________________
યોગદર્શન
૨૧૧ એકાગ્ર-વિક્ષિપ્ત અવસ્થાવાળા ચિત્ત કરતાં આ અવસ્થાવાળા ચિત્તમાં સત્ત્વગુણની પ્રબળતા ઘણી હોય છે અને તમોગુણનું આવરણ ઘણું ઘટી ગયું હોય છે. આ અવસ્થાની ઉત્કૃષ્ટ દશામાં તો સત્ત્વગુણની પ્રબળતા ઉત્કૃષ્ટ સ્થિતિએ પહોંચે છે, તમોગુણનું આવરણ સંપૂર્ણ દૂર થઈ જાય છે અને ચિત્તમાં અનંત જ્ઞાન પ્રગટે છે. ઉપરાંત, વિક્ષિપ્ત અવસ્થા કરતાં આ અવસ્થામાં રજોગુણની માત્રા પણ ખૂબ ઓછી થઈ જાય છે એટલે ચિત્ત લાંબા કાળ સુધી એક વિષય ઉપર સ્થિર રહે છે, તેમ જ આ અવસ્થાની ઉત્કૃષ્ટ દશામાં આ સ્થિરતા પણ ઉત્કૃષ્ટ હોય છે. આ અવસ્થાવાળા ચિત્તને પ્રકૃતિ-પુરુષના સ્વરૂપભેદનું જ્ઞાન સતત રહ્યા કરે છે. ચિત્તને અન્ય વિષયોનું જ્ઞાન હોવા છતાં તે જ્ઞાનને ક્લેશનો પાશ મંદ હોય છે યા સમૂળગો હોતો નથી. આ અવસ્થાવાળું ચિત્ત લેશોને દૂર કરે છે, કર્મોનું ધર્માધર્મરૂપ અદૃષ્ટ ઉત્પન્ન કરવાનું સામર્થ્ય હણે છે. આ અવસ્થાવાળા ચિત્તનો યોગમાં સમાવેશ છે અને તેનો યોગ સંપ્રજ્ઞાત કહેવાય છે."
નિરુદ્ધ-ચિત્તમાં વિવેકજ્ઞાનરૂપ જ્ઞાનાકારનો નિરોધ થઈ જાય ત્યારે ચિત્તની નિરુદ્ધ અવસ્થા થઈ કહેવાય. આ અવસ્થામાં ચિત્તની બધી જ વૃત્તિઓનો વિરોધ થઈ જાય છે પણ હજુ પહેલાંનાં જ્ઞાનોના સંસ્કારમાત્ર બાકી રહ્યા હોય છે. નિરૂદ્ધ અવસ્થાવાળા ચિત્તનો યોગ અપ્રજ્ઞાત કહેવાય છે.”
પાદટીપ १ क्षिप्तम्, मूढम्, विक्षिप्तम्, एकाग्रम्, निरुद्धम् इति चित्तभूमयः । योगभाष्य १.१ । २ सदैव रजसा तेषु विषयेषु क्षिप्यमाणमत्यन्तमस्थिरम् । तत्त्ववैशारदी १.१ ।। 3 मूढं तु तमःसमुद्रेकाद् निद्रावृत्तिमत् । तत्त्ववैशारदी १.१ । यदा हि तमो रजो विजित्य प्रसृतं तदा चित्तसत्त्वावरकतमःसमुत्सारणेऽशक्तत्वाद् रजसस्तमःस्थगित चित्तमधर्माधुपगच्छति, अज्ञानं च विपर्ययज्ञानमभावप्रत्ययालम्बनं च निद्राज्ञानमुक्तम्, ततश्च मूढावस्थाऽपि सूचितेति । तत्त्ववैशारदी १.२ । ४ विक्षिप्तं क्षिप्ताद् विशिष्टम् । विशेषोऽस्थेमबहुलस्य कादाचित्कः स्थमा ।...विक्षिप्ते
चेतसि समाधिः कादाचित्कः सद्भूतविषयस्य चित्तस्य स्थमा न योगपक्षे वर्तते । - कस्मात् ? यतस्तद्विपक्षविक्षेपोपर्सजनीभूतः, विपक्षवर्गान्तर्गतस्य स्वरूपमेव दुर्लभम् ।
तत्त्ववैशारदी १.१ । ५ यस्त्वेकाग्रे चेतसि सद्भूतम) प्रद्योतयति, क्षिणोति च क्लेशान्, कर्मबन्धनानि
उलथयति, निरोधमभिमुखं करोति, स सम्प्रज्ञातो योग इत्याख्यांयते । योगभाष्य १.१ । तदेव रजोलेशमलापेतं स्वरूपप्रतिष्ठं सत्त्वपुरुषान्यताख्यातिमात्रं धर्ममेघध्यानोपगं भवति । योगभाष्य १.२ । निरुद्धसकलवृत्तिकं संस्कारमात्रशेष चित्तं निरुद्धम् । तत्त्ववैशारदी १.१ । ७ सर्ववृत्तिनिरोधे त्वसम्प्रज्ञातः समाधिः । योगभाष्य १.१ ।