________________
ષદર્શન
૧. પ્રમાણ—યથાર્થ ઉપલબ્ધિ (જ્ઞાન) પ્રમાણ છે. ઉપલબ્ધિનો અર્થ છે સ્મૃતિ સિવાયનું જ્ઞાન. સ્મૃતિ પ્રમાણ નથી. પ્રમાણો ચાર છે—પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ. જ્ઞાનની યથાર્થતા (પ્રામાણ્ય-validity) અને અયથાર્થતાનું જ્ઞાન આપણને પ્રવૃત્તિની સફળતા અને અસફળતા ઉપરથી થાય છે.૫૪ જો જ્ઞાનની પછી થનારી આપણી પ્રવૃત્તિ સમર્થ (સફળ) બને તો જ્ઞાનની યથાર્થતાનું આપણે અનુમાન કરીએ છીએ, અન્યથા તેની અયથાર્થતાનું. આમ જ્ઞાનનું પ્રામાણ્ય તથા અપ્રામાણ્ય બંને પરતઃ નિર્ણીત થાય છે.
૧૪
જ્ઞાનનું જ્ઞાન કેવી રીતે થાય છે ? જ્ઞાન સ્વયં પ્રકાશમાન નથી પણ તેનું પ્રત્યક્ષ થાય છે. ‘આ ઘડો છે' એવા ચાક્ષુષ પ્રત્યક્ષમાં જ્ઞાન ભાસતું નથી, પરંતુ તે ચાક્ષુષ પ્રત્યક્ષ જ્ઞાનનું જ્ઞાન તેના પછી ઉત્પન્ન થતા માનસ પ્રત્યક્ષ દ્વારા થાય છે.૫૫ આ માનસ પ્રત્યક્ષને અનુવ્યવસાય કહેવામાં આવે છે. આ અનુવ્યવસાયને આફટર કોગ્નિશન (after-cognition) ગણી શકાય. આમ જ્ઞાન જોકે ઉત્પન્ન થતાંની સાથે જ સ્વયં પ્રગટ નથી થતું તેમ છતાં પછીની ક્ષણે તેનું પ્રત્યક્ષ થાય છે. વ્યવસાયાત્મક યા સર્વિકલ્પક જ્ઞાન જ જ્ઞાત થાય છે, જ્યારે નિર્વિકલ્પક યા વ્યવસાયાત્મક જ્ઞાન અજ્ઞાત જ રહે છે.
(૧) પ્રત્યક્ષ
૫૬
૫૭
૫.
જે જ્ઞાન ઇન્દ્રિય અને અર્થના સન્નિકર્ષથી ઉત્પન્ન થયું હોય, જેની ઉત્પત્તિમાં શબ્દ કારણરૂપ ન હોય, જે અવ્યભિચારી અને નિશ્ચયાત્મક હોય તે પ્રત્યક્ષ છે. આ ગૌતમે આપેલી વ્યાખ્યા છે. આ વ્યાખ્યા અનુસાર તો પ્રત્યક્ષજ્ઞાન સદા નિશ્ચયાત્મક જ હોય છે, અર્થાત્ નિર્વિકલ્પક પ્રત્યક્ષનો સ્વીકાર આ વ્યાખ્યામાં નથી. પરંતુ પછીના નૈયાયિકોએ પ્રત્યક્ષના બે પ્રકારો સ્વીકાર્યો છે—નિર્વિકલ્પ અને સવિકલ્પ. નિર્વિકલ્પ અને સવિકલ્પ બંને પ્રત્યક્ષોનો વિષય તો એક જ છે. નિર્વિકલ્પ પ્રત્યક્ષમાં દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, સમવાય પદાર્થો સંમુગ્ધરૂપે, અવિભક્તરૂપે જ્ઞાત થાય છે, જ્યારે સવિકલ્પક પ્રત્યક્ષમાં તે પદાર્થો સ્વસ્વરૂપે વિભક્તરૂપે જ્ઞાત થાય છે. એટલે પ્રથમને ‘અવિભક્ત આલોચન’ એવું નામ આપ્યું છે. કેટલાક તૈયાયિકો નિર્વિકલ્પ-સવિકલ્પ પ્રત્યક્ષોનો ભેદ બીજી દૃષ્ટિએ નીચે પ્રમાણે સમજાવે છે : ‘આ ઘડો છે’ એ પ્રકારનું જ્ઞાન સવિકલ્પક પ્રત્યક્ષ છે. સવિકલ્પક પ્રત્યક્ષમાં કોઈ વસ્તુ વિશે કંઈક કહેવામાં આવે છે અર્થાત્ ઉદ્દેશ્ય સાથે વિધેયને જોડવામાં આવે છે. ‘આ ઘડો છે' એનો અર્થ એ છે કે આ વસ્તુ ‘ઘટત્વ’ સામાન્યથી યુક્ત છે. અહીં ‘આ વસ્તુ’ ઉદ્દેશ્ય છે અને ‘ઘટત્વ સામાન્ય’ વિધેય છે. આમ આ જ્ઞાન ‘વિશેષ્યવિશેષણભાવયુક્ત' છે, જેમાં ‘આ વસ્તુ (ઘડો)’ વિશેષ્ય છે અને ‘ઘટત્વ’ વિશેષણ છે. આ સવિકલ્પક જ્ઞાન પહેલાં નિર્વિકલ્પક જ્ઞાનનું હોવું આવશ્યક છે. સવિકલ્પક જ્ઞાન ‘વિશેષ્ય-વિશેષણજ્ઞાનપૂર્વક' થાયછે એટલે એના પહેલાં આપણને વિશેષ્ય અને વિશેષણનું અલગ અલગ જ્ઞાન થયું હોવું જોઈએ. ‘આ ઘડો છે' આ જ્ઞાનની પહેલાં ‘ઘટ' અને ‘ઘટત્વ'નું અલગ અલગ જ્ઞાન આવશ્યક છે