________________
પ્રવેશક
૧૩
૪૬
વિશેષ ગુણોનો ઉચ્છેદ થઈ જાય છે.૪૫ આત્માઓ અનેક છે. મુક્તિની અવસ્થામાં પણ આત્માઓ સ્વતંત્રરૂપે એકબીજાથી ભિન્ન જ રહે છે.
ગુણ—જે દ્રવ્યાશ્રિત હોય, ગુણરહિત હોય તેમ જ સંયોગ અને વિભાગનું કારણ બનવામાં બીજાની અપેક્ષા રાખતું હોય તે ગુણ છે.૪ ગુણો ચોવીસ છે–રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ (ચીકાશ), શબ્દ, જ્ઞાન, સુખ, દુ:ખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત, ધર્મ, અધર્મ અને સંસ્કાર. દ્વિત્વ વગેરે સંખ્યાની ઉત્પત્તિ તેમજ મહત્પરિમાણની ઉત્પત્તિની ચર્ચાઓ રસિક છે. વળી, વિભાગજ વિભાગની ચર્ચા પણ નોંધપાત્ર છે.
કર્મ–જે દ્રવ્યાશ્રિત હોય, ગુણરહિત હોય તેમ જ સંયોગ અને વિભાગનું કારણ બનવામાં બીજાની અપેક્ષા ન રાખતું હોય તે કર્મ છે.૪૮ કર્મોના પાંચ પ્રકાર છે—ઉત્સેપણ, અવક્ષેણ, આકુંચન, પ્રસારણ અને ગમન.
સામાન્ય–અનેક વ્યક્તિઓમાં જે એકત્વબુદ્ધિ થાય છે તેનું કારણ તે વ્યક્તિઓમાં રહેલું એક સામાન્ય છે. સામાન્ય એક અને નિત્ય છે. સામાન્યના બે પ્રકાર છેપર સામાન્ય અને‘ અપર સામાન્ય, સત્તા પર સામાન્ય છે અને દ્રવ્યત્વ વગેરે અપર સામાન્યો છે.૪૯
વિશેષ–પ્રત્યેક પરમાણુને પોતાનો ખાસ વિશેષ હોય છે. આત્માઓને અને મનોને પોતપોતાનો વિશેષ હોય છે. આ વિશેષને આધારે એક પરમાણુનો બીજા પરમાણુથી, એક મુક્તાત્માનો બીજા મુક્તાત્માથી અને એક મનનો બીજા મનથી ભેદ થાય છે.૫૦ સમવાય—હાથથી યા ગમે તેટલા શક્તિશાળી વૈજ્ઞાનિક સાધનથીય જે બે વસ્તુઓને કોઈ કદીય જુદી કરી બંનેયને જુદા જુદા દેશમાં મૂકી શકવા શક્તિમાન નથી તેવી બે વસ્તુઓ વચ્ચેનો નિત્ય સંબંધ તે સમવાય છે.'' આ સંબંધ અવયવ અને અવયવી, ગુણ અને ગુણી, ક્રિયા અને ક્રિયાવાન, જાતિ અને વ્યક્તિ, તથા વિશેષ અને પરમાણુ (નિત્યદ્રવ્ય) વચ્ચે હોય છે. તે એક અને નિત્ય છે.
અભાવ–કોઈ વસ્તુનું ન હોવું તે તે વસ્તુનો અભાવ છે. તેના ચાર પ્રકાર છે—પ્રાગભાવ, પ્રધ્વંસાભાવ, અત્યંતાભાવ અને અન્યોન્યાભાવ.૫૨
આ સાતેય પદાર્થો ન્યાયદર્શનના ‘પ્રમેય’ પદાર્થમાં સમાવેશ પામે છે.
વૈશેષિક અનુસાર સ્વતંત્ર પ્રમાણો બે જ છે-પ્રત્યક્ષ અને અનુમાન. ઉપમાન વગેરે બીજાં પ્રમાણોનો સમાવેશ આ બેમાં જ થઈ જાય છે.
(૧૨) ન્યાયદર્શન
ન્યાયદર્શન એ તર્કશાસ્ત્ર છે. તે સોળ પદાર્થની ચર્ચા કરે છે. તે સોળ પદાર્થો છેપ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દૃષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ અને નિગ્રહસ્થાન.૫૩