________________
પદર્શન
૨૦૨ ચિત્તમાં પડે છે. તેને કર્ભાશય કહે છે. કર્ભાશયથી જાતિ (જન્મ), આયુષ અને ભોગરૂપ ફળ થાય છે. અને તેને પરિણામે જન્મ-મરણરૂપ અસંખ્ય દુઃખો ઉદ્ભવે છે. આમ બંને રીતે સાંસારિક વિષયોમાં સંસ્કારદુઃખતા પણ છે. જો કે સંસ્કારદુઃખતા પરિણામદુઃખતા. જેવી જ છે તો પણ સંસ્કારપરંપરા અનંત દુઃખરૂપ છે એ સ્પષ્ટપણે દર્શાવવા સંસ્કારદુઃખતાને પરિણામદુઃખતાથી જુદી પાડી જણાવી છે. ઉપરાંત, વિષયો ત્રિગુણાત્મક હોઈ સુખદુઃખમોહત્મક છે. તેથી વિષયસુખ અસંભિન્ન યા નિર્ભેળ સુખરૂપ હોતું જ નથી. તે હંમેશ દુબમિશ્રિત જ હોય છે. આમ, સંસાર દુઃખરૂપ જ છે, સાંસારિક વિષયોનો ભોગ દુઃખરૂપ જ છે.''
દુઃખમુક્તિ સૌ ઝંખે છે. દુઃખને દૂર કરવું જ જોઈએ. દુઃખના અવસ્થાભેદે ત્રણ પ્રકાર છે– અતીતદુઃખ, વર્તમાનદુઃખ અને અનાગતદુઃખ. અતીતદુઃખ તો ભોગ વડે દૂર થઈ ગયું છે એટલે તેને દૂર કરવાનો પ્રશ્ન જ નથી. વર્તમાન દુઃખનો જોકે ભોગ વડે નાશ કર્યો નથી તો પણ તેના ભોગનો આરંભ થઈ ગયો છે. અને પછીની ક્ષણે તે પોતાની મેળે જ દૂર થઈ જશે. એટલે તેને દૂર કરવા પ્રયત્ન કરવાની જરૂર નથી. અને તેથી અનાગત દુઃખને જ દૂર કરવાનું રહે છે. અનાગત દુઃખ જ હેય છે. અહીં કોઈને શંકા થાય કે અનાગત દુઃખ તો અભાવરૂપ છે. એટલે તેને દૂર કરવાની વાત વ્યર્થ છે. આના ઉત્તરમાં યોગદર્શન જણાવે છે કે અનાગત દુઃખ અભાવરૂપ છે જ નહિ. અસની ઉત્પત્તિ કોઈ કાળે થઈ શકતી નથી. જેની ઉત્પત્તિ થઈ નથી તે પણ સત્ હોય છે. ચિત્તમાં દુઃખો અનાગત અવસ્થામાં સતરૂપે જ છે. ચિત્તગત, અનાગત અવસ્થાવાળા સતરૂપ દુઃખોને દૂર કરવા એ જ પુરુષાર્થ છે. આ દુઃખોને દૂર કરવા પ્રકૃતિપુરુષના સંયોગને તોડવો જોઈએ, કારણ કે દુઃખનું કારણ તે સંયોગ છે. અને સંયોગનું કારણ અવિદ્યા હોઈ તે સંયોગને તોડવા અવિદ્યાને દૂર કરવી જોઈએ. પરંતુ અવિદ્યાની નિવૃત્તિ તો વિવેકજ્ઞાનના ઉદયથી જ થાય છે." વિવેકજ્ઞાનનો ઉદય યોગાંગના અનુષ્ઠાનને પરિણામે ચિત્તની અશુદ્ધિઓ દૂર થતા થતા છેવટે થાય છે." આમ દુઃખમુક્ત થવા યોગસાધના અત્યંત આવશ્યક છે.
પાદટીપ
१ भगवद्गीता २. ४८ ।। ૨ માવતા ૨. ૨૦ ૩ મતે: લીવશ શા... | ચોપામાથ, ૨. ૪પ્રતિધ્યાતિઃ પીળgM:
સુશ... | યોજના ૪. રૂરૂ | ४ मनुस्मृति ७. ४४ । ५ योगचित्तवृत्तिनिरोधः । योगसूत्र १. १ । ૬ યોગમાણ ૧. ૨ | ७ युग समाधावित्यस्माद् व्युत्पन्नः समाध्यर्थो, न तु युजिर् योग इत्यस्मात् संयोगार्थ રૂત્યર્થ. | વૈશારી ૨. ૨ |