________________
અધ્યયન ૮ ચિત્તની સ્થિરતા માટેના કેટલાક વિશેષ ઉપાયો
અભ્યાસ અને વૈરાગ્ય એ તો સર્વસાધારણ ઉપાયો છે અર્થાત્ તેમનું બધા વિશેષ ઉપાયોની સાથે હોવું જરૂરી છે. અહીં કેટલાક વિશેષ ઉપાયો દર્શાવ્યા છે. બાકીના વિશેષ ઉપાયોનું નિરૂપણ “યોગનાં આઠ અંગો' શીર્ષક નીચે કરીશું. જે છ વિશેષ ઉપાયોની વાત અહીં કરવાના છીએ તે આ છે–પ્રાણપ્રચ્છેદન-વિધારણ, વિષયવતી પ્રવૃત્તિ, જ્યોતિષ્મતી પ્રવૃત્તિ, વીતરાગવિષય લઈ ચિત્તને એકાગ્ર કરવાનો અભ્યાસ, સ્વપ્નજ્ઞાન અને નિદ્રાજ્ઞાનમાં ચિત્તને એકાગ્ર કરવાનો પ્રયત્ન, અભિમત વિષયમાં ચિત્તને એકાગ્ર કરવાનો અભ્યાસ.
પ્રાણપ્રચ્છન-વિધારણ – પ્રાણના પ્રચ્છર્શન અને વિધારણથી ચિત્ત સ્થિર થાય છે. અંદરના વાયુને પ્રયત્નપૂર્વક બહાર કાઢવો તે પ્ર૭ઈન કહેવાય છે. આ ક્રિયાને રેચક પ્રાણાયામ કહેવામાં આવે છે. વાયુનો જ્યાંનો ત્યાં નિરોધ કરી દેવો તે વિધારણ છે. આ ક્રિયા કુંભક પ્રાણાયામ તરીકે ઓળખાય છે. પ્રચ્છર્શન અને વિધારણને વાચસ્પતિ નીચે પ્રમાણે સમજાવે છે. યોગશાસ્ત્રસમ્મત,ખાસ પ્રયત્ન વડે પેટમાં રહેલા વાયુને નાકનાં બે છિદ્રો દ્વારા અર્થાત્ ઈડપિંગલા નાડીઓ દ્વારા બહાર કાઢવો તે રેચન યા પ્રચ્છર્દન છે. અને આ બહાર કાઢેલા વાયુને બહાર જ અટકાવી દેવો અર્થાત્ બહારનો વાયુ જે એકાએક અંદર પ્રવેશ કરવા મથે તેને તેમ કરવા ન દેવું તે વિધારણ યા બાહ્યકુંભક છે.'
વિષયવતી પ્રવૃત્તિ – ગન્ધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ આ પાંચ વિષયો છે. તે પ્રત્યેકના બે ભેદ છે – અદિવ્ય અને દિવ્ય. સ્થૂળ ભૂતોના ગંધ વગેરે અદિવ્ય વિષયો કહેવાય છે કારણ કે તે અદિવ્ય વ્યક્તિઓને સુખ, દુઃખ અને મોહ જન્માવે છે. પાંચ તભાત્રોના કાર્યભૂત સૂક્ષ્મ ભૂતોના ગંધ વગેરે દિવ્ય વિષયો કહેવાય છે કારણ કે તે દેવતાઓના સુખભોગમાં ઉપયોગી થાય છે, વળી તેમનામાં દુઃખ અને મોહની પ્રકટતા હોતી નથી પણ માત્ર સુખની જ પ્રકટતા હોય છે. આ પાંચ દિવ્ય ગંધ વગેરે વિષયનો યોગશાસ્ત્રપ્રતિપાદિત ઉપાય વડે યોગીઓને જે સાક્ષાત્કાર યા પ્રકૃષ્ટ જ્ઞાન થાય છે તેને વિષયવતી પ્રવૃત્તિ કહી છે. અહીં પ્રવૃત્તિનો અર્થ છે પ્રકૃષ્ટ વૃત્તિ =જ્ઞાન). . નાકના અગ્રભાગે ચિત્તને એકાગ્ર કરવાથી દિવ્ય ગંધનો સાક્ષાત્કાર થાય છે. જીભના અગ્રભાગે ચિત્તને એકાગ્ર કરવાથી દિવ્ય રસનો સાક્ષાત્કાર થાય છે. તાળવા ઉપર ચિત્તને એકાગ્ર કરવાથી દિવ્ય રૂપનો સાક્ષાત્કાર થાય છે. જીભના મધ્ય ભાગ ઉપર
પ-૧૬