને ચિત્તના સ્વરૂપાકાર જેવો તેનો આકાર બને છે. ચિત્ત બાહ્ય વિષયોથી વિમુખ બની આત્માભિમુખ બને છે અને પરિણામે આત્માકાર તેની વૃત્તિ થાય છે પરંતુ ઇન્દ્રિયો તો આ વખતે માત્ર બાહ્ય વિષયોથી વિમુખ જ બને છે પણ ચિત્તની જેમ આત્માકાર તેની વૃત્તિ થતી નથી. વિષયોથી ઇન્દ્રિયોનો સંબંધ છૂટી જવો એ જ ઇન્દ્રિયોનું ચિત્તસ્વરૂપાકાર જેવું થયું છે અને એ જ પ્રત્યાહાર છે. ચિત્તવૃત્તિનો નિરોધ થતાં ઇન્દ્રિયોને પોતાના વિષયોથી વિમુખ કરવા માટે બીજો કોઈ પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી. જેવી રીતે મધમાખીઓની રાણીના ઊડવા સાથે બધી મધમાખીઓ તેની પાછળ ઊડે છે તેવી રીતે ચિત્ત બાહ્ય વિષયોમાંથી વિરક્ત થતાં ઈન્દ્રિયો આપોઆપ જ બાહ્ય વિષયોથી વિમુખ બને છે.”
પ્રત્યાહાર સિદ્ધ થતાં પરમ ઇન્દ્રિયજય થાય છે.૫૧ ઇન્દ્રિયજય બે પ્રકારનો છે-અપરમ અને પરમ. કેટલાકને મતે શાસ્ત્રનિષિદ્ધ વિષયભોગમાંથી ઇન્દ્રિયોને વાળી શાસ્ત્રસંમત ન્યાધ્ય વિષયભોગમાં પ્રવૃત્ત કરવી તે ઇન્દ્રિયજય છે. તેમનું કહેવું છે કે વિષયોનું વ્યસન ખરાબ છે, વ્યસન એ આસક્તિ છે, તે જ આપણને કલ્યાણથી વંચિત રાખે છે. એટલે આસક્તિ યા વ્યસનરહિત ઇન્દ્રિયોનો વિષયભોગ એ ઇન્દ્રિયજય છે. આ વિષયભોગ સ્વાભાવિક રીતે જ શાસ્ત્રાવિરુદ્ધ હોય છે. કેટલાક કહે છે કે માત્ર ઇન્દ્રિયોનો વિષય સાથે સંયોગ થતાં જ જો ઇન્દ્રિયો વિષયભોગ ન કરતી હોય પણ પુરુષેચ્છા હોય તો જ તે ઇન્દ્રિયો તે કાળે વિષયભોગ કરતી હોય તો ઇન્દ્રિયજય થયો કહેવાય. કેટલાકને મતે રાગદ્વેષના અભાવે સુખદુ:ખશૂન્ય, શબ્દ વગેરે વિષયોનું જ્ઞાન કરવા જ ઇન્દ્રિયોનું પ્રવૃત્ત થવું તે ઇન્દ્રિયજય છે.... પરંતુ જૈગીષત્ર અનુસાર ચિત્તની એકાગ્રતાને કારણે પોતાના વિષયોમાં ઇન્દ્રિયોની પ્રવૃત્તિ બંધ થઈ જવી તે ઇન્દ્રિયજય