________________
ષદર્શન
આ મૈત્રી આદિ ચાર ભાવનાઓ જ બૌદ્ધના ચાર બ્રહ્મવિહાર છે. ચોથા બ્રહ્મવિહાર અને યોગશાસ્ત્રસંમત ઉપેક્ષાભાવના વચ્ચે થોડોક ભેદ છે. યોગશાસ્ત્ર અનુસાર ઉપેક્ષાભાવનાનો વિષય અપુણ્યાત્માઓ છે; જેમને ધર્મમાં રુચિ નથી, જેમને સવૃત્તિ કેળવવામાં રસ નથી, જે જડ સંસ્કારના છે અને કાંઈ પણ સસ્તુ ગ્રહણ કરવાની યોગ્યતા ધરાવતા નથી તેઓ અપુણ્યાત્માઓ છે. આથી જ અપુણ્યાત્માઓને અવિનેય પણ કહેવામાં આવે છે. બૌદ્ધો અનુસાર ઉપેક્ષાભાવનાનો વિષય પ્રતીત્યસમુત્પાદ (કાર્યકારણભાવ) છે. બૌદ્ધોની ઉપેક્ષા ભાવના (=ચોથો બ્રહ્મવિહાર) ભાવકને સુખદુઃખની અનિવાર્યતા, પ્રતીત્યસમુત્પાદની અવ્યાહત ગતિ અને લૌકિક અનુભવોની પરતન્ત્રતાનું દર્શન કરાવી તેનામાં ધીરતા અને નિર્વિકારતા જન્માવે છે. આમ ચોથો બ્રહ્મવિહાર એ દાર્શનિક ઉદાસીનતાની ભાવના છે.૫
૨૩૨
યોગ, જૈન અને બૌદ્ધ ત્રણેય પરંપરાઓમાં આ ચાર ભાવનાઓનો સ્વીકાર સ્પષ્ટપણે તેમની વ્યાપકતા અને તેમનું મહત્ત્વ દર્શાવે છે. તેઓ ચિત્તશુદ્ધિનો ઉત્તમ ઉપાય છે અને સાથે સાથે સામાજિક કલ્યાણની પણ પોષક છે. તેઓ એક તરફ વ્યક્તિને આધ્યાત્મિક પ્રસાદ આપે છે તો બીજી તરફ સામાજિક હિત-સુખ પણ સાધી આપે છે.
મૈત્રી એ રાગ શ્રુથી એ સમજી લેવું ઘટે. મૈત્રીની પરિધિમાં સર્વ પ્રાણીઓ આવી જાય છે જ્યારે રાગની પરિધિમાં અમુક જ પ્રાણીઓ આવે છે. તેથી મૈત્રી હોય ત્યાં અમૈત્રી સંભવે નહિ, જ્યારે રાગ હોય ત્યાં દ્વેષ હોય જ. મૈત્રીમાં પરાર્થ હોય છે, રાગમાં સ્વાર્થ હોય છે. વળી, કરુણા એ શોક નથી એ ધ્યાનમાં રાખવું. કરુણા બીજાના દુઃખને દૂર કરે છે જ્યારે શોક તો પોતાનેય દુઃખી કરે છે.
પાદટીપ
१ मैत्रीकरुणामुदितोपेक्षाणां सुखदुःखपुण्यापुण्यविषयाणां भावनातश्चित्तप्रसादनम् । યોગસૂત્ર ૧. ૩૨ ।
२ एवमस्य भावयतः शुक्लो धर्म उपजायते । योगभाष्य. १. ३३ ।
3 कृष्णा शुक्लकृष्णा शुक्ला अशुक्लाऽकृष्णा चेति । योगभाष्य ४. ७ ।
४ मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यानि सत्त्वगुणाधिकक्लिश्यमानाविनेयेषु । तत्त्वार्थसूत्र ७.
૬ ।
५ बौद्धधर्म के विकास का इतिहास, पृ० १२४ ।