________________
૨૩૪
ષદર્શન
ચિત્તને એકાગ્ર કરવાથી દિવ્ય સ્પર્શનો સાક્ષાત્કાર થાય છે. અને જીભના મૂળ ઉપર ચિત્તને એકાગ્ર કરવાથી દિવ્ય શબ્દનો સાક્ષાત્કાર થાય છે.
આ વિષયવતી પ્રવૃત્તિ જ્યારે સિદ્ધ થાય છે ત્યારે તે ચિત્તની સ્થિરતામાં ત્રણ રીતે સહાયક બને છે– (૧) ચિત્તને અમુક વિષય પર સ્થિર થવાનો અભ્યાસ થઈ જાય છે એટલે તે બીજા વિષય ઉપર પણ સહેલાઈથી સ્થિર થઈ શકે છે. તેથી આ પાંચમાંથી એક કે વધારે વિષય પર ચિત્ત એકાગ્ર થઈને તેનો સાક્ષાત્કાર કરે એટલે પછી વિવેકખ્યાતિ સુધીના બધા વિષયો પર એકાગ્ર થવામાં તેને વિલંબ થતો નથી. આમ આ વિષયો પર ચિત્તની સ્થિરતા સિદ્ધ થતાં તે સમાધિની ભૂમિકા સહેલાઈથી સર કરી શકે છે. (૨) જે સાધકને દિવ્ય ગંધ વગેરેનો સાક્ષાત્કાર થાય છે તે સાધકનું ચિત્ત સંસારના અદિવ્ય વિષયોમાંથી વિરક્ત થાય છે. આ રીતે વિષયવતી પ્રવૃત્તિ વૈરાગ્યને ઉત્પન્ન કરનાર હોવાથી પણ ચિત્તને સમાધિની ભૂમિકાએ પહોંચાડવામાં સહાય કરે છે. (૩) આ વિષયવતી પ્રવૃત્તિથી યોગમાં અતિશય શ્રદ્ધા જન્મે છે. જ્યારે શાસ્ત્રનો એક ભાગ પણ સ્વાનુભવથી સાચો જણાય છે ત્યારે સાધકને શાસ્ત્રના બીજા બધા ભાગોમાં પણ અતિશય શ્રદ્ધા બેસે છે. ગુરુના ઉપદેશથી અને તર્કથી શાસ્ત્ર પર શ્રદ્ધા થાય છે એ વાત ખરી, પણ જ્યાં સુધી સમગ્ર શાસ્ત્ર પરોક્ષ જેવું હોય છે ત્યાં સુધી તે શ્રદ્ધા દૃઢ થતી નથી અને દૃઢીભૂત શ્રદ્ધાને પરિણામે જન્મતો ઉત્સાહ પણ સાધકમાં હોતો નથી. પરંતુ પોતાની ચક્ષુ વગેરે ઇન્દ્રિયથી યા મનથી શાસ્ત્રના એક ભાગનો અપરોક્ષ અનુભવ થાય છે ત્યારે શાસ્ત્રના બધા ભાગો ઉપર અત્યંત દૃઢ શ્રદ્ધા જન્મે છે અને આ દૃઢીભૂત શ્રદ્ધાને લઈ સાધક યોગસાધનામાં ખૂબ ઉત્સાહથી મંડે છે. યોગસાધનામાં શ્રદ્ધા અને ઉત્સાહ ઉત્પન્ન કરનાર હોવાથી આ વિષયવતી પ્રવૃત્તિને ચિત્તની સ્થિરતાનો એક ઉપાય ગણી છે.
જ્યોતિષ્મતી પ્રવૃત્તિ—જ્યોતિષ્મતી પ્રવૃત્તિ એટલે જ્યોતિર્મય તત્ત્વનો સાક્ષાત્કાર. અહીં મુખ્યપણે બે જ્યોતિર્મય તત્ત્વના સાક્ષાત્કારની વાત છે—એક તત્ત્વ છે બુદ્ધિસત્ત્વ અને બીજું તત્ત્વ છે અસ્મિતા. (૧) પેટ અને છાતીની વચ્ચે હૃદયકમળ છે. તે બુદ્ધિસત્ત્વનું સ્થાન છે. એટલે હૃદયકમળ ઉપર ચિત્તને એકાગ્ર કરવાથી ચિત્તને સૂર્ય, ચંદ્ર, ગ્રહ અને મણિની પ્રભા જેવા વિવિધરૂપે બુદ્ધિસત્ત્વનો સાક્ષાત્કાર થાય છે. આ બુદ્ધિસત્ત્વનો સાક્ષાત્કાર થવાથી સાધક સિદ્ધસંકલ્પવાળો બને છે અને તેના ક્લેશો નાશ પામે છે. આ કારણે બુદ્ધિસત્ત્વની પ્ર-વૃત્તિને વિશોકા ગણી છે. વળી, બુદ્ધિસત્ત્વનો સાક્ષાત્કાર થતાં પુરુષનો સાક્ષાત્કાર સહજમાં થઈ જાય છે અર્થાત્ વિવેકખ્યાતિનો ઉદય નજીક આવે છે. આમ આ પ્રવૃત્તિ ચિત્તની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રશાંતવાહિતાનો શ્રેષ્ઠ ઉપાય છે. (૨) અસ્મિતા ઉપર ચિત્તને એકાગ્ર કરવાથી ચિત્ત તરંગરહિત મહાસાગર જેવું શાંત અને અનંત બને છે અને તેને અસ્મિતાનો સાક્ષાત્કાર થાય છે. વાચસ્પતિ અસ્મિતાનો અર્થ અહંકાર કરે છે,' જ્યારે ભિક્ષુ તેનો અર્થ પુરુષ કરે છે.' અહંકાર સત્ત્વપ્રધાન હોવાથી પ્રકાશમય છે અને પુરુષ તો પ્રકાશસ્વરૂપ છે જ. એટલે તેમનો સાક્ષાત્કાર