________________
યગ્દર્શન
પ્રાણાયામની દીર્ઘતા-સૂક્ષ્મતાનો કાળ વડે નિર્ણય કરાય છે, અર્થાત્ આટલા ક્ષણ રેચક થયો, આટલા ક્ષણ પૂરક થયો અને આટલા ક્ષણ કુંભક થયો. સંખ્યા દ્વારા પ્રાણાયામોની દીર્ઘતા-સૂક્ષ્મતાનો નિર્ણય કેવી રીતે કરવો ? ક્ષણોની ઈયત્તાને કાળ ગણી છે અને
સ્વાભાવિક શ્વાસ-પ્રશ્વાસની ઈયત્તાને સંખ્યા ગણી છે. સ્વાભાવિક શ્વાસ-પ્રશ્વાસની સંખ્યાથી તેમને માપવાથી તેમની દીર્ઘતા-સૂક્ષ્મતા કેટલી છે તે જાણી શકાય છે.૪૫
૨૪૪
રેચક, પૂરક અને કુંભક ઉપરાંત એક ચોથો પણ પ્રાણાયામનો પ્રકાર છે. તેને ચતુર્થ પ્રાણાયામ કહેવામાં આવે છે. કેટલાક ત્રીજા પ્રાણાયામ કુંભકને સહિત કુંભક અને ચતુર્થ પ્રાણાયામને કેવળ કુંભક કહે છે. ત્રીજો સહિત કુંભક પ્રાણાયામ રેચક અને પૂરકની વચ્ચે રહેવાવાળો હોવાથી તેમની અપેક્ષા રાખનારો છે. ચોથો કેવળ કુંભક રેચક-કુંભકની અપેક્ષા રાખનાર નથી અર્થાત્ તે રેચક-કુંભકનું અતિક્રમણ કરી રહેનાર છે. એટલે જ સૂત્રકાર જણાવે છે કે ચતુર્થ પ્રાણાયામ બાહ્ય વિષયવાળા રેચક અને આંતર વિષયવાળા પૂરકનું અતિક્રમણ કરી રહેનાર છે. ભાષ્યકારનું વ્યાખ્યાન નીચે પ્રમાણે છે : જેની દીર્ઘતા-સૂક્ષ્મતા નિર્ભીત થઈ છે એવા બાહ્ય વિષયવાળા રેચકનું અને આંતર વિષયવાળા પૂરકનું અતિક્રમણ કરનાર ચોથો પ્રાણાયામ છે.,તે રેચક અને પૂરક બંનેનું અતિક્રમણ કરનાર હોઈ તેની દીર્ઘતા-સૂક્ષ્મતાનો નિર્ણય પણ બે રીતે થાય છે. તેમાં રેચક અને પૂરકના અતિક્રમણ પછી ભૂમિજય કરીને ક્રમથી શ્વાસ અને પ્રશ્વાસ બંનેની ગતિનો રોધ કરવામાં આવે છે. ત્રીજા પ્રાણાયામમાં તો રેચક અને પૂરકની દીર્ઘતા-સૂક્ષ્મતાનો નિર્ણય કર્યા વિના એકવારના પ્રયત્નથી જ એકી વખતે શ્વાસ-પ્રશ્વાસની ગતિનો રોધ થાય છે જ્યારે ચતુર્થ પ્રાણાયામમાં રેચક-પૂરકની દીર્ઘતા-સૂક્ષ્મતાનો નિર્ણય કર્યા પછી ભૂમિજય કરીને ક્રમથી શ્વાસ-પ્રશ્વાસની ગતિનો રોધ કરવામાં આવે છે.
પ્રાણાયામનો અભ્યાસ કરનાર સાધકના વિવેકજ્ઞાનને આવૃત કરનાર પાપકર્મનો અને પાપકર્મના મૂળરૂપ અવિદ્યા વગેરે ક્લેશોનો નાશ થાય છે. પાપ અને એનાં મૂળ કારણ અવિદ્યા વગેરે ક્લેશો જ મહામોહક શબ્દ, સ્પર્શ વગેરે વિષયોની સહાયતાથી વિવેકજ્ઞાનશીલ બુદ્ધિસત્ત્વને આવૃત કરે છે. એ અવિદ્યા વગેરે ક્લેશો બુદ્ધિસત્ત્વને માત્ર ઢાંકતા જ નથી પરંતુ અકર્તવ્યમાં જીવને પ્રવૃત્ત પણ કરે છે. પ્રાણાયામોનો નિયમપૂર્વક અભ્યાસ કરવાથી ક્લેશ દુર્બળ બનતાં બનતાં પોતાનું કાર્ય કરવા અસમર્થ બની જાય છે અને પ્રતિક્ષણ ક્ષીણ થતા જાય છે. વિવેકજ્ઞાનાવરણીય કર્મને ક્ષીણ કરનાર હોવાને કારણે પ્રાણાયામને તપ ગણવામાં આવે છે. ચાંદ્રાયણ વગેરે તપ તો કેવળ પાપકર્મને જ ક્ષીણ કરે છે જ્યારે પ્રાણાયામરૂપ તપ તો પાપકર્મને અને એના મૂળભૂત ક્લેશોને પણ ક્ષીણ ,કરે છે. એટલે જ ‘પ્રાણાયામથી ચઢિયાતું કોઈ તપ નથી' (તપો ન પડ્યું પ્રાળાયામાત્) એમ કહ્યું છે. પ્રાણાયામરૂપ તપથી જ ચિત્તમળો દૂર થાય છે અને વિવેકજ્ઞાનની દીપ્તિ પ્રગટ થાય છે. (તતો વિશુદ્ધિર્માનાં વીપ્તિશ્ર્વ જ્ઞાનસ્ય). પતંજલિનું વચન છે કે પ્રાણાયામથી પ્રકાશનુ આવરણ ક્ષીણ થઈ જાય છે.૪ આ તો પ્રાણાયામનું એક ફળ કહ્યું. તેનું બીજું ફળ છે ધારણા માટે ચિત્તની યોગ્યતાની પ્રાપ્તિ. જ્યારે યમ, નિયમ, આસન અને પ્રાણાયામથી સાધકનું ચિત્ત સંસ્કૃત બને છે ત્યારે જ સાધક ધારણાનો અધિકારી બને છે.